આજના ઈમેલમાંથી મળેલી ગમી ગયેર્લી કવિતા…
આપણામાંથી કો’ક તો જાગે-
કો’ક તો જાગે !
**
હાય જમાને
ઝેરને પીધાં, વેરને પીધાં,
આધીનનાં અંધેરને પીધાં,
કૈંક કડાયાં કેરને પીધાં-
આજ જમાનો અંતરાશે
એક ઘૂંટડો માગે –
સાચ-ખમીરનો ઘૂંટડો માગે :
આપણામાંથી કો’ક તો જાગે !
**
સોડ તાણી સહુ આપણે સૂતાં,
આપ ઓશીકે આપણાં જૂતાં,
ઘોર અંધારાં આભથી ચૂતાં-
ઘોર અંધારી રાત જેવી
ઘનઘોર તવારીખ સોરવા લાગે-
આપણામાંથી કો’ક તો જાગે !
**
કોઈ જાગે કે કોઈ ના જાગે
કોઈ શું જાગે ?
તું જ જાગ્યો તો તું જ જા આગે-
આપણામાંથી તું જ જા આગે….
– વેણીભાઈ પુરોહિત

આ લોગો પર ક્લિક કરી નવો અંક વાંચો….
જાગૃત થવાની વાત, અંધકાર સાથે ઝઝૂમવાની વાત……
અને…
Like this:
Like Loading...
Related
Thanks for Sharing Nisyandan’s link…
All issues of this E-Magazine id available on our website : http:// yogish.co.in