સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

હિંગ અને વિટામિન– અફલાતૂન તબીબ, ભાગ -૧૮

‘અફલાતૂન તબીબ’ શ્રેણીના
બધા લેખ વાંચવા અહીં ‘ક્લિક’ કરો.

સાવ વિચિત્ર અને અરસ્પર વિરોધી લાગે તેવું શિર્ષક છે ને?
હા. પણ ‘એમ કેમ છે?’ એની વિગતમાં જતાં પહેલાં આ લખનારની ભૂતકાળની તવારીખમાં થોડુંક ડોકિયું કરી લઈએ. ૧૯૬૨ની સાલમાં શરૂ થયેલી એ તવારીખમાં ૧૯૭૬, ૨૦૧૬ અને ૨૦૧૭ની સાલની ઉત્તરોત્તર વધતી ગયેલી ઊંટાટિયા/ દમની તકલીફ અને માતા અને બે મામાઓની એવી તકલીફો સામેલ છે. પણ એ બધી વેળાઓને હવે શીદ યાદ કરવી? સહેજ શ્રમ પડે અને શ્વાસ ચઢી જાય, એ વાસ્તવિકતા જીવનનો એક ભાગ બની ગઈ હતી અને અંતે હળવી કક્ષાના દમના નિદાન સાથે, એની સાથે શેષ જીવન ગુજારવાની માનસિક તૈયારી કેળવવી પડી હતી.
મે-જુનની અમદાવાદની મુલાકત દરમિયાન લગભગ રોજ અડધો કલાક ચાલવા જવાની ટેવ જળવાઈ હતી, પણ થોડુંક ચાલ્યા પછી, પા અડધી મિનિટ ઊભા રહેવું જ પડતું.
અહીં પાછા આવ્યા પછી, ત્રીજા દિવસે સાંજે બહાર ચાલવા જવા મન થયું અને ઉપરના ચિત્રમાં બતાવ્યા મુજબ ઘરથી (૧) નંબરની જગ્યા સુધીનું અંતર ચાર વખત, ઊભા રહી , શ્વાસ ખાઈ માંડ કપાઈ શકાયું. આગળ જવાની તો સહેજ પણ હિમ્મત થઈ ન હતી.
પણ એમ છેક હાર તો કેમ મનાય? આથી મે-જૂન, ૨૦૧૯ની દેશ મુલાકાતના અંતે સ્વજન જેવા શ્રી. જયેન્દ્ર રહેવરે સાવ સહજ રીતે સૂચવ્યું હતું કે, “રોજ સવારે નયણા કોઠે, સશેકા પાણી સાથે હિંગ લો તો?”
આમાં ખાસ તકલીફ ન હોવાથી ૧૭ જૂનથી એ પ્રયોગ શરૂ કર્યો હતો. માંડ સાતેક દિવસ એ પ્રયોગ ચાલુ રાખ્યો અને રોજ ઉપરનું અંતર બેળે બેળે કાપવાનો નિર્ધાર.
અહો! આશ્ચર્યમ્ ! વચ્ચે માત્ર ત્રણ જ જગ્યાએ એકાદ મિનિટ રોકાઈને (૨) નંબરના સ્થાન સુધી પહોંચી શકાયું છે!

અને વિટામિનની વાત?

વિટામિનની ચાર ગોળીઓ લેવાની રસમ દેશની એક મહિનાની મુલાકાત દરમ્યાન મોકૂફ રાખી હતી. પણ ઉપર જણાવેલ પહેલા અનુભવ પરથી એમ થયું કે, એ રસમ પાછી શરૂ કરવી સારી. આથી એ નીરાશાજનક અનુભવ પછી, ૧) B12, 2) D3, 3) Calcium ane 4) General purpose Vitamins for men above 50 લેવાનું પણ શરૂ કર્યું હતું. પણ એ લેવા છતાં ભુતકાળમાં શ્વાસની તકલીફ તો કાયમ હતીજ. હિંગના પ્રયોગથી એ તકલીફ દૂર તો થઈ,

પણ……
શરીરમાં જણાતી અશક્તિ કદાચ વિટામિનો શરૂ કરવાના કારણે દૂર થઈ છે – એમ મારું માનવું છે. .

અરસ્પર વિરોધી લાગે તેવા આ બે અનુભવ તમને કેવા લાગ્યા?

4 responses to “હિંગ અને વિટામિન– અફલાતૂન તબીબ, ભાગ -૧૮

 1. pragnaju જૂન 30, 2019 પર 7:46 એ એમ (am)

  ‘ ૧) B12, 2) D3, 3) Calcium ane 4) General purpose Vitamins for men above 50 લેવાનું પણ શરૂ કર્યું હતું. પણ એ લેવા છતાં ભુતકાળમાં શ્વાસની તકલીફ તો કાયમ હતીજ. હિંગના પ્રયોગથી એ તકલીફ દૂર તો થઈ,પણ……શરીરમાં જણાતી અશક્તિ કદાચ વિટામિનો શરૂ કરવાના કારણે દૂર થઈ છે – એમ મારું માનવું છે.’
  પેટને બીજું મગજ કહે છે તેમા અપચા માટે હીંગ્વાષ્ટક અમારા ઘરમા સૌનુ માનીતું હતું.પેટમા દુઃખે તો ડુંટીમા હિંગ ભરવાની પ્રથા હતી.બાકી વઘારમા તો ખૂબ જરુરી…
  અમારી દીકરીને લેબ.ટેસ્ટની વાતે અગત્યની વાત કરી કે અહીં ટેસ્ટ એટલા મોંઘા છે કે તેઓને આ બધી દવાઓ આપવી સારી પડે અને ચાલવાની વાતે અમારે રસ્તા પર ચલવાની બંધી હતી…ચાલવા માટેની જગ્યાએ જ ચાલવા જતા !
  અક્સ્માત બાદ બીજી ફીકર ખરાબ હવામાનની રહેતી.નળના પાણીએ કોગળા કરવાની મનાઇ
  પણ એકવાતે આફ્રીન …’ કે અમને આત્મિયતા જેટલી મળે તેટલી ક્યાંય ન મળે…!

 2. વિનોદ પટેલ જૂન 30, 2019 પર 12:14 પી એમ(pm)

  હિંગ પેટની તકલીફ માટે ઉત્તમ ગણાય છે.નાનપણમાં મારાં માતા આ ઉપાય હંમેશા બાળકોની પેટની તકલીફ માટે કરતાં હતા. એકલા હિંગની ફાકીને બદલે ગોળ સાથે લેવાનું સારું છે. એનાથી હિંગ અને ગોળ એમ બન્નેના ગુણો સાથે કામ કરે છે અને સાથે હિંગ લેવાનું પણ સરળ બને છે. શ્વાસની તકલીફ માટે હિંગનો આપનો અનુભવ ઘણા વાચકોને મદદરૂપ થઇ શકે.
  મને ઘણી વાર પેટમાં તકલીફ જેવું લાગે તો અજમાની ફાકી કરવાથી રાહત રહે છે. એટલે પેટની તકલીફ માટે હિંગ સાથે અજમો લેવાનો ટ્રાય કરવા જેવો મને જણાય છે.એમાં કોઈ નુકસાન નથી.

 3. mhthaker જુલાઇ 1, 2019 પર 7:29 એ એમ (am)

  you have given good idea to use hing for trouble of gas etc with expert opinion further added thx for sharing

 4. mhthaker ઓક્ટોબર 14, 2019 પર 1:39 એ એમ (am)

  yesterday i had been to khadi gramodyog exhibition in Mumbai – where from Rajstan there was hing vati- one has to keep in mouth not crush but let it melt with saliva- found really good and gas releaving, another was methi pachak made with many other ingredients that also very useful, so such deshi nuskha are really useful for stomach gut bacterias.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: