
પ્યારો હરનિશ જાની તાળી દઈને રવાના થઈ ગયો પણ તેનો હસતો ચહેરો,નામ,વાગપટ્ટુતા અને અજોડ વિનોદ વાતો અને લખાણો કાયમ આપણી પાસે જમા રાખી ગયો. નામ જાની પણ રહ્યો દિલોજાન જાની. ઊપરવાળાને પણ હસાવીને પેટ દુખાડતો હશે.પણ તે સારી કંપનીમાં હશે જેવાકે બકુલ ત્રિપાઠી ,કિશોર રાવળ, વિનોદ ભટ્ટ વિગેરે , આપણને યાદ કરતો હશે. આ વાંચતા હેડકી આવે તો માનજો કે, તે આપણને અને કુટુંબીજનોને યાદ કરતો હશે. વર્ષો પહેલાં પહેલી મુલાકાતમાં પાંચ જ મિનિટમાં લાગ્યું કે આતો જૂનો ગોઠિયો મળ્યો.
સ્નેહી હંસાબેન અને પરિવાર, આ ખોટમાં અમે સૌ ભાગીયા છીએ; પણ હરનિશના વિયોગની દિલગીરી કેમ છુપાવાય? પણ તેને તો ઈશ્વર હસતો અને હસાવનારો જ રાખશે.

વર્ષો પહેલા તેનો એક હાસ્ય લેખ વાંચીને એક લગાર વિનોદાત્મક પ્રશસ્તિ દ્વારા દાદ આપી હતી; તે ફરી રજૂ કરું છું. આમ તો તે હતી – એક વિનોદાત્મક પ્રશસ્તિ; પણ બની તે હવે હરનિશની અલવિદા (ઓગસ્ટ ૨૦,૨૦૧૮)
” જેવા-તેવા પણ હરનીશ જાની”
॥अतः श्री हरनिशं स्तोत्रं ॥
જે સુધનરાયના ગુણવાન છે
જે પામ્યા સુશિલમાનો સદાચાર
જે હંસાવતિના ભરથાર છે
જય હો, જય હો
જે રાજપિપળાના જાગિરદાર છે
જે મિત્રમંડળમાં નમુનેદાર છે
જય હો, જય હો
જેનુ જીવન જોરદાર છે
જેનુ કવન મજેદાર છે.
જેની જબાન ધારદાર છે
જય હો, જય હો
જે કલમના કસબદાર છે
જે પ્લાસ્ટિક વિદ્યાના જાણકાર છે
જય હો,જય હો
જે અસલી વ્યંગકાર છે
જે છુપા ચિત્રકાર છે
જે સભાગારના સુત્રધાર છે
જય હો, જય હો
કહે કકુરાસ્વામી *
જેના ઉપરોક્ત થયાં ગુણગાન,
તેવા હરનિષ જાની અહર્નિષ રહો.
ફલાદેશ: આ વ્યંગાર્થના જે જે ગાશે તે તે મનભર ખાજા ખાશે
॥ ईति हर्निशम स्तोत्रम सम्पुर्णं ॥
હરનિશના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંન્તિ અર્પે!
* કનક કુમાર રાવળ

સસ્નેહ – કનકભાઈ
પોર્ટ્લેંડ, ઓરિગોન બુધવાર, 12 ડિસેમ્બર 2007″
હરનિશભાઈના કુટુંબીજનો ( ફોટો સૌજન્ય – ડો. રાજેન્દ્ર ત્રિવેદી )

Like this:
Like Loading...
Related
થયાં ગુણગાન,
તેવા હરનિષ જાની અહર્નિષ રહો.