તા. ૨૫ માર્ચ, ૨૦૧૮ , રિચાર્ડસન, ( ડલાસ) , ટેક્સાસ
ત્રણ સદગત કવિઓને શ્રદ્ધાંજલિ અને શબ્દાંજલિ અર્પવાનો સ્વર, સૂર અને સંગીતથી મઢેલો કાર્યક્રમ યોજાઈ ગયો. એનો અહેવાલ આપવાનું આ સ્થળ નથી. પણ એ કાર્યક્રમ દરમિયાન સ્વ. ‘જલન’ માતરીએ ગાંધીજીના બલિદાનથી વ્યગ્ર બનીને એક અંજલિ અર્પેલી – એ સાંભળવા મળી. ક્યાંયથી ન મળે એવી એ યાદગાર રચના આ રહી…
સાભાર – શ્રી. ડી.એલ.એસ. શાહ
ખોરાકનું સૂણીને ગરીબો ય દંગ રહે.
સાદાઈમાં ફકીર પણ તોલે ન ઊતરે.
વર્તનમાં વાણીથી ય જે આગળ રહે.
માનવતા જેની જોઈને શયતાન પણ નમે.
માનવની સંગ માનવી, દેવોમાં દેવ સમ.
તાકાત જેની ગીતા, કુરાન જેનો દમ.
એ સત્યના પ્રયોગમાં આતમની વાત કહી
કંઈ પણ છુપાવ્યા વિના ખોલી દીધા ભરમ.
શીતલ એવા કે, અશ્રુ પીડિતોના સાર્યા
જિદ્દી એવા કે, છેવટે અંગ્રેજ પણ હાર્યા.
એવા એ ખુશનસીબ કે, મુક્તિને લાવ્યા
એવા એ બદનસીબ કે, ગોળીએ માર્યા.
વેદાંન્તિઓ ગયા અને વેદાન્ત રહી ગયા.
રૂદનને કાજ ખૂણાના એકાન્ત રહી ગયા.
પ્યારા સ્વજન ગયા અને કલ્પાન્ત રહી ગયા.
બાપુ જતા રહ્યા અને સિદ્ધાન્ત રહી ગયા.
– જલન માતરી

તેમનો પરિચય આ રહ્યો
Like this:
Like Loading...
Related
dada, Dallas ma koi sahitya sabha chhe?
“બાપુ જતા રહ્યા અને સિદ્ધાન્ત રહી ગયા.”
સિધ્ધાંતને આચરનારા રહી ગયા હોય ક્યાંય તો એમને નમન.
એક સભામાં પ્રર્થનાઓમાં પ્રતિગ્ન્યા સૌ એ કરજો,
બાપુના આદર્શને જીવન માટે ધરજો;
આશીષ દેવો સૌ દેજો,
અમર એ સંત પુરુષ રહેજો.
આ શાયરને વંદન.
2018-03-26 11:37 GMT+05:30 સૂરસાધના :
> સુરેશ posted: “તા. ૨૫ માર્ચ, ૨૦૧૮ , રિચાર્ડસન, ( ડલાસ) , ટેક્સાસ
> ત્રણ સદગત કવિઓને શ્રદ્ધાંજલિ અને શબ્દાંજલિ અર્પવાનો સ્વર, સૂર અને સંગીતથી
> મઢેલો કાર્યક્રમ યોજાઈ ગયો. એનો અહેવાલ આપવાનું આ સ્થળ નથી. પણ એ કાર્યક્રમ
> દરમિયાન સ્વ. ‘જલન. માતરીએ ગાંધીજીના બલિદાનથી વ્ય”
>