ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 639,818 લટાર મારી ગયા.
આજનો સુવિચાર( લેખકના નામ પર ‘ક્લિક’ કરી; આવા બીજા સુવિચાર મમળાવો.
- Walter Scott"Success - keeping your mind awake and your desire asleep."
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચયો
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
- ગુજરાતી વિશ્વકોશ જુલાઇ 22, 2022
પરમપૂજ્ય બા/બાપુજી

Join 421 other followers
આદરણીય સુરેશભાઈ,
‘નેત્રદાન – એક પ્રેરક કીસ્સો’ને આપના બ્લૉગ ‘સુરસાધના’ પર શેર કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર..
..ગો. મારુ
સુરેશભાઈ,
મારા મમ્મીને ડાયાબીટીસને કારણે કીડની ફેઇલ,લકવા વગેરે થયેલો.મે મારા ભાઇને કહ્યુંકે તુ એમને સમજાવ કે એમની આંખો બહુ સારી છે તો આપણે ડોનેટ કરીએ, એક અઠવાડિયા પછી મેં ભાઇને પૂછ્યું તો કહે મે નથી પૂછ્યું તૂ જ વાત કર. મેં કહ્યું તો ના પાડી. મે એમને સમજાવ્યા કે તમારાથી ચાલતુ નથી, તમને કોઇ પગ આપે અને તમે ચાલતા થાઓ તો તમને કેટલો આનંદ થાય? એમ જેને આ દુનિયા જોઈ જ નથી, આંખો ન હોવાને કારણે પોતાના સ્વજનોને નથી જોયા, જે ભણી નથી શકયા તેમજ અનેક લાભોથી વંચિત છે , એવા કોઇકને આ બધા લાભો મલી શકે તેને અને તેના પરિવારને કેટલો લાભ થાય? અંતે માની ગયા.
જયારે એમના મૃત્યુ પછી બે જણને દ્રષ્ટિ મલી એવો પત્ર મલ્યો ત્યારે મારે ઘેર પુત્રજન્મ થયા કરતાં યે વધારે આનંદ મને થયો અને રીતસર મારાથી રડી પડાયું હતું. 1993ની આ હકીકત. હજુયે એ પત્ર મેં સાચવી રાખ્યો છે. સાથે મે પણ નેત્રદાન માટે નામ નોંધાવી દીધું.