સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

નિવૃત્ત થયા પછી

     ૨૦૦૦ પહેલાં આવો પોતીકો બ્લોગ હશે, એવો સ્વપ્નમાં પણ ખ્યાલ ન હતો. નિવૃત્ત થયા પછી ‘અમદાવાદના મારા ફ્લેટની નજીક આવેલા શરદ મહેતા પાર્ટી પ્લોટની બાજુના મ્યુનિ. બગીચામાં સમવયસ્કો સાથે બાંકડા પર બેસીને ગપસપ કરીશ.’ – એવો ધૂંધળો ખ્યાલ  હતો.

પણ નિયતિનો કાંઈક અલગ જ પ્લાન હતો!’

     ૧૭ વર્ષ વીતી ગયાં અને જીવન  એ મૂળ ધારણા કરતાં અનેક ગણું સભર બની ગયું. વતન ઝૂરાપાના રોદણાના સ્થાને ‘ કેટલું બધું કરવું છે, પણ સમય ઓછો પડે છે.’– એ માહોલનો સુભગ હાલ છે !

   આવી મારી એકલાની નિયતિ નથી. ઘણા બધા ૬૦+ વયસ્કો એ ‘હાલ’માં હાલ મશગૂલ બનીને મ્હાલે છે.

એનો એક સરસ ચિતાર નેટ મિત્ર શ્રી . વિજય શાહના સંકલનથી બનાવેલ ઈ-બુકમાં છે.  આ રહી એ …

Nivrutt

આ મુખ પૃષ્ઠ પર ક્લિક કરી એ ઈ-બુક માણો

3 responses to “નિવૃત્ત થયા પછી

 1. મનસુખલાલ ગાંધી મે 5, 2018 પર 10:26 એ એમ (am)

  બહુ લાંબી વાર્તા છે,વાંચતાં વાંચતાં પણ થાકી જવાય… થોડા પ્રકરણૉ વાંચ્યાં…હજી બધા પ્રકરણો વાંચવાના બાકી….

  ________________________________

 2. Vinod R. Patel મે 9, 2018 પર 11:32 એ એમ (am)

  Reblogged this on વિનોદ વિહાર and commented:
  સીનીયરો માટે ઉપયોગી ઈ-બુક ” નિવૃત્ત થયા પછી ”..

  નિવૃત થયા એટલે કમાવા માટેની રોજ બ રોજની પ્રવૃતિઓ અને વૃત્તિઓ લગભગ નહીવત થઇ જાય છે.મન ગમતી પ્રવૃત્તિમાં મન પરોવી ઘણું ઉપયોગી કામ આ સમયે થઇ શકે છે.એ કરવા માટે સમયની મૂડી હાથવગી હોય છે.

  નેટ જગતમાં જાણીતા સાહિત્ય મિત્ર શ્રી. વિજય શાહના સંકલનથી બનાવેલ ૬૦+ના નિવૃત વયસ્કોએ ખાસ વાંચવા જેવી ઈ-બુક
  ” નિવૃત્ત થયા પછી ”માં સીનીયરો માટે ઉપયોગી વાચન સામગ્રી બનશે.(રી-બ્લોગ માટે આભાર ..શ્રી સુરેશ જાની )

  વિનોદ પટેલ

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: