સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

આનું નામ છે….. સાચી માનવસેવા

સાભાર – શ્રી. જગદીશ દફ્તરી
ફોટા માટે – ‘આપણું ભાવનગર’

તમે માનશો નહી; ભાવનગરની સિવિલ હોસ્પિટલ કરતા એક ગામડાની હોસ્પિટલમાં રોજની OPD [આઉટ પેશન્ટ ડીપાર્ટમેન્ટ] 1000  થી વધુ થાય છે. રોજના 25 થી વધુ ઓપરેશન થાય છે. સુરતમાં 500 કરોડ કરતા વધુ ખર્ચથી બનેલી કિરણ હોસ્પિટલ કરતા પણ વધુ OPD થાય છે. સુરતથી રોજના અસંખ્ય દર્દીઓ આ ગામડાની હોસ્પિટલમાં સારવાર માટે આવે છે.

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામની નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલની આ વાત છે. આ હોસ્પિટલની વિશેષતા શું છે? અહીં સર્જરી થાય છે. પ્રોસ્ટેટ/થાઈરોઈડ/એપેન્ડિક્સ/આંતરડા, નાક, કાન, ગળા/સીઝેરિયન/મોતિયા/ઝામર/ઓર્થોપેડિક/મણકા/ફેફસા/ગર્ભાશયની કોથળી વગેરે.

સુવિધાઓ શું છે? 24 કલાક ઈમરજન્સી સારવાર/અધ્યતન લેબોરેટરી/ફીઝિયોથેરાપી/ફેકો મશીન/ફિટલ ડોપ્લર/ઓટો રીફેક્ટોમીટર/લેસર મશીન/નવજાત બાળકો માટે વોર્મર/ ડિજિટલ એક્સ-રે/ડેન્ટલ એક્સ-રે/ટોનીમીટર/કલર ડોપ્લર/ઈકોકાર્ડિયોગ્રામ/TMT [ટ્રેડમિલ ટેસ્ટ]/હાર્ટએટેક માટેની થ્રોમ્બોલિસિસ – ડીફ્રિબ્રીલેશન; મોનિટરિંગ વગેરેની સુવિધા.

તમે નહી માનો; આ હોસ્પિટલમાં કેશ કાઉન્ટર જ નથી. ધર્મ/જ્ઞાતિ/જાતિના ભેદભાવ નહી; માત્રમાનવસેવા. સારવાર મફત. દવાઓ મફત. જમવાનું મફત. ઓપરેશનનો પણ કોઈ ચાર્જ નહી. દર મહિને 50 લાખનો ખર્ચ થાય છે. આ આરોગ્યધામ 9 જન્યુઆરી, 2011 માં 5 કરોડના ખર્ચે બન્યું. 

આનો વિચાર 2005 માં શિવરાત્રિના દિવસે ઢસા ખાતે સ્વામી નિર્દોષાનંદજીને આવ્યો. તેમ ણે જોયું કે પૈસાના અભાવે દર્દીઓના મોત થાય છે. તેમણે 8 વ્યક્તિઓનું ટ્રસ્ટ બનાવ્યું. પાસે એક રુપિયો નહી. નિર્દોષાનંદજી પૈસાને સ્પર્શ ન કરે. લાકડી અને કમંડળ તેની સંપતિ. સ્ટ્રસ્ટીઓ મૂંઝાય. નિર્દોષાનંદજીને પૂરો આત્મવિશ્વાસ; કહે : ‘માનવતા મોટી છે, થઈ જશે. માનવસેવા જ પ્રભુસેવા. દર્દી દેવો ભવ !”

નિર્દોષાનંદજીની સુવાસ તો જૂઓ – શરુઆતમાં જ 4 કરોડનો ફાળો થયો. દાતાઓ પણ કેવા? 2011 થી ખીમજીભાઈ દેવાણી દર મહિને 5 લાખ આપે છે. 13 આજીવન દાતાઓ છે; જે દર મહિને 1 લાખ આપે છે. બીજા પણ દાતાઓ છે. 31 ઓક્ટોબર, 2019 ના રોજ ભોજનાલયનું ખાતમુહૂર્ત છે; જે 4 કરોડના ખર્ચે તૈયાર થશે; તેના દાતા છે – ધનસુખભાઈ દેવાણી; એકલા જ. આ હોસ્પિટલને 9 વર્ષ એટલે કે 3000 દિવસ થયા; તેની ઊજવણી છે. અત્યાર સુધીમાં 14,36,257 OPD સારવાર; 37,453 સર્જરી; 5,84,437 અન્ય વિભાગોમાં સારવાર; 6,418 પ્રસૂતિઓ; 7,381 મોતિયા/ઝામર/વેલના ઓપરેશન અને 21,02,800 ભોજનાર્થીઓ

દર્દીઓને સવાર-સાંજ ગાયનું તાજું દૂધ. સગર્ભા મહિલાઓને શુદ્ધ ઘીની સુખડી અને ઓસડિયાયુક્ત પાક. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી નિર્દોષાનંદ સ્વામીજીને દિલથી નમન. તેમણે દર્દીઓને દેવ માની સાચી ભક્તિનું ઉદાહરણ સમાજને આપ્યું છે. તેઓએ ધાર્યુ હોત તો બહુ મોટું મંદિર કે આશ્રમ બાંધી શક્યા હોત. ભક્તોના દાનમાંથી ભોગ વિલાસ અને વૈભવી સુવિધાઓ ભોગવી શક્યા હોત. પણ ના, એમનું સાદું, સરળ ને શિવ પરાયણ જીવન હતું. તેમના જીવનમાંથી મારે, તમારે, કથાકારોએ બાપુઓએ, સ્વામીઓએ, દાદાઓએ, દીદીઓએ, ગુરુદેવોએ, ગાયકોએ, સાહિત્યકારોએ, સંતો, મહંતોએ પ્રેરણા લેવી જોઈએ. માત્ર મીઠી મીઠી ને સારી સારી વાતો કરવાથી કાંઈ ભગવાન રાજી નહી થાય, દેશ આગળ નાઆવે. તમારી નજીક કોઈ દર્દી સારવારના અભાવે મૃત્યુ ન પામે; એટલી તકેદારી લેશો.

8 responses to “આનું નામ છે….. સાચી માનવસેવા

 1. Anila Patel ઓક્ટોબર 31, 2019 પર 9:57 એ એમ (am)

  ખૂબ જ ઉમદા કાર્ય. જે લોકોના જીવન સુધારે તેનું જીવન ઈશ્વર સુધારે.
  આવું ભગીરથ કાર્ય ઈશ્વરનો ફરિશ્તોજ કરી શકે.

 2. mhthaker ઓક્ટોબર 31, 2019 પર 10:06 એ એમ (am)

  circulating widely, to make aware one and all, and to contribute even small for this great cause. thanks to great donner and naman to swamiji indomitable will

  • ગાંડાભાઈ વલ્લભ ઓક્ટોબર 31, 2019 પર 5:02 પી એમ(pm)

   નમસ્તે, આ વાંચીને હું ગદ્ગદ્ થઈ ગયો – સ્વામીજીની સાચી સાધુતાથી અને દાતાઓની ઉદારતાથી. આપણા દેશમાં આ પ્રકારની પ્રવૃત્તી પણ ચાલી રહી છે એ જાણી ખુબ આનંદ થયો. આ માહીતી ઉપલબ્ધ કરવા બદલ સુરેશભાઈ આપનો પણ ખુબ આભાર.

 3. mhthaker ઓક્ટોબર 31, 2019 પર 10:11 એ એમ (am)

  You can write your personal cheque to “Swami Shree Nirdoshanandji Manavseva Trust” and send us to following address.
  Swami Shree Nirdoshanandji Manavseva Hostpital
  Timbi,
  Ta. Umrala, Dist. Bhavnagar – 364320,
  Gujarat, India.
  You can also electrically transfer as NEFT to using following Detail
  Account Name: Swami Shree Nirdoshanandji Manavseva Trust
  Account No.: 56017002255
  Bank : State Bank Of India
  Branch : Dhola Junction, State: Gujarat, District: Bhavnagar
  IFSC Code: SBIN0060017
  MICR Code: 364002320
  Branch Code: 060017

 4. pragnaju ઓક્ટોબર 31, 2019 પર 11:17 એ એમ (am)

  ઘણાને નવાઇ લાગે કે આવી તબીબી સેવાઓ હોઈ શકે !
  ફરી ફરી માણી આનંદ

 5. વિનોદ પટેલ ઓક્ટોબર 31, 2019 પર 12:42 પી એમ(pm)

  સુંદર સેવા કાર્ય કરતી સંસ્થાની ઓળખ આપવા માટે ધન્યવાદ.

 6. ગાંડાભાઈ વલ્લભ ઓક્ટોબર 31, 2019 પર 5:04 પી એમ(pm)

  Reblogged this on Gandabhai Vallabh Blog and commented:
  સાચી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ

 7. nabhakashdeep ઓક્ટોબર 31, 2019 પર 6:04 પી એમ(pm)

  Reblogged this on આકાશદીપ and commented:
  માનવતાના પૂજારીઓને શત શત વંદન

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: