છે પ્રેમનો સવાલ, જરા તો નજીક આવ !
ઊભી ન કર દીવાલ, જરા તો નજીક આવ !
આખી ગઝલ અહીં
સરસ ગઝલ , સરસ શબ્દો.
પ્રેમ સંબંધ હોય તો પણ અંતર હોય છે – એની વ્યથા. સૌની એ કથા. બધે આમ જ બનતું હોય છે. વિજાતીય પ્રેમ સંબંધ હોય કે બે મિત્રો વચ્ચેનો – એ બહુ ટકતો નથી હોતો. આમ તો આપણે ઘેરથી મિત્રોને શોધવા જ નીકળતા હોઈએ છીએ. પણ કોણ જાણે કેમ ? – દુશ્મની દ્વાર ઠોકતી ઘુસી જતી હોય છે.
કશું જ અંતર ન રહે – તેવો પ્રેમસંબંધ પ્લેટોનિક જ હોય છે, લયલા- મજનૂ કે હીર રાંઝા કથાઓમાં જ રહેતાં હોય છે. સામાન્ય જીવનમાં લગ્ન પહેલાં જે સ્વર ઘંટડી વાગતી હોય તેવો મધુર લાગતો હોય છે – એ મોટા ભાગે કર્કશ અને માંગણીઓથી ઘોંઘાટિયો કેમ લાગવા માંડે છે? કેમ નાની નાની વાતો પર ઘેર ઘેર યુદ્ધો ખેલાય છે? બેડરૂમ ડિપ્લોમસી ! કેમ પ્રસન્ન દામ્પત્ય જવલ્લે જ જોવા મળે છે?
કદાચ એમ હશે કે, આખો સમાજ પ્લેટોનિક બની જાય તો કોઈ વાર્તા કે કવિતા લખાય જ નહીં !
ખેર…
જે છે તે આ છે!
Like this:
Like Loading...
Related
ટાઢક વળે છે દિલને મહોબતની આગથી;
જોવાને એ કમાલ, જરા તો નજીક આવ !
.
– વારંવાર કહેવાઈ ગયેલી વાતની સુંદર પુનરોક્તિ…જ્યારે દૂર દેશે જવાનો સમય થઈ ગયો હોય અને પ્રિયજન પાસે ન હોય, ત્યારે દિલ જે વ્યથા અનુભવે તેનો સુંદર ચિતાર કવિએ અહીં આપ્યો છે.
એક સુંદર ગઝલ!
નજીક હોંઉ કે ન હોંઉ તું દૂરથી પ્રેમ જતાવ
તારી ગેરહાજરીમાં પણ તું દૂરથી પ્રેમ જતાવ
જ્યારે પ્રિતમ દૂર હોય કે નજીક તેની ઉષ્મા અનુભવાય તેને પ્રેમ કહેવાય !