એક વર્ષ પહેલાં ‘નૂતન ભારત’ શ્રેણીની વાર્તાઓ લખવાનું નક્કી કર્યું હતું અને ‘વેબ ગુર્જરી’ના સંચાલકોએ ઉત્સાહપૂર્વક એ પરિશ્રમ અને એ પહેલને પોંખ્યાં હતાં – અલબત્ત ત્યાં પ્રકાશિત કરવાની અમૂલ્ય તક આપીને જ તો.
જે આશયથી એ પહેલ અને એ પરિશ્રમ હાથમાં લીધાં હતાં – તે ‘વેબ ગુર્જરી’ ના પ્રવેશક મુજબ આમ હતાં –
પ્રવેશક
પ્રિન્ટ મિડિયા અને હવે તો નેટ ઉપર પણ સમાચારોનું વર્ગીકરણ કરીએ તો મોટા ભાગના સમાચારો ફિલ્મો, રાજકારણ, ધર્મ કારણ, હિંસા, અત્યાચાર, સેક્સ, બદ દાનતો,ભ્રષ્ટાચાર વિ. ને લગતા જ વાંચવા મળે છે – મોટા માણસોની નાની નિયતની ઘણી બધી વાતો. ભારતમાં તો બધું આવું જ છે, અને એમ જ ચાલે – તેવી માન્યતા વિશ્વમાં તો શું ખુદ ભારતીય લોકોના માનસમાં પણ ઘર ઘાલી ગઈ છે.
પણ છેક એમ નથી. નાના માણસોની મોટી વાતો પણ છે જ. એ પૂણ્યના પ્રતાપે તો દેશનું ગાડું ચાલે છે.
એવા અનામી અદના વીરો, વીરાંગનાઓ, બાળક બાલિકાઓની વાતો લઈને ‘સમિધ’ વેબ ગુર્જરી પર આવ્યા છે. એમની નેમ છે – આ યજ્ઞથી અને એમાં હોમેલ આ વાર્તાઓ રૂપી સમિધથી વાચકનો સૂતેલો પ્રાણ જાગી ઊઠશે અને એમના નાનકડા વિશ્વમાં પણ ક્યાંક આવા દીવડા પેટાવવા એમને પ્રેરણા મળશે. એ કલ્યાણ-આતશ પ્રગટે, પ્રજ્વલિત થતો રહે, દીવડે દીવડો પેટાતો રહે, અને એ પ્રકાશ પૂંજ આપણી પગદંડી ઉજાળતો રહે એવી અભિપ્સા આપણે સેવીએ.
આજનો આનંદ એ છે કે, આ પ્રેરક સત્યકથાઓ હવે ‘પ્રતિલિપિ’ પર પણ પ્રગટ થઈ રહી છે. પ્રતિલિપિના સંચાલકોનો આ બદલ હાર્દિક આભાર તો જરૂર માનવાનો જ છે; પણ એ વિશેષ આનંદની વાત છે કે, ભારતીય સમાજ જીવનમાં નાના માણસની ખુમારી અને જિંદાદીલીની આ જીવનકથાઓનો વ્યાપ વધી રહ્યો છે.

પહેલી વાર્તા આ રહી…. ૪૨ કી.મી. દોડ સાડીમાં
દર શુક્રવારે ‘નૂતન ભારત’ શ્રેણીની સત્યકથા ‘પ્રતિલિપિ’ પર જરૂર વાંચશો ને?
Like this:
Like Loading...
Related
દર શુક્રવારની રાહ જોઇશું
અપની આ પ્રેરક વાર્તાઓ હવે પ્ર્રતીલીપીમાં પણ વાચકો વાંચી શકશે એ આનંદની વાત છે.અભિનંદન .
શ્રી સુરેશ જાની લિખિત આ ”નાના માણસોની મોટી વાતો … જીવન પ્રેરક સત્ય કથાઓ ” વિનોદ વિહારમાં પણ નીચેની લીંક પર ક્લિક કરીને વાંચી શકાશે.
https://vinodvihar75.wordpress.com/2017/06/27/1071-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A3%E0%AA%B8%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%9C/