સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

2AB

ગુજરાતી લેખ પર અંગ્રેજીમાં અને ગણિતને લગતું શિર્ષક? હા! સકારણ. થોડાક દિવસ પહેલાં એક મિત્રે માનનીય પ્રધાનમંત્રી શ્રી. નરેન્દ્ર મોદીએ આપેલ એક વ્યાખ્યાનનો વિડિયો મોકલ્યો હતો.

      તેમને જે વાત કહેવી હતી એની પુષ્ટિ માટે, તેમણે ગણિતના નીચેના સમીકરણનો એમાં ઉપયોગ કર્યો હતો.

     અહીં જે વાત કરવાની છે તે પણ તેમના મનની વાત જ છે! તેમણે આ સમીકરણનો ઉપયોગ ‘સહકાર’ની ભાવના અને ફાયદાને ઉજાગર કરવા અને  એનો પ્રસાર કરવા કર્યો હતો.  

     જો એકલો A કે  B  વૃદ્ધિ પામે તો તેનો વર્ગ થાય. પણ જો એ બે જણ મળીને, એકમેકના સહકારથી વિકાસ કરે તો  2AB  નું બોનસ એમાં ઉમેરાય. તેમના વિચારને આગળ ધપાવતાં …

      આમ સહકાર ઉત્તરોત્તર વધતાં ‘બોનસ’ વધારે ને વધારે વધતું જાય; એ વાત સાવ સ્પષ્ટ બની જાય છે.

   આપણે સૌ આપણા અંગત વિકાસને લક્ષ્યમાં રાખીને જ જીવન વ્યતિત કરવા, પ્રગતિના સોપાને આગળ ધપવા ટેવાયેલા છીએ. પણ કોઈ સમાજે સાગમટી હરણફાળ ભરવી હોય તો સહકારના  મહત્વને સ્વીકારવું, આત્મસાત કરવું જ રહ્યું.

     બીજા વિશ્વયુદ્ધમાં સાવ પાયમાલ થઈ ગયેલા જર્મની અને જાપાને જે અદભૂત વિકાસ સાધ્યો છે, તેમાં તેમના રાષ્ટ્રીય ખમીરનો તો આપણને પરિચય થઈ જ જાય છે, પણ અમેરિકાએ તે  માટે આપેલ સહકાર પણ પ્રસ્તુત બની જાય છે.

   જો ભારતે  વિશ્વસત્તાઓની હરોળમાં પ્રવેશ કરવો હોય અને

‘वसुधैव कुटुम्बकम् ‘   

અને આધ્યાત્મિક જીવન શૈલીની ભાવનાને વિશ્વવ્યાપી બનાવવી હોય તો 2AB  સમજવું પડશે; અપનાવવું પડશે.

2 responses to “2AB

  1. વિનોદ પટેલ ઓક્ટોબર 13, 2019 પર 9:32 પી એમ(pm)

    .ન. મો. ”મન કી બાત ”માં ખરું શોધી લાવતા હોય છે. અમેરિકન પ્રુમુખ રૂઝવેલ્ટ ની ‘FIRE SIDE TALKS ” ની યાદ તાજી થાય છે.

  2. mhthaker ઓક્ટોબર 14, 2019 પર 1:42 એ એમ (am)

    best definition of co-operation with mathematical equation thx

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: