સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

મારો જીવડો ધીમે ધીમે બળે છે

મૂળ સર્જક અને સ્રોત – અજ્ઞાત અનુવાદક – બકુલા ઘાસવાલા

ક્યારેક ઘોર અંધકારઘેરી  અધરાત-મધરાતે
હું દરરોજ ધીરે-ધીરે અચેત થઈ રહેલા
મારા આતમરામની શોધ કરું છું
અને
જોઉં છું કે હવે કેટલા શ્વાસ બચ્યા છે!
દબદબાભેર ઝાકળની જેમ
જ્યારે પંચતારક જમણગૃહના દરવાજેથી હું સરકી જાઉં છું
અને
શાહી મહાભોજ લઈ તેનું ઋણમૂલ્ય ચૂકવું છું,
જે દરવાજે સલામ ભરતા દરવાનના માસિક દરમાયા જેટલું હોય છે!
ત્યારે
મારો જીવડો થોડો થોડો બળે છે!

અને આમ જીવડા બળવાના આવા થોડાક વધારે  પ્રસંગો અહી….

opinion_trigas

આ શિર્ષક પર ક્લિક કરો…

     પ્રિન્ટ મિડિયામાં, નેટ જગતમાં અને આ બ્લોગ ઉપર પણ આમ….. એસી વાળા, કુશાંદે કમરામાં, સુખદ આરામ આપતી, કદાચ સુંવાળી અને પોચી, એક્ઝિક્યુટિવ ખુરશીમાં બેસીને આપણો જીવડો બહુ બહુ બળતો હોય છે.

પણ…

   ઓલ્યા…. પોતડી પહેરેલા મહાત્માના ફોટાને હાર ચઢાવવાને બદલે, આપણામાંના કેટલા આમ જીવ બાળવાનું છોડી, અઠવાડિયે એક જ વાર કોઈકની આંતરડી ઠારવા માત્ર એક જ ટંકનું ભોજન આપવા તૈયાર છીએ?

પણ. છેક એમ નથી.

આવા અનામી જણ પણ્ હોય છે

One response to “મારો જીવડો ધીમે ધીમે બળે છે

  1. pragnaju મે 1, 2018 પર 7:34 પી એમ(pm)

    ક્યારેક ઘોર અંધકારઘેરી અધરાત-મધરાતે
    હું દરરોજ ધીરે-ધીરે અચેત થઈ રહેલા
    મારા આતમરામની શોધ કરું છું
    પોતાની પાસે સ્વતંત્ર પ્રકાશ છે, પરમ જ્યોતિસ્વરૂપ પ્રકાશ. તેમાંથી મિકેનિકલ ચેતન છે તેને પ્રકાશ આપી રહ્યું છે, અહંકારને કે તારે તે પ્રકાશમાં જે જે, જેટલું કરવું હોય તે કર વ્યવહારમાં. એ પ્રકાશમાં તને જ્યાં સુધી અનુકૂળ આવે ત્યાં સુધી આ પૌદ્ગલિક રમત રમ. કહે છે. આ ભૌતિક રમત રમ તું, તને અનુકૂળ આવે ત્યાં સુધી. અને તને ના પોષાય ત્યારે તું મારી પાસે આવજે. તો તને મારામાં સમાવી લઈશ. પણ જ્યાં સુધી પોષાય ત્યાં સુધી સંસાર કર કહે છે. એટલે દરઅસલ આત્મા પ્રકાશ જ આપે છે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: