ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 639,818 લટાર મારી ગયા.
આજનો સુવિચાર( લેખકના નામ પર ‘ક્લિક’ કરી; આવા બીજા સુવિચાર મમળાવો.
- Walter Scott"Success - keeping your mind awake and your desire asleep."
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચયો
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
- ગુજરાતી વિશ્વકોશ જુલાઇ 22, 2022
પરમપૂજ્ય બા/બાપુજી

Join 421 other followers
Very interesting and informative
Sent from Yahoo Mail on Android
યાદ આવી ગઈ નવેમ્બર ૨૦૧૧ ની વિ.વિ. ની આ પોસ્ટ….
સફળ થવાનું રહસ્ય! કીડી જેવું મગજ કેળવો — એક પ્રેરણાદાયી લેખ.
https://vinodvihar75.wordpress.com/2011/11/04/%E0%AA%B8%E0%AA%AB%E0%AA%B3-%E0%AA%A5%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B0%E0%AA%B9%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%95%E0%AB%80%E0%AA%A1%E0%AB%80-%E0%AA%9C%E0%AB%87%E0%AA%B5/
હાલ પણ કીડી જેવું મગજ છે તામારું
ઇલેકટ્રીકલ ઇજનેરો નવાઈ પામે છે કે એક કીડી પોતાના શરીર કરતાં વધારે વજન ઉપાડવાની ક્ષમતા ધરાવે છે. આ ક્ષમતાને સમજવા, અમેરિકાની ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના ઇજનેરોએ, કોમ્પ્યુટર દ્વારા કીડીના શરીરના કેટલાક મોડલ તૈયાર કર્યા છે. કીડીના શરીરનું બંધારણ, એનાં અંગો કઈ રીતે ગોઠવાયેલાં છે અને એ કઈ રીતે કામ કરે છે, એ આ મોડલથી સમજી શકાય છે. તેઓએ ખાસ એક્સ-રે મશીન (માઇક્રો સીટી સ્કેન) અને એક કીડી ભાર ઉપાડે ત્યારે, એના શરીરમાં જે ઊર્જા ઉત્પન્ન થતી હોય છે, એ બંનેનો ઉપયોગ કરીને આ મોડલ બનાવ્યાં છે.
કીડીની શરીર રચનામાં, એની ગરદન ખૂબ મહત્ત્વની છે. કેમ કે, મોંઢામાં ઊંચકેલી વસ્તુનું બધું વજન ગરદન પર આવે છે. કીડીની ગરદનમાં આવેલી નરમ કોશિકાઓ, એની ગરદન અને શરીરને જોડે છે. આ રચના, આપણા બંને હાથની આંગળીઓ એકબીજામાં ભેગી કરી હોય, એવી દેખાય છે. એક સંશોધકનું કહેવું છે: “ગરદનના સાંધાના હલનચલન માટે, આ કોશિકાઓની રચના અને બંધારણ બહુ મહત્ત્વનું છે. ગરદનના સાંધામાં આવેલા નરમ ભાગ અને માથું તથા શરીરના કડક ભાગ જોડાઈને એક મજબૂત બંધારણ બનાવે છે. કીડીની ભારે વસ્તુ ઉઠાવવાની ક્ષમતા પાછળ આ એક મહત્ત્વનું કારણ હોય શકે.” સંશોધકો આશા રાખે છે કે, કીડીની ગરદનની રચનાની સ્પષ્ટ સમજણ તેઓને રોબોટિક મશીનના ક્ષેત્રમાં પ્રગતિ કરવા મદદરૂપ થશે.
વિચારવા જેવું: કીડીની ગરદનની આ જટિલ રચના શું પોતાની મેળે આવી ગઈ કે પછી એનો કોઈ રચનાર છે?રાજેન્દ્ર શુકલ
કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે?
મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે?
ઋતુઓનો રંગ શું છે, ફૂલોની ગંધ શું છે?
લગની, લગાવ, લહરો, આ હાવભાવ શું છે?
લયને ખબર નથી કૈં, આકાર પણ અવાચક,
શું છે રમત પવનની, ડાળીનો દાવ શું છે?
પર્વતને ઊંચકું પણ પાંપણ ન ઊંચકાતી,
આ ઘેન જેવું શું છે, આ કારી ઘાવ શું છે?
પાણીની વચ્ચે પ્રજળે, કજળે કળીકળીમાં,
એનો ઈલાજ શું છે, આનો બચાવ શું છે?
ચિંતા નથી કશી પણ નમણાં નજૂમી કહી દે,
હમણાં હથેળી માંહે આ ધૂપછાંવ શું છે?
કીડી | चीटियां | ants – કીડી દ્વારા ભાગ્ય ની જાણ …
Video for કીડી▶ 2:46
Dec 14, 2017 – Uploaded by gujju gyani
કી