હરનિશભાઈ જાનીનું પુસ્તક ‘તીરછી નજરે અમેરિકા’ રામનવમીના બીજા દિવસે કૂરીઅર દ્વારા મળ્યું. એમાં રામનવમીનું શું? વિચાર તો મનેય નહોતો આવ્યો. પુસ્તક ખોલીને સાથે લઈ ગયો અને
આવતાંજતાં મેટ્રોમાં છ-સાત લેખ વાંચી લીધા. સૌથી પહેલાં મેં કુલ ૩૩ લેખોમાંથી ૩૨મો લેખ વાંચ્યો. અમસ્તા જ. બે-ત્રણ લેખ વાંચ્યા પછી પહેલા લેખ ‘પંચોતેરમા વર્ષે સમય-તંત્ર’ પર આવ્યો. લેખની નીચે તારીખ છે, ૧૩મી ઍપ્રિલ, ૨૦૧૬, પહેલું વાક્ય છે, “આ રામનવમીએ હું જીવનનાં પંચોતેર વરસ પૂરાં કરીશ.” મને થયું, તે પછી ૨૩ મહિને આવેલી રામનવમી, તો હજી ગઈકાલે જ ગઈ. ઓહો, આ તો સુખદ સંયોગ! સાતના અંકને આપણે શુભ માનીએ છીએ અને હવે હરનિશભાઈએ બે ૭ના અંક ભેગા કરી લીધા! અભિનંદન, હરનિશભાઈ!
આ પુસ્તક તમે હસવાનું ધારીને હાથમાં લો તો માનનીય શ્રી રતિલાલભાઈ બોરીસાગરની ચેતવણી છેલ્લા કવર પર સૌ પહેલાં વાંચી લેવી. “…હાસ્યરસનું પુસ્તક નથી, પણ હાસ્યકારનું પુસ્તક તો છે જ.” આ પહેલાં પણ હરનિશભાઈના એક પુસ્તક વિશે લખવાનો મોકો મળ્યો છે ત્યારે પણ મેં…
I am a big fan of Harnishbhai. His all books are full of humors. I am proud that a man from our hometown Rajpipla has become a great celebrity. I wish him a good health in the years ahead.
હરનીશભાઈની જાણીતી તીરસી નજરમાંથી જોએલા અમેરિકા અને વિશ્વ અંગેના અનુભવોના તારણ સમા એમના આ ત્રીજા પુસ્તક ને આવકાર. એમના પ્રથમ બે પુસ્તકો એવોર્ડ વિજેતા થયાં છે.એમનું આ પુસ્તક પણ એવોર્ડ વિજેતા બને એવી શુભેચ્છાઓ .