થોડોક સમય કાઢીને સંભળાવી શકો તો
બાળકોને આ વાર્તા
જરૂર સંભળાવજો
થોડાક સમય પહેલાં સુધી
અમુક લોકો હતા
એ એકમેકના દોસ્ત કહેવાતા
દોસ્ત એવા લોકો કહેવાતા
જે એક જ માબાપના સંતાનો ન હોવા છતાં
એક જ માબાપના સંતાનોની જેમ રહેતા
એ લોકો કોઈ રોકટોક વિના
એકબીજાના ઘરે આવતા – જતા
અને ધીરે – ધીરે એકમેકના સપનાઓમાં પણ
આવન – જાવન કરવા લાગતા
એમના ઘરોના દરવાજા ક્યારેય બંધ ન થતા
દરવાજા પર તાળા તો કેવળ ત્યારે જ લાગતા
જ્યારે દુર્ભાગ્યવશ ઘરોમાં કોઈ બચતું જ નહીં
એમના દરવાજે કોઈ કોલબેલ રહેતી જ નહીં
એ લોકો એકબીજાને
મોટેથી હાક મારીને બોલાવતા
રહેતાં – રહેતાં એમના દીકરા – દીકરીઓ પણ
આમ જ એકમેકના દોસ્ત બની જતા
એ કોઈ સતયુગ નહોતો
એમની વચ્ચે પણ લડાઈ – ઝઘડા, બોલાચાલી થતી રહેતી
ઘરોમાં ઠામ હોય
તો ખખડે પણ
પરંતુ એ લોકો
દોસ્ત તરીકે ચાલુ રહેતા
એવું પણ થતું કે એ લોકો
વર્ષો સુધી એકબીજાને ન મળી શકતા
દુનિયાભરનો ફેરો કરી જ્યારે પાછા ફરતા
ત્યારે એકબીજાને મળી
બાળકોની જેમ હસતા – ખિખિયારા કરતા
એ વાત પણ જૂદી કે થાકેલી એ અવસ્થામાં
હસતાં – હસતાં એમની આંખોમાં
આંસુ પણ આવી જતાં
અને ત્યારે એ લોકો
પહેલેથી પણ વધુ રૂપાળા લાગતા
થોડોક સમય કાઢીને
સંભળાવી શકો બાળકોને તો
આ વાર્તા જરૂર સંભળાવજો …
અનુવાદ – ભગવાન થાવરાણી
મૂળ લેખક – ભગવત રાવત
મૂળ હિન્દી રચના અને કાવ્ય રસાસ્વાદ અહીં………

તેમની ઘણી બધી કવિતાઓ માટે નીચેના શિર્ષક ચિત્ર પર ક્લિક કરો….

Like this:
Like Loading...
Related
બહુ સરસ વિચાર.
બહુ સરસ અને પોતાના એકે એક મિત્રને લ્હાણી કરવા યોગ્ય.
________________________________
these days we have options through social media. hardly anyone notice anyone’s absence.
મોટા બાળકોને એટલે કે કિશોરોને આ કહી શકાય.
2018-02-14 5:14 GMT+05:30 સૂરસાધના :
> સુરેશ posted: “થોડોક સમય કાઢીને સંભળાવી શકો તો બાળકોને આ વાર્તા જરૂર
> સંભળાવજો થોડાક સમય પહેલાં સુધી અમુક લોકો હતા એ એકમેકના દોસ્ત કહેવાતા દોસ્ત
> એવા લોકો કહેવાતા જે એક જ માબાપના સંતાનો ન હોવા છતાં એક જ માબાપના સંતાનોની
> જેમ રહેતા એ લોકો કોઈ રોકટોક વિના એકબીજાના ઘરે આવતા ”
>