એક સરસ ગઝલ શ્રીમતિ દેવિકા બહેને મોકલી અને ગમી ગઈ.

લગાવની વાત – passion ની વાત. અહીં પ્રયત્ન એનું રસદર્શન કરાવવાનો નથી. પણ ‘બ્લોગર’ હોવાના સબબે આ વાત બરાબર સમજાઈ ગઈ છે. બ્લોગિંગ એ લગાવની વાત છે. જીવનની ઘણી બધી બાબતો પણ લગાવની વાત હોય છે.
ખરું પુછો તો …
લગાવ વગર કશું થતું જ નથી.
નખશીશ, ગળાડૂબ ભૌતિકતામાં ડૂબેલો, અબજોપતિ માણસ હોય કે, પોતે જણેલા બાળક્ના પ્યારમાં ગાંડી ઘેલી બનેલી માતા હોય કે, કવિતા લખવામાં ખૂંપેલો અને ખુવાર થઈ ગયેલો માણસ હોય , અથવા ભીતરની ખોજમાં સંસાર ત્યજીને દૂર – સુદૂર એક ખૂણામાં ધ્યાન લગાવીને બેસેલ તપસ્વી હોય…
એકે એક જણ કાંઈક ને કાંઈક લગાવમાં ફસાયેલો હોય છે!
જે ક્ષણે આપણે આ જગતમાં આવીએ અને પહેલા શ્વાસ સાથે ચીસ પાડીએ , ત્યારથી આપણે જીવન સાથે બહુ જ ઊંડા પ્રેમમાં પડી જઈએ છીએ. એ બાંધે છે, ગૂંચવે છે, ઝાટકે છે, ખુવાર કરી દે છે – અને તારે પણ છે.
-
લગાવનો મહિમા
-
પ્રેમનો મહિમા
-
જીવનનો મહિમા
આપણે તો શું ? ત્રણ ત્રણ વાયુઓ પણ એમના પોતીકા લગાવમાં – એમની આગવી મોલેક્યુલર કેમિસ્ટ્રીની ખાનદાની રસમમાં લાગી પડેલા છે !

આ શિર્ષક પર ક્લિક કરો…
Like this:
Like Loading...
Related
આ જ તો ખરી મુસીબત છે ને ! એટલે સાક્ષીભાવ બહુ અઘરો છે !
2018-04-11 1:53 GMT+05:30 સૂરસાધના :
> સુરેશ posted: “એક સરસ ગઝલ શ્રીમતિ દેવિકા બહેને મોકલી અને ગમી ગઈ.
> લગાવની વાત – passion ની વાત. અહીં પ્રયત્ન એનું રસદર્શન કરાવવાનો નથી. પણ
> ‘બ્લોગર’ હોવાના સબબે આ વાત બરાબર સમજાઈ ગઈ છે. બ્લોગિંગ એ લગાવની વાત છે.
> જીવનની ઘણી બધી બાબતો પણ લગાવની વાત હોય છે. ખરું પ”
>
જીવનનો મહિમા સાથે મૃત્યુ-મરણ નો મહિમા પણ યાદ રાખવો જરૂરી !
Pingback: દેવિકા ધ્રુવ, Devika Dhruv | ગુજરાતી પ્રતિભા પરિચય