મૌસમી પંચોલી શુકલ
Who am I?
What am I doing?
Where am I going?
વેદ – ઉપનિષદ થી લઈને Power of Now સુધી ના દરેક કથાનક માં -પોતાની જાત ને આ ત્રણ મૂળભૂત સવાલ પૂછીને ચકાસ્યા કરવાની વાત છે.
કહેવાય છે – ‘र्इशा वास्यम् इदं सर्वम् ।
કબીર ની આ ઝીણી ચદરિયા પોતાની હોવા છતાં આદમ પોતે નથી તે પ્રગટ કરે છે. ભાગવત ગીતા માં શુભ સંસ્કાર ના સિંચન ની વાત આવે છે. દિવસ ભર – જીવન ભર થતી રહેતી વિવિધ ક્રિયા ને અંતે માનસપટ પર સારા – નરસા સંસ્કાર ની છાપ ઊભી થતી રહે છે. તે તાંતણા ને જો Jainism સાથે જોડીએ તો કાષાય અને પુદ્ગલ ની વાત આવે – એમાં તો એટલે સુધી માનવામાં આવે છે કે કાર્ય કર્યા નું તો કર્મ બંધાય જ છે પણ માત્ર વિચાર થી પણ કાર્ય થઈ જાય છે – Buddhism માં કહે છે કે મનુષ્ય માં આઠ સ્મૃતિ હોય છે. પંચેનદૃઈય ઉપરાંત manovijana, klist manovijana અને alayvijna સાથે મળીને વાસના, કર્મ અને પુનઃ જન્મ નું નિર્માણ કરે છે. તો મીરાં, તુકારામ, ચૈતન્ય મહાપ્રભુજી, કબીર, નાનક નું જીવન સકામ – નિષ્કામ ભક્તિ માર્ગ નો એક અલગ જ રાહ ચીંધે છે. કર્મ – હ્રદય કે બુદ્ધિ – ગમે તે માર્ગે સર્વોચ્ચ શક્તિ સુધી પહોંચી શકાય તે એક સત્ય છે.
ક્યાંક વાંચ્યું હતું – કબ્રસ્તાન એ દુનિયા ની સૌથી મૂલ્યવાન જગ્યા હોય છે કેમકે ત્યાં ન લખાયેલા પુસ્તક, ન ગવાયેલ ગીતો, ન થયેલી શોધો, ન પૂરા થયેલા સ્વપ્ના નો અઢળક ખજાનો છુપાયેલો હોય છે.
ઉપર નું વાકય વાંચીને રોજીંદા જીવન ની ઘટમાળ માંથી સમય ન કાઢી શકવાની લાચારી કે હિંમત પૂર્વક એક ડગલું ન ભરી શકવાની ક્ષમતા ને લીધે જીવન ક્યાંક અધૂરું રહી ગયું હોય એવું લાગે છે – આ ભાવના ને ભારતીય ઉપનિષદ સાતત્ય યોગ સાથે જોડી જીવન ની દરેક ક્ષણ નો ઉત્સવ મનાવવાની વાત કરે છે.
Like this:
Like Loading...
Related
ચિંતન ગમ્યું.