"બેઠક" Bethak
વોલમાર્ટમાંજીવનનુંએકદર્શન.
હજુ ગઈકાલની જ વાત છે. રોજના નિત્ય ક્રમ મુજબ હું વોલમાર્ટના આગળના દરવાજાની નજીક આવેલા બાંકડા પર બેઠો હતો. રોજ તો ચારેય દિવાલની જેટલા નજીક જવાય તેટલા જઈ; પૂરા ચાર આંટા મારવાનો નિત્યક્રમ બે એક મહિનાથી જળવાયો છે. મારી પત્ની શોપિંગ કરે અને હું આમ જાતે આપી દીધેલી, વિના પગારના વોચમેનની નોકરી કરું!
પણ ગઈકાલે સવારે કોઈક કારણસર પગમાં થોડોક ઝટકો આવ્યો હતો. આમે ય થોડોક નબળો એવો જમણો ઢીંચણ સહેજ દૂખતો હતો. આથી એક જ રાઉન્ડ માંડ માંડ પતાવી, દુખાવાને વધારે વકરતો અટકાવ્યો હતો. આટલી મોટી જગ્યામાં જ્યોતિને ખોળીને શી રીતે વહેલા પતાવવાની સૂચના આપવી? એટલે ‘ટાઈમ પાસ’ પ્રવૃત્તિ માટે મારી પાસે હમ્મેશ હાજર રહેતા બે કાગળમાંથી ઓરિગામીનાં મોડલ બનાવવામાં હું મશગૂલ હતો. એક કાગળમાંથી ખુરશી બનાવી દીધી હતી, અને બીજા કાગળમાંથી મારું મનપસંદ મોડલ ‘વાઇકિંગ હોડી’ બનાવી રહ્યો હતો.
એટલામાં મને આભાસ થયો કે, કોઈ મારી સામે ઊભું છે. મેં…
View original post 339 more words
wonderful
Sent from Mail for Windows 10
પરમ સ્નેહી શ્રી સુરેશભાઈ! આપની સાથે કાર્ય કરવામાં જે ખુશી મને મળી છે, તે અવર્ણનીય છે. આપની સાથે અંગત મુલાકાતોમાં વિચાર વિનિમયની તકો મળી છે, તેની તો વળી વાત જ શી કરવી!
આપની વિસ્તૃત નેટ પ્રવૃત્તિ વિસ્તરતી જ જાય છે અને આપની સંકલન પ્રવૃત્તિ પણ નવી ઊંચાઈએ પહોંચેલ છે. આમ છતાં મને કાંઇક ખૂટતું લાગે છે. આપ સાથેની અંગત ગોષ્ઠિમાં જે મેં એક ‘સ્પાર્ક’ જોયો છે તે હજી મને છૂપાયેલ લાગે છે.
આપની પહેલાની માન્યતાઓ, દીપકભાઈની સત્સંગસભામાં હાજરી અને પછી આપની પલટાયેલ મનોભાવનાઓ કદાચ મેં જેટલી નોંધી છે, તે બીજા મિત્રોએ નથી નોંધી. ભલે આપણે બહુ ઓછી વાર અને ઓછા સમય માટે મળતા રહ્યા છીએ, તેમ છતાં મેં આપના મનોરંગોને બહુ અંગત રીતે સ્પર્શ્યા છે.
મિત્રભાવે એક સૂચન કરું, મારા મિત્ર? આપ સર્જન ક્ષેત્રે થોડો વધારે સમય ફાળવો. આપ પોતાનું લેખન કાર્ય હજી ઑર વિકસાવો. આપનામાં અખૂટ વિચાર શક્તિ પડેલ છે. વિજ્ઞાન અને અધ્યાત્મના સુભગ સમન્વયથી આપ અંગત અનુભવો અને અંગત વિચારોને સચોટતાથી વાચકો સમક્ષ મૂકી શકો છો, સુરેશભાઈ! ખરેખર મારે ઇ મેઇલ દ્વારા આ વાત આપને કહેવી હતી, પણ ઝાઝેરા વાચકોના હિતમાં આ કોમેન્ટ સ્વરૂપે જાહેરમાં મૂકું છે.
આપે મારા પર અખૂટ સ્નેહભાવ વરસાવ્યો છે, તો આપ મારી વાતને અવશ્ય ગંભીરતાથી લેશો તેવો વિશ્વાસ છે.
શુભેચ્છાઓ!