સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

હવે અહીંથી પાછા જવું જોઈએ – હિમલ પંડ્યા

હવે અહીંથી પાછા જવું જોઈએ,
ચલો, સ્વપ્ન કોઈ નવું જોઈએ.

મળ્યું છે, તો કંઈ આપવું જોઈએ,
કશું એ રીતે પામવું જોઈએ.

કાં નફરતનું પલ્લું નમેલું રહે?
તમારે નવું ત્રાજવું જોઈએ.

ચરણ એકબીજાને કહેતાં હતાં
હવે આપણે થાકવું જોઈએ.

નજરની લિપિ ના ઉકેલી શક્યાં!
તમારે ફરી વાંચવું જોઈએ.

તને ભૂલવું સ્હેજ અઘરું તો છે,
અમારાથી એ પણ થવું જોઈએ.

હિમલ પંડ્યા
૧૭-૪-૨૦૨૦

One response to “હવે અહીંથી પાછા જવું જોઈએ – હિમલ પંડ્યા

  1. pragnaju એપ્રિલ 23, 2020 પર 11:01 પી એમ(pm)

    મળ્યું છે, તો કંઈ આપવું જોઈએ,
    કશું એ રીતે પામવું જોઈએ……”તેન ત્યક્તેન ભુંજીથા” અર્થાત “ત્યાગીને ભોગવી જાણ”. જે આપણેને ઘણું બધું કહી જાય છે.”ઈશાવાસ્યમ ઈદમ સર્વમ યત્કિંચીત જગત્યાંજગત”(વેદ)..(જગત ત્યાજ્ય નથી, ભોગ્ય પણ નથી પૂજ્ય છે સરાહનીય છે..ખોટું છે, મિથ્યા છે, ક્ષણિક સ્વપ્ન છે મોહમાયા છે છતાં પણ તેનું ઘરેણું છે માટે સુંદર છે).
    જગત ત્યાજ્ય એટલા માટે નથી કેમકે તે આપણું નથી..એ તો આપણ સૌને પોતપોતાના પાર્ટ બજાવવા મળેલું સ્ટેજ છે; જે બન્યું બનાવેલ છે. ત્યાગ તો એનો કરી શકાય જે આપણું છે કે જેને પોતાનું કહી શકાય. આ પંચ તત્વોનો બનેલ પિંડ(દેહ) જે ધારણ કરેલ છે..તેય અહીંયા પાર્ટબજાવવા મળેલ ચોલો છે. તે પ્રકૃતિ દ્વારા નિર્મિત છે તે પણ ત્યાજ્ય છે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: