લેખિકા – રશ્મી સંપત
અમારી ગંગા ગાયને સુંદર મજાની વાછડી હતી.એના કપાલમાં ‘ટીલડું’ હતું એટલે અમે એનું નામ ‘ ટીલડી ‘ પાડેલ.અમે એની સાથે રમતાં. ટીલડી પણ અમારી હેવાઇ થઇ ગયેલ.
ગંગા સાંજે ધણમાંથી આવે તો એટલી રધવાટ ભરેલી આવે માથું ઘુણાવે એટલે ગલાની ધંટડી મધુર અવાજે વાગે.ટીલડી પણ માને જોઇને હરખાય.
મેપો ગોવાલ જ્યારે ગાયને દોહવા આવે ત્યારે ખીંટેથી છોડે ત્યારે ટીલડી દોડીને માના આંચલે વલગે.ટીલડી માને ધાવી લ્યે એટલે મેપો ગંગાના મોઢા આગલ ટીલડીને મુકે ગંગા એને ચાટતી જાય અને વહાલ કરતી જાય.
એક દિવસ ટીલડીને તાવ આવ્યો મેપાએ એને પરાણે ગંગા પાસે મુકી ન તે ધાવી કે કંઇ ચેષ્ટા બતાવી. ગંગા ટીલડીને ચાટતી જાય અને ભાંભરડાં નાંખતી જાય.ટીલડીનું પ્રાણ પંખેરૂં ઉડી ગયું.ગંગાની આંખ માંથી અશ્રુની ધારા વહેવા લાગી.જ્યારે કસાઈ આવીને ટીલડીના મૃતદેહને લઇ જવા લાગ્યો તો ગંગા ટીલડીનાં શબને હાથ પણ ન લગાવવા દ્યે. શીંગડા ભેરવે.
આખરે જેમ તેમ કરીને ટીલડીનાં દેહને ગંગાથી અલગો કર્યો અને લઇ જવા લાગ્યા તો ગંગાએ ખૂંટો ઉખેડી નાંખ્યો અને રાંભોટા નાંખતી પાછલ દોડી. જાણે કહેતી ના હોય-
મારી ટીલડીને નહિ લઇ જવા દઉં.
આખરે ” માનો જીવ” હતો ને!
Like this:
Like Loading...
Related
મારો પ્રતિભાવ
” મા તે મા, ને બીજા વગડા ના વા “.
આ આંગળીઓના જમાના માં ટૂંકી એટલે કે માત્ર ૧૭ શબ્દો ની વાર્તા વાંચો. મૂળ વિચાર પાકિસ્તાન ના ઉર્દુ ના હાસ્યરસિક વ્યક્તિ અનવર મકસૂદ સાહેબ.
વાંચો ૧૭ શબ્દો ની ટૂંકી વાર્તા
મા નો જીવ
” વરસાદ પડે છે તો હું અને મારી મા પલળીએ છીએ. હું રસ્તામાં અને મારી મા બારણાં પાસે “.
હવે વાંચો મારી ૪ શબ્દો ની નવલિકા. મૂળ વિચાર કોઈ બીજાનો ૩ શબ્દો નો. મેં એક શબ્દ મારી તરફ થી ઉમેરેલ છે.
વાંચો ૪ શબ્દો ની નવલિકા ( ૪ પ્રકરણ )
હરણ
શરણ
પરણ
મરણ
કાસિમ અબ્બાસ
કેનેડા
________________________________
પ્રાણીનો હૃદયસ્પર્શી માતૃપ્રેમ. થોડોક હકીકતદોષ કે કસાઈ નહિ, પણ ચર્મકાર જ મૃત પ્રાણીનો મૃતદેહ લઈ જાય.