સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

GIF – એક અવલોકન

bird

     કેવું સુંદર ચિત્ર? ફોટો અને ફિલ્મનો સમન્વય. નવી ટેક્નોલોજીની કમાલ. ટેક્નોલોજીની ભાષામાં કહીએ તો ઘણા બધા ફોટાઓ અને એ સતત બદલાતા રહે તેવો, ફરી ફરીને એમ ને એમ જ કર્યા કરતો – એ ફાઈલની અંદર જ સમાવેલો, નાનકડો સોફ્ટવેર.

     આ ચિત્રમાં  મુવી કેમેરાથી પાડેલા, ગણીને દસ ફોટા છે. સામાન્ય ફોટા કરતાં એ સાવ જુદી જ અસર આપણા મન પર ઉપજાવી જાય છે. પણ…

એ પક્ષી એ ફૂલ પરથી ઊડીને
ક્યાંય જઈ શકતું નથી.

મૂળ પક્ષી આમ સ્થગિત થઈ જવાનું
કદી પસંદ કરે ખરું? 

માટે તો આ અવલોકન સૂઝ્યું છે ! આભાર એ પક્ષીનો અને તેની ફિલ્લમ પાડનાર અજ્ઞાત ફોટોગ્રાફરનો.

અહીં પ્રસ્તુત વિચાર છે …

worry

        ઓલ્યા  ચિત્રમાં કેદ થઈ ગયેલા પક્ષી જેવી, મોટી મસ, કદી ન અટકે તેવી ચિંતા. 

    વીતી ગયેલી આપત્તિનો અથવા ‘ભવિષ્યમાં આવી પહોંચશે તો? ‘ – એવી કાલ્પનિક  આપત્તિનો, આપણા મનમાં સતત ચાલુ રહેતો, ફિલ્મ શો.

 •  વિચાર કરવાની
 • નિર્ણય લેવાની
 • કાર્યરત થવાની 
  • બધી શક્તિ હણી લેતો
  • રાતોની રાતો ઊજાગરામાં પડખાં બદલાવ્યા કરતો
  • કાળઝાળ ભોરિંગ

        શું એમાંથી છટકી, મુક્ત ગગનમાં મ્હાલવાનો, જીવનના ફૂલનો રસ માણવાનો, આખી રાત આરામથી નિંદર માણવાનો કોઈ માર્ગ જ નથી?

     અલબત્ત છે જ.

એની ઉપર વિચાર કરીએ તો?
અથવા એ વિચાર પંખીને
એના પિંજરમાંથી છોડાવીએ તો? 

worry_1

8 responses to “GIF – એક અવલોકન

 1. pragnaju માર્ચ 30, 2018 પર 4:19 પી એમ(pm)

  ડોંટ-વરી-બી-હેપી-એંડ-હેલ્ધી..
  ચિંતા મત કર નચિંત રહે, પુરનહાર સમર્થ,
  જલ થલમેં જો જીન હય, ઉનકી ગાંઠ ક્યા ગર્થ.
  તેં ઉભી કરેલી ચિંતા છોડી, નચિંત એટલે ચિંતા વગરનો થઈ જા. જો તારે બુદ્ધિ વાપરી સમજવું હોય તો તારી જાતે જોઈ લો કે પાણીમાં અને જમીન પર જેટલા જીવો રહેલા છે, તેમની પાસે કઈ સમૃદ્ધિ છે? છતાં તે બધાંને પુરૂં પાડવા વાળો તે સમર્થ પરમાત્મા બેઠેલો છે.
  ચિંતા ઐસી ડાકની, કાટ કલેજા ખાય,
  વૈદ બિચારા ક્યા કરે, કહાં તક દવા લગાય.
  ચિંતા એવી ડાકણ છે, કે જેને તે વળગેલી હોય તેના કલેજાને કોતરી ખાય છે. અર્થાત્ તનમનથી પાયમાલ થઈ જાય છે.
  .
  .
  .
  /
  .
  .
  .

  .

  તેવા ચિંતાના રોગીને બિચારો વૈદ કે ડોક્ટર ક્યાં સુધી અને કઈ દવાથી સારૂં કરી શકે?

 2. Vinod R. Patel માર્ચ 30, 2018 પર 8:22 પી એમ(pm)

  ચિંતાની ચકલી માથામાં માળો બાંધે એ પહેલાં એને ઉડાડી મુકવી એ સુખી થવાનો એક રસ્તો છે.

 3. સુરેશ માર્ચ 30, 2018 પર 8:27 પી એમ(pm)

  ચિંતા ન થાય એમ તો ન જ બને – એ તો આપણા સ્વભાવનો એક ભાગ છે. ચિંતા થાય ત્યારે જ એની નિવારણ માટે આયોજન કરવું પડે. આયોજન થાય તો જ અમલીકરણ થઈ શકે. વિકાસની આખી ક્રિયાના પાયામાં આ પ્રોસેસ હોય છે.
  પણ ચિંતા ભાર રૂપ ન બને એમ કરી શકાય. એના પિંજરમાં આપણે પૂરાઈ ન જઈએ એમ કરી શકાય.

  એને રચનાત્મક રૂપ આપવામાં જ કળા છે.

 4. મનસુખલાલ ગાંધી માર્ચ 31, 2018 પર 8:30 એ એમ (am)

  બહુ સરસ છે.

  મનસુખલાલ ગાંધી

  ________________________________

 5. La Kant Thakkar માર્ચ 31, 2018 પર 8:54 એ એમ (am)

  આજે શનિવારે ,રવિવારી મૂડનો અનુભવ થઇ રહ્યો છે ! એટલે “દિલ સે ….” “ચિંતા” ઉપર વિસ્તાર …

  .[૧] “….ડોંટ-વરી-બી-હેપી-એંડ-હેલ્ધી…..” આવું દૃઢ રીતે માનવું એ માટે મહા-પુરુષાર્થ કરી શકાય ને એમ વર્તી શકાય તો અતિ ઉત્તમ ! કે’વું ઈઝી -સહેલું-આસાન,કિન્તુ ,હકીકતે એ ભાગ્યેજ શક્ય બનતું હોય છે! બધો કમાંડ આપણે આપણા હાથમાં લઇ લેવાની વાત આતો ! તો, પછી , કર્માધીન વ્યવસ્થાનો છેદ ઉડી ન જાય?
  જે બળુકા સંજોગો- માથાભારે વ્યક્તિઓ,જોરદાર / વજનદાર વસ્તુઓ, વિપરિત નકારાત્મક વાઇબ્રેશન્વાળા સ્થળો સાથે પનારા પડે ,એ – હાંવી હોય તો? ચિંતા ન કરાવે ?, કેટલી હદે “બેલેન્સ ઓફ માઈન્ડ” જાળવી શકાય ? અને ગુસ્સો-ક્રોધ આવે ને ઘટે તે ચિંતાજનક નહીં
  [ઓલ્યા ચિત્રમાં કેદ થઈ ગયેલા પક્ષી જેવી, મોટી મસ, કદી ન અટકે તેવી ચિંતા.વીતી ગયેલી આપત્તિનો અથવા ‘ભવિષ્યમાં આવી પહોંચશે તો? ‘ – એવી કાલ્પનિક આપત્તિનો, આપણા મનમાં સતત ચાલુ રહેતો, ફિલ્મ શો. ].. સુ.જા.ના આ શબ્દો શું સૂચવે છે ? ભીતરની “ફીલિંગ/ સાચી ભાવ-દશા ” આ તો “જીવંત અનુભવ”ની વાત !!!
  { છતાં તે બધાંને પુરૂં પાડવા વાળો તે સમર્થ પરમાત્મા બેઠેલો છે.
  ચિંતા ઐસી ડાકની, કાટ કલેજા ખાય,
  વૈદ બિચારા ક્યા કરે, કહાં તક દવા લગાય.
  ચિંતા એવી ડાકણ છે, કે જેને તે વળગેલી હોય તેના કલેજાને કોતરી ખાય છે. અર્થાત્ તનમનથી પાયમાલ થઈ જાય છે….} -અહીં “ડાકની,” ને પરમાત્મા કરતાં વધુ બળુકી-પ્રભાવી ચીતરી નથી ?

  “…તેં ઉભી કરેલી ચિંતા ….” પ્રગ્નાજૂની વાતમાં તથ્ય છે જ ! જાજે અંશે આમ જ આપણે આપણી જન્મ-જાત-સ્વભાવની સહજ પ્રક્રિયા અંતર્ગત વર્તતા હોઈયે છીએ ને ? ખોટું હોય તો બોલો !

  [૨] Vinod R. Patel ની “ચિંતાની ચકલી ….”???!!! ભૌતિક અને અંદરુની માનસિકતા બે અલગ નહીં ? કહેવા માટે ઠીક, પ્રેક્ટીકલી “સ્વીચ ઓન ઓફ” એમ એટલી આસાન પ્રક્રિયા ક્યાં ,કેટલાને જામે??

  સુ.જા —|> [૩] “….ચિંતા ન થાય એમ તો ન જ બને – એ તો આપણા સ્વભાવનો એક ભાગ છે…….” સાચું જ .કુદરતી સહજ ઉત્પન્ન લાગણી -ભાવ ,એ અનુભવજન્ય ગૃહિત ધરેલી દ્રઢ આગ્રહ વાળી માન્યતાઓ[સાચી-કે-ખોટી] પર આધારિત ને મહદ અંશે “આપણા અહં” ને વધુ મહત્વ અપાઈ જતું હોય છે ! અને આપણા મત અનુસાર ન થતા ઘટના પ્રસંગો,અન્યના વ્યવહાર અલગ દિશાના હોઈ ટેન્શન -ચિન્તામાં પરીણમતા હોય છે , ,મચેલા યોગી સમ મનને કાબૂમાં રાખી શકનારા કેટલા? જૂજ ! જેનું માનસિક કાઠું મજબૂત હોય એવી વ્યક્તિ કદાચ એમ કરી શકે ! પણ આવું કવચિત જ બને ,હમેશાં નહીં . તમારા પોતાનાં છેલા ત્રણ મહિનાના જાત-અનુભવ પર ચિંતન કરી જોજો .
  [આયુષ્યના આ મુકામે, ચિંતા કરવાથી ફાયદો જણાય તો કરી લેવી !!!] અન્ય એક મત એ છ્જે કે ” જે છે ” તેની સાથે રહી જોવું, વિચલિત થયા વિના, તમારો સાક્ષીભાવ ” સુ.જા.” ! તમે કોઈની હાજરીમાં ખોટા ઠરો,સાબિત થાઓ , ત્યારે
  કઈ પ્રોસેસ આપણી અંદર ઘટતી હોય છે / એ પણ તપાસી જોવા જેવું છે હોં!
  “ચિંતા થાય ત્યારે જ એની નિવારણ માટે આયોજન કરવું પડે. આયોજન થાય તો જ અમલીકરણ થઈ શકે. ”
  ‘ સધ્ગુરુ જગ્ગી વાસુદેવ’ આને “ઇનર ઈન્જીનીયરીંગ” -સમજવાની સાધના કહે છે !

  શિવાની બેન ઘણું પ્રભાવી રીતે કે’ છે , ” સન્કલ્પબળની સિદ્ધિ પ્રાપ્ત લોકોની વાત ! પણ …. એ તો ભાગ્યશાળી કૃપા-પાત્ર “આત્માઓ’ માંના એક તમે હો તો …સરસ ભાઈ !આઈ એમ રીયલી પ્રાઉડ !!!
  આ એક તાજેતરના જાત-અનુભવ અને એક પ્રક્રિયામાંથી ગુજરી રહ્યો છું..એટલે વધુ જામ્યું! આભાર સુરેશભાઈ જાની . ( વિગતો અહીં સમાવી શકાય તેમ નથી) {“…બધી શક્તિ હણી લેતો,રાતોની રાતો ઊજાગરામાં પડખાં બદલાવ્યા કરતો,કાળઝાળ ભોરિંગ ! શું એમાંથી છટકી, મુક્ત ગગનમાં મ્હાલવાનો, જીવનના ફૂલનો રસ માણવાનો, આખી રાત આરામથી નિંદર માણવાનો કોઈ માર્ગ જ નથી? ” }- જેવુંજ કંઈક બન્યું…..

  અલબત્ત છે જ. [ હા છે જ ને !”રેકી” ની પ્રેક્સેટીસે અળગો થવામાં સહાય કરી ! ]

  • સુરેશ માર્ચ 31, 2018 પર 9:38 એ એમ (am)

   સૌના દિલની વાત. કોણ આ વ્યથાથી માહેર નહીં હોય? ખરેખર તો જીવનની આવી અવસ્થાઓનો શી રીતે પનારો પાડવો – એનું શિક્ષણ કોઈ નિશાળ કે કોલેજ આપતી નથી.
   કોઈ ચિંતા જ ન થાય અથવા માખીની જેમ એને ઊડાડી શકીએ – એ તો વિતરાગ અવસ્થા જ કહેવાય. એ સામાન્ય માણસોને માટે તો મોટે ભાગે દુર્લભ જ હોય છે.
   પણ મારા વ્હાલા ‘લઠ’એ કહ્યું એમ , એ વ્યથાનો ઓથાર હળવો કરવાની, એની તીવ્રતા ઘટાડવાની, એનું લંબાણ બહુ લાંબું ન ચાલે – એની રીતો છે. રેકી, વિપશ્યના, સુદર્શન ક્રિયા, પ્રેક્ષાધ્યાન, સામાયિક ક્રિયા ( આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન ) વિ.
   પદ્મ મુદ્રાનો લાંબો અભ્યાસ પણ આપણામાં રજકણ જેટલી નાની ચીજો માટે પણ કૃતજ્ઞતાનો ભાવ સહજ બનાવી આપે છે.
   —————

   અને સૌથી અગત્યની વાત કે આ બધી વાતો ચર્ચા કરવાની નથી – જાતે પ્રયત્ન કરી, અમલમાં મુકી , એનો અનુભવ લેવાની અને એના ફાયદાનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર કરવાની છે.
   અને એ ‘પોતીકા લાભની વાત ‘ સામાન્ય માણસ પણ કરી શકે છે.

   • La' Kant " કંઈક " માર્ચ 31, 2018 પર 9:27 પી એમ(pm)

    टुंकमां, पोते पोताना दागतर बनवुं पड़े, विशेषज्ञ एक्सपर्टनी मदद लेवी पण पड़े,’ ‘इनर इंजीनियरिंग’/ भीतरी मननी व्यवस्था, जे समजवी दुर्भर तो छेज! करीने,”अनुभव” लई प्रकृति-क्षमता सामर्थ्य नो उपयोग करी, जातने “जूनी आदतो बदलवानुं कष्ट” उठाववुं पड़े,-महा पुरुषार्थ द्वारा केळवीने,आ साधना-तप जेवुं खुद कराय तो ,बनी शके!
    इति अलम !

 6. readsetu એપ્રિલ 5, 2018 પર 1:43 એ એમ (am)

  એટલે તો કહ્યું છે, ‘ચિંતા ચિતા સમાન !’

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: