સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

તૂટ્યાનો આનંદ

મિત્રો સાથે ‘ઝટપટ કોયડો’ રમતાં આ સવાલ અને એના મળેલા જવાબ ગમી ગયા.

સવાલ –

એ શું છે જે જેને તોડીને દરેક વ્યક્તિ ખુશ થઈ થાય છે?

મળેલા જવાબ –

રેકોર્ડ, મિત્રો વચ્ચેની દિવાલ, કંટાળો, કોઈ પણ જાતની ગુલામી, ઉપવાસ વિ.

આમ તો સવાલ પુછનાર સાહેબને માન્ય જવાબ રેકોર્ડ જ હતો. પણ આખી યે રમતમાંથી વિચારોની ઘટમાળા સર્જાઈ ગઈ. કેટકેટલી વસ્તુઓ તૂટી જાય અને આપણે દુઃખી દુઃખી થઈ જઈએ. પણ જ્યારે ઉપર જણાવી તેવી ચીજો ખરેખર તૂટે ત્યારે આનંદ આનંદ થઈ જાય.
અને એમાંય રેકોર્ડ તોડવાની વાત આવે ત્યારે, જીવન સંગ્રામની યાદ આવી જાય. સતત સંઘર્ષ – આપણા પોતાના જ જૂના રેકોર્ડ તોડી, આપણો પ્રગતિનો ગ્રાફ ઊંચે ને ઊંચે જાય એ માટેની લ્હ્યાય!
ઓલિમ્પિક વીરોની લ્હ્યાય તો વળી કેવી જબરી હશે?
જીવનની સંધ્યાની નજીક પહોંચી ગયેલા મારા જેવા ઘણાની લ્હ્યાય રહે – આ ભવનું ભાથું બરાબર બાંધી દેવાની – જેથી પરભવમાં વધારે સારો અવતાર મળે – નસીબમાં હોય તો મોક્ષ!

અને એમાંથી જ આ અવલોકન યાત્રા ઘણા વિરામ પછી ચાલુ થઈ.
એક જ સવાલ …

શું રેકોર્ડ તૂટે એ બહુ જરૂરી છે ખરું ?
આપણને આ ક્ષણ મળી છે,
આપણે શ્વાસ લઈ શકીએ છીએ,
જીવી શકીએ છીએ…..

એ જ સુખદાયી નથી વારુ?

One response to “તૂટ્યાનો આનંદ

  1. Chirag જુલાઇ 5, 2020 પર 1:46 પી એમ(pm)

    દાદા, તમે તો કર્મનો સિદ્ધાંત સમજાવી દીધો!

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: