સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ગઝલાવલોકન – ઈબુક સ્વરૂપે

થોડાંક વર્ષો પહેલાં, અંતરયાત્રાના એક તબક્કે લખ’વા’ પર નિયમન મૂકવાનો ધખારો જાગ્યો હતો. માત્ર ધ્યાન , ધ્યાન અને ધ્યાન જ. પછી એ સમજાયું કે, આપણે ચોવીસ કલાક ધ્યાનમુદ્રામાં રહી નથી શકતા! કદાચ કોઈક વીરલા , વિતરાગ અવસ્થાએ પહોંચે ત્યારે એમ થતું હશે. પણ આપણે તો સામાન્ય માણસ. એ ધખારા આપણને ન પોસાય . આપણે તો જીવનની ઘણી બધી પ્રવૃત્તિઓ કરવી પડે!
પછી એ પણ સમજાયું કે, ‘જીવવું પડે છે! ‘ એમાં મજબુરીનો ભાવ છે – એમાં જીવવાનો આનંદ લવલેશ નથી – કોરોકર નિર્વેદ છે.
આથી નેટમિત્ર શ્રી, વિનોદ પટેલના બ્લોગ પર મજાની, ગમતીલી ગઝલો અને ગીતો સાંભળતાં આવતા વિચારો લખવાની શરૂઆત કરી.

આ ચિત્ર પર ક્લિક કરી એ પહેલા લેખ પર પહોંચી જાઓ

એને રૂપકડું નામ પણ આપ્યું….

ગઝલાવલોકન

પછી તો એ રવાડો ઠીક ઠીક ચગ્યો અને નિજ બ્લોગ કે મિત્ર બ્લોગના સીમાડા ઓળંગી વેબ – ગુર્જરી ના ગુબ્બારે પણ ચઢી ગયો ! નવી એક શૈલી પણ ઉમેરાઈ – એક સરખા અલંકારોનો ઉપયોગ કરતી રચનાઓ.

હવે એ ચંચળતા ફરી ઓસરી ગઈ છે – સન્યાસ માટે નહીં પણ બીજી એક નવી નક્કોર દિશામાં પ્રસ્થાન તરફ . ત્યારે એ બધા ધખારા એક જગ્યાએ સમાવી લેવાનો આ પ્રયાસ છે – નીચેની ‘ઈબુક’થી

One response to “ગઝલાવલોકન – ઈબુક સ્વરૂપે

  1. ASHOK M VAISHNAV ઓગસ્ટ 5, 2020 પર 10:57 પી એમ(pm)

    પોતાના આનંદ માટે પોતાને ગમતી, પોતની શ્રેષ્ઠતમ આવડત અને શક્તિથી, પ્રવૃત્તિ કરવી એ જ ખરું ધ્યાન છે. એમ કરતાં જો તે બીજાં સાથે વહેંચી શકાય તો વાહ ભલા. બીજાંઓને જો પસંદ પડે તો ઓર વાહ ભલા !
    નહીં તો ‘ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજીશુ શ્રીગોપાળ’ના નિજાનંદના મસ્તી તો આપણી જ છે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: