સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

કોડિયું

2 responses to “કોડિયું

 1. pragnaju ઓક્ટોબર 7, 2020 પર 9:42 એ એમ (am)

  નાનુ કોડિયુ
  મસ મોટો ઓરડો
  આખો ભરાયો વાતે      
  વિચારવમળે 
  નાનુ કોડિયું
   દિપ્ત ભિતર થાય
   પંથ કપાય
  યાદ
  ઘુંઘટે ઢાંક્યું રે એક કોડિયું
  હું તો નીસરી ભર બજાર જી
  ઘુંઘટે ઢાંક્યું રે એક કોડિયું
  હે લાજી રે મરું મારો સાયબો ખોવાણો
  કોને કહું આવી વાત જી
  ઘુંઘટે ઢાંક્યું રે એક કોડિયું
  ટોડલે ટોડલે મેં તો તોરણ બાંધ્યા
  મારી મેડિયું જાકજમાળ જી
  હે જોબન ઝરૂખે રૂડી ઝાલર્યું વાગે
  ઝાંઝર ઘુંઘરમાળ જી
  ઘુંઘટે ઢાંક્યું રે એક કોડિયું
  રાત ઢળીને ઘેરા ઘડિયાળા વાગ્યા
  અને પ્રાગડના ફૂટ્યા દોરજી
  તોય ન આવ્યો મારો સાયબો સલુણો
  જાગી આઠે પ્હોર જી
  ઘુંઘટે ઢાંક્યું રે એક કોડિયું  અહીં આપણે એક નવી પરિસ્થિતિમાં ગીતની કથાની કલ્પના કરી છે.ગુજરાતી ફિલ્મ ‘મહેંદી રંગ લાગ્યો’માં ફિલ્માવાયું છે અને  લતા મંગેશકરે ગાયું છે. ‘મારો આત્મા જ મારો જલતો દીવો,પવનની સાથે ઓલવાઈ જાવ, પવનની આછી લહેરખી મા .કાચી માટીનું કોડિયુ બોલ્યું,. હું તો .હુ નાનકડો મારુ નામ પણ નાનુ,.
  વહેતા નીરનું એક બુંદ આપણે ને, નદી હોવાનુ મન અભિમાન.
  ‘તું’ અને ‘હું’ વચ્ચે અનેનુ અંતર, ના અંતર રહે એવું અરમાન.
  નાનુ કોડિયુ ને નાની વાટ આપણે, જ્યોતિ હોવાનું અભિમાન.
  તિમિર તોડવુ નાનુ-નાનુ ને, ને જગ ઉજાળવાનુ મન અરમાન
  મા વિનોદજી કહે
  એક સુરજ થવાનાં નથી મને કોઈ શમણાં
  માટીના મારા કોડીયામાં તેલ-વાટ પેટાવી
  અંધારાં ઉલેચતો ઘરદીવડો થવાનું મને ગમે .

  ભલેને આવતી મોટી મુશીબતો મારી વાટે
  શુળોમાં ખીલતા એક ગુલાબ જેમ ખીલીને
  બધે ગુલાબી પમરાટ પ્રસરાવવાનું મને ગમે.

  મનનું માગ્યું બધું ક્યાં મળે છે આ જગમાં ?
  જે મળ્યું એનું જતન કરી સુપેરે માણવાનું મને ગમે.

  સાહિત્ય સાગરમાં ઊંડેથી મોતીઓ ખોજીને
  મનગમતાં મોતીઓનો ગુલાલ ઉડાડીને
  આનંદથી ઝૂમતા હોળૈયા થવાનું મને ગમે .

  ભૂતકાળની ચિંતાઓ અને ભાવિની શંકાઓ ત્યજી
  વહેતા ઝરણાની જેમ વર્તમાને મંદ મંદ ગાવાનું મને ગમે.

  આ જીવન મહોત્સવની હર પળ મોજથી માણીને
  જોશથી જીવન જીવી જવાનું મને બહું ગમ  રવિન્દ્રનાથ ટાગોરની ‘કર્તવ્યગ્રહણ’ પરથી ઝવેરચંદ મેઘાણીએ ‘કોડિયાનું સાહસ’ નામે અનુવાદ કરેલા ઉપરનાં મૂક્તકમાં એક કોડિયું ડૂબતા સૂરજને ધરપત આપે છે કે હવે અંધારૂ દૂર કરવા હું છુંને. બધાનાં અંધારા ઉલેચવાની વાત નથી. અંધકાર ગમે તેટલો ગાઢ હોય, બસ ટોળાનાં ખૂણામાં એક જ્યોત કાફી છે, પ્રકાશ આપવા માટે.  
  અસ્ત જાતા રવિ પૂછતા અવનિને :
  ‘સારશો કોણ કર્તવ્ય મારાં?’
  સાંભળી પ્રશ્ન એ સ્તબ્ધ ઊભાં સહુ,
  મોં પડયાં સર્વનાં સાવ કાળાં.
  તે સમે કોડિયું એક માટી તણું
  ભીડને કોક ખૂણેથી બોલ્યું :
  ‘મામૂલી જેટલી મારી ત્રેવડ,
  પ્રભુ! એટલું સોંપજો, તો કરીશ હું’
   

 2. Anila Patel ઓક્ટોબર 7, 2020 પર 1:56 પી એમ(pm)

  કોડિયું નાનું ભલેને હું ” ___

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: