વરસું તો હું ભાદરવો ને સળગું તો વૈશાખ; મારી પાસે બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ.
ઘેરાઉં તો વાદળ કાળા, વિખરાઉં તો વ્હાલ ભિંજાઉં તો શ્રાવણ છલબલ, કોરું તો દુષ્કાળ બીડાઉં તો સ્વપ્ન સલુણું, ઊઘડું તો હું આશ મારી પાસે બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ.
ફોરું તો હું ફૂલ અને જો બટકું તો હું ડાળ ચાલું તો હું પંથ અને ભટકું તો અંતરિયાળ ઊડું તો આકાશ, નહિ ઊડું તો ઘાયલ શ્વાસ મારી પાસે બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ.
વરસું તો હું ભાદરવો ને સળગું તો વૈશાખ; મારી પાસે બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ.
– ભગવતીકુમાર શર્મા
મધુર લયવાળી આ ગઝલ સાંભળતાં જ ગમી ગઈ. કવિનું પોતાના સ્વભાવનું નિરૂપણ. કદાચ. મોટા ભાગના માનવજીવોની જીવન રીત; આ પાર કે પેલે પાર; ગમતીલી વાત અથવા ન ગમતી વાત. દોન ધ્રુવ. ઉત્તર કે દક્ષિણ.
પૂર્વ, પશ્ચિમ, વાયવ્ય, અગ્નિ, નૈઋત્ય કે ઈશાન કે ઉપર અને નીચેની કોઈ શકયતા જ નહીં!
આ અવલોકન આ ગઝલ સાંભળતાં તરત ઊભરાઈ આવ્યું. આપણે સૌ જાણીએ છીએ કે, ‘માનવજીવન જેવું વિલક્ષણ બીજું કાંઈ હશે કે કેમ?’ – એ વિશે ખાસ કોઈ વાદ વિવાદ નહીં જ હોય. ફાંટાબાજ કુદરતે અનેક પાસાં વાળું માનવજીવન અને એના પાસાં ઉપજાવનાર આપણું મન કોઈક નવરાશની પળે જ ઘડ્યું હશે! સઘળા પ્રદેશો, જાતિઓ, માનવસમાજોમાં સર્જાયેલ, સર્જાઈ રહેલ અને ભવિષ્યમાં સર્જાનાર સર્જનાત્મક રચનાઓના મૂળમાં આ જ પાયાનું તત્વ હોય છે ને? માત્ર સર્જનાત્મક જ નહીં, પણ માનવ ઈતિહાસ, સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર, ફિલસૂફી અને અન્ય માનવ જીવન સાથે સ્વંકળાયેલ વિદ્યાઓના પાયામાં આપણા સ્વભાવનું, આપણા પાયાના ધર્મનું, અનેક પાસાં વાળું આ બહુરૂપીપણું ધરબાઈને પડેલ હોય છે.
પણ દરેક બાબત માટે આપણો અભિગમ ઉપરની ગઝલ જેવો જ રહે છે – આ પાર કે પેલે પાર ! ત્રીજી કોઈ દિશા માટે આપણા વિચારોમાં અવકાશ નથી હોતો. અથવા હોય તો એમ વિચારનાર જૂજ જ હોય છે. કોઈકની પર વરસી જઈએ તો કોઈની ઉપર ઊના લ્હાય જેવા વાયરા ફૂંકી દઈએ! કાં તો ભીંજાઈને લથબથ – કાં તો સૂકા કોરા કટ. મામકાઃ અને પાંડવાઃ . બધા યુદ્ધો અને સંઘર્ષોના પાયામાં આ જ કારણ. બધી ધર્મ ચર્ચાઓમાં આ જ મૂળ બબાલ.
મારો મત અને ખોટો મત
સ્વ. ભગવતીકુમાર શર્માએ શું આ જ વાત કહી નથી લાગતી?
પણ, જ્યારે અંતરની બારી ખૂલવા લાગે છે, ત્યારે આપણા જ સ્વભાવના એ ગહેરા ઊંડાણમાં આપણે ડૂબવા લાગીએ છીએ. એ અંધારઘેરી ગુફા કોઈ અનન્ય પ્રકાશથી ઝળહળી ઊઠે છે.અનેક પાસાં વાળો આપણો મૂળ હીરો સ્વયં પ્રકાશથી અવનવાં પ્રકાશ કિરણો પ્રસરાવવા લાગે છે. કોઈ પણ ચાવી વિના સાવ અજાણ્યા ઓરડાઓનાં બારણાં ફટાફટ ખૂલવાં લાગે છે. એની આડેની ભોગળો ભાંગીને ભુક્કો બની જાય છે. કદીય સ્વપ્નમાં પણ ન કલ્પી હોય, તેવી શક્યતાઓ આકાર લેવા માંડે છે, પાંગરવા લાગે છે; નવપલ્લવિત કલિકાઓમાથી સોહામણાં ફૂલોનો પમરાટ ચોગરદમ ફરી વળે છે. આ ભક્તિની વાત લાગે તો ભલે, પણ મનની એ અવસ્થા એક વિશિષ્ઠ અવસ્થા હોય છે. એનો પડઘો સ્વ. ભગવતી ભાઈના આ ભક્તિ ગીતમાં પડ્યો છે ; અંતરનું એ ગાન ગાઈને વીરમું –
હરિ, મારા રુદિયે રહેજો રે, દઃખ જે હું દઉં તે સહેજો રે.
Pravinkant Shastri
હું પણ ઈ મેઇલ મિત્ર પરિવારનો એક સભ્ય છું. મને આપ સૌ મિત્રો માટે આદર છે. મારું પોતાનનું બૌદ્ધિક સ્તર પ્રમાણમાં ઘણું ઓછું છે કારણ કે મારું વાંચન નહિવત છે. અત્યારે ચાલી રહેલી ચર્ચામાં ભાગ લેવાની મારી ક્ષમતા નથી.
દરેક વ્યક્તિને એમના વિચારો, માન્યતાઓ અને સમજની અભિવ્યક્તીની સ્વતંત્રતા છે. હોવી જ જોઈએ. એ અભિવ્યતિની સીમા પૂરી થાય અટલે ત્યાંથી દુરાગ્રહની સીમા શરૂ થાય. હું જ સાચોનો હુંકાર શરૂ થાય. એ પણ એક જેહાદ બની જાય. મારી જ માન્યતાઓ સાચી અને તમારે સ્વીકારવી જ એવા દુરાગ્રહ અને હટાગ્રહના પરિણામે એક વિગ્રહ શરૂ થાય. શું એ મિત્રો વચ્ચે જરૂરી છે ખરુ? એક બે મિત્રોને બાદ કરતાં આપણે સૌ ૭૫+ ના છીએ. શું આપણે બદલાઈ શકીશું?
વિચારોની અભિવ્યક્તિ એ ખરેખર શૈક્ષણિક વાત છે. એ રિવોલ્યુએશનની સ્લો પ્રોસેસ છે.
માન્યતાઓના સ્વીકાર માટેનો દુરાગ્ર્હ એ ક્રાંતિ ગણાય છે. વિગ્રહ વગર ક્રાંતિ શક્ય નથી.
જે સમયે એક ટીપું આપવાનૂ ચૂકી જવાય, અવસર વીતી ગયા પછી વાવ કુવા ભરીને આપો તો પણ તે અર્થવિહિન બને છે. મને તો શુકદેવની વાર્તા પહેલી વાર જ વાંચવા મળી તેનો આનંદ માણ્યો.
એક પંખી રાજાનું વીર્ય દડિયામાં લઈને ઊડતું હોય બાજ પક્ષી એના પર હુમલો કરે. વીર્ય માછ્લીના મોમાં જાય અને એમાંથી મત્સ્યગંધાનો જન્મ થાય. માછલી સરોગટ મધર બને. પુરાણના સમયમાં ભલે વિજ્ઞાન વિકસ્યું ના હોય પણ સ્પર્મ ડોનેશન અને માનવ વિહિન જળચર જીવોની સરોગસી ની રોમાંચક કલ્પનાઓ તો હતી જ. બસ મારી વાર્તાઓની જેમ જ.
મિત્રો, ૮૧+ના બધા જ વડીલ મિત્રો; આ ચર્ચામાંથી મને ઘણું નવું જાણવા મળ્યું. આભાર સહિત આપ સૌને મારા સાદર વંદન.
On Wed, Jan 27, 2021 at 10:51 AM Niravrave Blog wrote:
iજીવનમાં દરેક પ્રકારની સુગંધ-સ્વાદ હોવા જોઈએ. બધા જ રંગોથી ભરેલું આનંદમય જીવન હોવું જોઈએ. તેથી, એવું કહેવાય છે કે પ્રત્યેક વ્યક્તિનું જીવન એ એક જીવતી –જાગતી નવલકથા છે. ઈશ્વરની નજરમાં દરેકનું જીવન રસપ્રદ છે. તે ખૂબ જ સુંદર છે અને સંપૂર્ણ છે. જીવનને વ્યાપક દૃષ્ટિકોણથી નિહાળો અને જાગૃત રહો. તમે આ પૃથ્વી તરીકે ઓળખાતી જગ્યા પર પૂર્ણ આનંદ માણી શકશો. ઈશ્વરે મગજ સજાગ રહેવા અને સમસ્યાઓનાં ઉકેલ માટે આપ્યું છે – જીવન બધા જ રંગોથી ભરપૂર અને આનંદમય હોવું જોઈએ
**************************************
વ્હાલા ઉત્તમભાઈ,
કંપ્યુટર ચાલું કરીને તમારો લેખ પ્રથમ વાંચી ગયો.
આપે સારો એવો શ્રમ લઈને જે હકિકતો જણાવી છે એ આજે મને જાણવા મળી એનો આનંદ છે.
કુશળ હશો પરિવાર સાથે.
‘ચમન’
On Wed, Jan 27, 2021 at 9:39 AM Suresh Jani wrote:
હા. હવે આવી ચર્ચાઓ જરૂરી નથી લાગતી. પણ કોયડા ઉકેલવામાં રસ હોય તો જણાવજો. અમે પાંચેક જણ અવારનવાર એકમેકને કોયડાઓ મોકલીએ છીએ. અહીં ભેગા પણ કર્યા છે – https://bgjhaveri2009.wordpress.com/
On Wed, Jan 27, 2021 at 8:35 AM Rashmikant Desai wrote:
આપનાં માથાં એટલા સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને સાત્ત્વિક છે કે ધરવ થતો નથી. ખેર!
અગાઉ આપણે એક બીજાના alter ego હતા. હવે અનેકગાઉ છેટાં faulter ego બની ગયા છીએ. સમયની બલિહારી, બીજું શું? હું બગડતો જ ગયો, તમે સુધરતા ગયા.
હું તમારી પત્રકૃપાને પાત્ર રહ્યો નથી. તેથી આ બધી લખાપટ્ટી બંધ કરવા જેવી છે. આપની સુચિમાંથી મારા નામ-સરનામું છેકી નાખવા વિનંતી કરું છું.
મુ. પ્રજ્ઞાબેન મારા અંગત વડીલ છે. તેઓને પણ સાદર પ્રણામ સહિત આવી જ વિનંતી કરું છું.
On Tue, Jan 26, 2021 at 3:33 PM Suresh Jani wrote:
જે કરવું હોય તે કરો . એ તમારી અંગત બાબત છે. લોકોનું માથું શીદ ખાઓ છો ? !
On Tue, Jan 26, 2021 at 10:58 AM Rashmikant Desai wrote:
તમે વિશ્વાસના અભાવની વાત કરો છો. હું પોતાની શ્રદ્ધાની વાત કરું છું.
On Tue, Jan 26, 2021 at 11:19 AM Niravrave Blog wrote:
‘સાચું સારું કામ કરવાની પ્રેરણા અને હિંમત આપે
તે શ્રદ્ધા.’
શ્રદ્ધાનો અભાવ હોય ત્યારે સમ ખાવા પડતા હોય છે. મારા માથે હાથ મૂકીને કહે કે તું સાચું બોલે છે. આપણને સત્ય ઉપર સૌથી વધુ શંકા જતી હોય છે. અદાલતમાં ગીતા ઉપર હાથ મૂક્યા પછી કેટલા લોકો સાચું બોલતા હોય છે? સાચું બોલવા માટે ભૂમિકા બાંધવી પડે છે. પ્લીઝ, તું ખોટું ન લગાડતો પણ સાચી વાત આ છે, એવા આપણે ખુલાસા કરવા પડતા હોય છે.
કોઈ આપણી સામે સાચું બોલતું ન હોય અથવા તો બોલી શકતું ન હોય ત્યારે પ્રોબ્લેમ એનામાં નહીં, પણ આપણામાં હોય છે. સત્ય સરવાળે ફાયદાકારક છે, કારણ કે અસત્ય જ્યારે પકડાય છે ત્યારે તેની મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે ‘મન લલચાવે,
બુદ્ધિ બચાવે. ‘ માણસની બુધ્ધી વડે કે તર્ક વડે પરમ તત્વ પરમાત્માનુ કે સતનું આકલન થઇ શકતું જ નથી. માણસને સ્વ,સ્વરૂપનું જ્ઞાન પ્રજ્ઞાને લીધેજ થાય છે. જે બુધ્ધી દ્વારા કદી જ્ઞાન પણ પ્રાપ્ત થતું જ નથી.તેના માટે તો ઇન્દ્રિયા તીત,મનથી મુક્ત, નિર્વિચાર,.અહંકાર શૂન્ય,અને ઈચ્છા રહિત થવું જ પડે એટલે કે સો ટકા શુદ્ધતા પ્રાપ્ત કરવી જ પડે તોજ જ્ઞાન ઉઝાગર થાય.છે.બુધ્ધી દ્વારા આવું જ્ઞાન પ્રાપ્ત થાય જ નહી કારણકે બુધ્ધિ તો બેધારી તલવાર છે. જે બન્ને બાજુ કાપે છે. માટે બુધ્ધી દ્વારા પ્રજ્ઞા પ્રાપ્ત થઇ શકે જ નહી. તેના માટે તો બુદ્ધી અને મનથી પર થવું પડે છે..આમ પ્રજ્ઞા એટલે સત્યને ગ્રહણ કરતી ચેતના.
On Tue, Jan 26, 2021 at 9:07 AM Rashmikant Desai wrote:
ખોટું ખરાબ કામ કરતાં રોકે અને
સાચું સારું કામ કરવાની પ્રેરણા અને હિંમત આપે
તે શ્રદ્ધા.
મન લલચાવે,
બુદ્ધિ બચાવે.
(વાપરીએ તો જ.)
On Mon, Jan 25, 2021 at 3:05 PM Niravrave Blog wrote:
અમારા સહતંત્રી મા સુરેશભાઇ જાનીએ ‘યાદદાસ્તની ગલીમાં પાછળ એક ડોકિયું મા પોપટનો રંગ મજેની સાચી ઘટના મોકલી. તેના પ્રતિભાવમા શુકદેવજીની યાદે શુકદેવજીની કથા લખી જે વાતે ઘણા પ્રતિભાવો મળ્યા.અંગ્રેજીમાં જેને ડિસ્સેન્ટ કહે છે તે અસહમતિ માટે ગુજરાતીમાં સુંદર શબ્દ છે ભિન્નમત તેનો પણ આદર કરવો હેલ્ધી એટીટ્યુડ છે.સાથે જણાવવાનું કે આ વાત પદ્મશ્રી’ગુણવંત શાહ લેખક, ચિંતક, વક્તા છે.જેઓએ ‘વિચારોના વૃંદાવન’થી તેમણે ફિલસૂફીથી પુરાણો સુધી અધિકૃતતાથી કલમ ચલાવી છે તેમના બ્લોગ વિચારોના વૃંદાવનમાંથી લીધો છે.
Archive for the ‘પૂર્વ જન્મની કથા’ Category પૌરાણિક દ્રષ્ટાંત કથા: શુકદેવ મહારાજની જન્મ કથા (શ્રીમદ ભાગવતના પ્રવક્તા) Posted માર્ચ 21, 2013
Filed under: કથા, પૂર્વ જન્મની કથા | ટૅગ્સ: અધ્યાય 33૨, અમર કથા, ઘૃતાચી, પોપટ, પૌરાણિક દ્રષ્ટાંત કથા, ભગવાન શંકર, મહાભારત, માતા સતી, વિચારોનું વૃંદાવન, વ્યાસજી, શાંતિ પર્વ, શ્રી શુકદેવ મહારાજની જન્મ કથા, શ્રીમદ ભાગવતના પ્રવક્તા,
પ્રાચીન કથા પ્રમાણે ભગવાનનાં કલા અવતાર વ્યાસજીએ અનેક મહાન ગ્રંથ રચ્યા હતાં તેમને એક પુત્ર અભિલાષા હતી જે તેમનો સર્વોતમ ગ્રંથ “શ્રીમદ ભાગવત” ને સમજી , વિચારી , ધારણ કરી સંસારમાં પ્રસિદ્ધ કરે.
अग्नेर्भूमेरपां वायोरन्तरिक्षस्य वा विभो। થી છેવટે સાક્ષાત નારાયણ ભગવાન પ્રગટ થઈને વરદાન આપ્યું કે “મારી માયા તમને કયારે પણ સ્પર્શ નહિ કરે અને જન્મની સાથે તમને બ્રહ્મજ્ઞાન ની પ્રાપ્તિ થશે . તમારો જન્મ એક પોપટના ઈંડામાં થયો હતો આથી તમારું નામ “શુક” પડશે અને જગતમાં તમે સર્વ ઋષિઓમાં વંદનીય રહેશો .”
આથી શાસ્ત્રોમાં શુકદેવજીની ઉંમર હંમેશા ૧૬ વર્ષની જણાવે છે .
આ અંગે મા ગુણવંત શાહ ના વિચારો જાણીએ
નાનપણથી મેં ઘણાં ઉતાર-ચઢાવ જોયા છે. પણ મમ્મીએ ભગવાનમાં શ્રદ્ધા અને મન પરોવવાનું શીખવ્યું હતું , આથી જીવનમાં કંઈક બની શક્યો છું.
ઘણાં લોકોનો પ્રોત્સાહન , સાથ અને આલોચન વડે આગળ વધ્યો છું.
જીવનદૃષ્ટિ, પ્રેમ , ભગવાનની લીલા , પુરાણ કથોમાં ઘણો રસ હોવાથી આ બ્લોગની શરૂઆત કરી છે.આ બ્લોગમાં મેં અત્યાર લગી વાચેલું , વિચારેલું ,ગમતું , સમજેલું ,આલેખેલું તથા રચેલું , પદ્ય , ગદ્ય અને સાહિત્ય ભેગું કરી અહીં મુકવાનો પ્રયત્ન છે.મને આ માહિતીનો કોઈ શ્રેય નથી જોઈતો. “મારું” હોવાના દાવાનો હું ત્યાગ કરું છું.
જે સમજુ છું તે પ્રસ્તુત કરું છું , યોગ્ય લાગે તો જરૂર પાછા વાંચવા આવજો
અને ના ગમે તો મને ખાતરી છે કે બીજે કશે યોગ્ય વાંચન મળી રહેશે .
આ બ્લોગ પર આપેલી માહિતી બહુ મહેનત અને કાળજીપૂર્વક વાંચેલા અનેક પુસ્તક તથા ગ્રંથ પરથી પ્રસ્તુત કરી છે. માત્ર એટલી અરજી છે કે જો નકલ કરો તો યોગ્ય વ્યક્તિ કે સાહિત્યનો સંદર્ભ આપી એને માન આપજો .
કોઈ કારણસર અથવા અજાણતાં યોગ્ય વ્યક્તિને આ બ્લોગમાં સંપાદિત કરેલા લખાણ માટે શ્રેય આપવાનો રહી ગયો હોય તો અચૂકથી જણાવજો , હું બનતી ત્વરાથી એ ભૂલ સુધારીશ
સૌને ધન્યવાદ
મધુર કંઠે ગવાયેલી બંદિશ – એક સર્વાંગ સુંદર પ્રસ્તુતિ .
વિરોધાભાસી બે તત્ત્વો,
દ્વન્દ્વ ગ્રસ્ત સારી સૃષ્ટિ! ને,
ત્યારે અમારા દાસી જીવણ કહે છે
એવા દોરંગા ભેળાં રે નવ બેસીએ
એ જી એમાં પત રે પોતાની જાય રે હાં..
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
ઘડીકમાં ગુરુ ને ઘડીકમાં ચેલકા રે જી,
ઘડીમાં પીર રે થઈને પૂજાય રે હાં…
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
ઘડીકમાં રંગ ચડે, ઘડીકમાં ઊતરે રે જી,
અને ઘડીકમાં ફટકિયાં થઈને ફૂલાય રે હાં..
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
ઘડીક ઘોડે ને ઘડીક પેગડે રે જી,
ઘડીમાં વાટુંના વેરાગી બની જાય રે હાં …
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
કામી, ક્રોધી ને લોભી, લાલચુ રે,
એ જી ઈ તો પારકે દુઃખે ન દુખાય રે હાં…
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
દાસી રે જીવણને ભીમ ગુરુ ભેટિયા રે જી,
ગુરુ મળ્યે લખ રે ચોરાશી ટળી જાય રે હાં…
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
હું નીયાંતાને મારું બધું ચલાવી લેવા કહું, તો, મારે ય તેનું દીધેલું એટલીજ સહજતા થી સ્વીકારવાની પૂરી શરણા ગતિ હોવી ઘટે !
Pravinkant Shastri
હું પણ ઈ મેઇલ મિત્ર પરિવારનો એક સભ્ય છું. મને આપ સૌ મિત્રો માટે આદર છે. મારું પોતાનનું બૌદ્ધિક સ્તર પ્રમાણમાં ઘણું ઓછું છે કારણ કે મારું વાંચન નહિવત છે. અત્યારે ચાલી રહેલી ચર્ચામાં ભાગ લેવાની મારી ક્ષમતા નથી.
દરેક વ્યક્તિને એમના વિચારો, માન્યતાઓ અને સમજની અભિવ્યક્તીની સ્વતંત્રતા છે. હોવી જ જોઈએ. એ અભિવ્યતિની સીમા પૂરી થાય અટલે ત્યાંથી દુરાગ્રહની સીમા શરૂ થાય. હું જ સાચોનો હુંકાર શરૂ થાય. એ પણ એક જેહાદ બની જાય. મારી જ માન્યતાઓ સાચી અને તમારે સ્વીકારવી જ એવા દુરાગ્રહ અને હટાગ્રહના પરિણામે એક વિગ્રહ શરૂ થાય. શું એ મિત્રો વચ્ચે જરૂરી છે ખરુ? એક બે મિત્રોને બાદ કરતાં આપણે સૌ ૭૫+ ના છીએ. શું આપણે બદલાઈ શકીશું?
વિચારોની અભિવ્યક્તિ એ ખરેખર શૈક્ષણિક વાત છે. એ રિવોલ્યુએશનની સ્લો પ્રોસેસ છે.
માન્યતાઓના સ્વીકાર માટેનો દુરાગ્ર્હ એ ક્રાંતિ ગણાય છે. વિગ્રહ વગર ક્રાંતિ શક્ય નથી.
જે સમયે એક ટીપું આપવાનૂ ચૂકી જવાય, અવસર વીતી ગયા પછી વાવ કુવા ભરીને આપો તો પણ તે અર્થવિહિન બને છે. મને તો શુકદેવની વાર્તા પહેલી વાર જ વાંચવા મળી તેનો આનંદ માણ્યો.
એક પંખી રાજાનું વીર્ય દડિયામાં લઈને ઊડતું હોય બાજ પક્ષી એના પર હુમલો કરે. વીર્ય માછ્લીના મોમાં જાય અને એમાંથી મત્સ્યગંધાનો જન્મ થાય. માછલી સરોગટ મધર બને. પુરાણના સમયમાં ભલે વિજ્ઞાન વિકસ્યું ના હોય પણ સ્પર્મ ડોનેશન અને માનવ વિહિન જળચર જીવોની સરોગસી ની રોમાંચક કલ્પનાઓ તો હતી જ. બસ મારી વાર્તાઓની જેમ જ.
મિત્રો, ૮૧+ના બધા જ વડીલ મિત્રો; આ ચર્ચામાંથી મને ઘણું નવું જાણવા મળ્યું. આભાર સહિત આપ સૌને મારા સાદર વંદન.
On Wed, Jan 27, 2021 at 10:51 AM Niravrave Blog wrote:
iજીવનમાં દરેક પ્રકારની સુગંધ-સ્વાદ હોવા જોઈએ. બધા જ રંગોથી ભરેલું આનંદમય જીવન હોવું જોઈએ. તેથી, એવું કહેવાય છે કે પ્રત્યેક વ્યક્તિનું જીવન એ એક જીવતી –જાગતી નવલકથા છે. ઈશ્વરની નજરમાં દરેકનું જીવન રસપ્રદ છે. તે ખૂબ જ સુંદર છે અને સંપૂર્ણ છે. જીવનને વ્યાપક દૃષ્ટિકોણથી નિહાળો અને જાગૃત રહો. તમે આ પૃથ્વી તરીકે ઓળખાતી જગ્યા પર પૂર્ણ આનંદ માણી શકશો. ઈશ્વરે મગજ સજાગ રહેવા અને સમસ્યાઓનાં ઉકેલ માટે આપ્યું છે – જીવન બધા જ રંગોથી ભરપૂર અને આનંદમય હોવું જોઈએ
**************************************
વ્હાલા ઉત્તમભાઈ,
કંપ્યુટર ચાલું કરીને તમારો લેખ પ્રથમ વાંચી ગયો.
આપે સારો એવો શ્રમ લઈને જે હકિકતો જણાવી છે એ આજે મને જાણવા મળી એનો આનંદ છે.
કુશળ હશો પરિવાર સાથે.
‘ચમન’
On Wed, Jan 27, 2021 at 9:39 AM Suresh Jani wrote:
હા. હવે આવી ચર્ચાઓ જરૂરી નથી લાગતી. પણ કોયડા ઉકેલવામાં રસ હોય તો જણાવજો. અમે પાંચેક જણ અવારનવાર એકમેકને કોયડાઓ મોકલીએ છીએ. અહીં ભેગા પણ કર્યા છે –
https://bgjhaveri2009.wordpress.com/
On Wed, Jan 27, 2021 at 8:35 AM Rashmikant Desai wrote:
આપનાં માથાં એટલા સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને સાત્ત્વિક છે કે ધરવ થતો નથી. ખેર!
અગાઉ આપણે એક બીજાના alter ego હતા. હવે અનેકગાઉ છેટાં faulter ego બની ગયા છીએ. સમયની બલિહારી, બીજું શું? હું બગડતો જ ગયો, તમે સુધરતા ગયા.
હું તમારી પત્રકૃપાને પાત્ર રહ્યો નથી. તેથી આ બધી લખાપટ્ટી બંધ કરવા જેવી છે. આપની સુચિમાંથી મારા નામ-સરનામું છેકી નાખવા વિનંતી કરું છું.
મુ. પ્રજ્ઞાબેન મારા અંગત વડીલ છે. તેઓને પણ સાદર પ્રણામ સહિત આવી જ વિનંતી કરું છું.
On Tue, Jan 26, 2021 at 3:33 PM Suresh Jani wrote:
જે કરવું હોય તે કરો . એ તમારી અંગત બાબત છે. લોકોનું માથું શીદ ખાઓ છો ? !
On Tue, Jan 26, 2021 at 10:58 AM Rashmikant Desai wrote:
તમે વિશ્વાસના અભાવની વાત કરો છો. હું પોતાની શ્રદ્ધાની વાત કરું છું.
On Tue, Jan 26, 2021 at 11:19 AM Niravrave Blog wrote:
‘સાચું સારું કામ કરવાની પ્રેરણા અને હિંમત આપે
તે શ્રદ્ધા.’
શ્રદ્ધાનો અભાવ હોય ત્યારે સમ ખાવા પડતા હોય છે. મારા માથે હાથ મૂકીને કહે કે તું સાચું બોલે છે. આપણને સત્ય ઉપર સૌથી વધુ શંકા જતી હોય છે. અદાલતમાં ગીતા ઉપર હાથ મૂક્યા પછી કેટલા લોકો સાચું બોલતા હોય છે? સાચું બોલવા માટે ભૂમિકા બાંધવી પડે છે. પ્લીઝ, તું ખોટું ન લગાડતો પણ સાચી વાત આ છે, એવા આપણે ખુલાસા કરવા પડતા હોય છે.
કોઈ આપણી સામે સાચું બોલતું ન હોય અથવા તો બોલી શકતું ન હોય ત્યારે પ્રોબ્લેમ એનામાં નહીં, પણ આપણામાં હોય છે. સત્ય સરવાળે ફાયદાકારક છે, કારણ કે અસત્ય જ્યારે પકડાય છે ત્યારે તેની મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે ‘મન લલચાવે,
બુદ્ધિ બચાવે. ‘ માણસની બુધ્ધી વડે કે તર્ક વડે પરમ તત્વ પરમાત્માનુ કે સતનું આકલન થઇ શકતું જ નથી. માણસને સ્વ,સ્વરૂપનું જ્ઞાન પ્રજ્ઞાને લીધેજ થાય છે. જે બુધ્ધી દ્વારા કદી જ્ઞાન પણ પ્રાપ્ત થતું જ નથી.તેના માટે તો ઇન્દ્રિયા તીત,મનથી મુક્ત, નિર્વિચાર,.અહંકાર શૂન્ય,અને ઈચ્છા રહિત થવું જ પડે એટલે કે સો ટકા શુદ્ધતા પ્રાપ્ત કરવી જ પડે તોજ જ્ઞાન ઉઝાગર થાય.છે.બુધ્ધી દ્વારા આવું જ્ઞાન પ્રાપ્ત થાય જ નહી કારણકે બુધ્ધિ તો બેધારી તલવાર છે. જે બન્ને બાજુ કાપે છે. માટે બુધ્ધી દ્વારા પ્રજ્ઞા પ્રાપ્ત થઇ શકે જ નહી. તેના માટે તો બુદ્ધી અને મનથી પર થવું પડે છે..આમ પ્રજ્ઞા એટલે સત્યને ગ્રહણ કરતી ચેતના.
On Tue, Jan 26, 2021 at 9:07 AM Rashmikant Desai wrote:
ખોટું ખરાબ કામ કરતાં રોકે અને
સાચું સારું કામ કરવાની પ્રેરણા અને હિંમત આપે
તે શ્રદ્ધા.
મન લલચાવે,
બુદ્ધિ બચાવે.
(વાપરીએ તો જ.)
On Mon, Jan 25, 2021 at 3:05 PM Niravrave Blog wrote:
અમારા સહતંત્રી મા સુરેશભાઇ જાનીએ ‘યાદદાસ્તની ગલીમાં પાછળ એક ડોકિયું મા પોપટનો રંગ મજેની સાચી ઘટના મોકલી. તેના પ્રતિભાવમા શુકદેવજીની યાદે શુકદેવજીની કથા લખી જે વાતે ઘણા પ્રતિભાવો મળ્યા.અંગ્રેજીમાં જેને ડિસ્સેન્ટ કહે છે તે અસહમતિ માટે ગુજરાતીમાં સુંદર શબ્દ છે ભિન્નમત તેનો પણ આદર કરવો હેલ્ધી એટીટ્યુડ છે.સાથે જણાવવાનું કે આ વાત પદ્મશ્રી’ગુણવંત શાહ લેખક, ચિંતક, વક્તા છે.જેઓએ ‘વિચારોના વૃંદાવન’થી તેમણે ફિલસૂફીથી પુરાણો સુધી અધિકૃતતાથી કલમ ચલાવી છે તેમના બ્લોગ વિચારોના વૃંદાવનમાંથી લીધો છે.
Archive for the ‘પૂર્વ જન્મની કથા’ Category પૌરાણિક દ્રષ્ટાંત કથા: શુકદેવ મહારાજની જન્મ કથા (શ્રીમદ ભાગવતના પ્રવક્તા) Posted માર્ચ 21, 2013
Filed under: કથા, પૂર્વ જન્મની કથા | ટૅગ્સ: અધ્યાય 33૨, અમર કથા, ઘૃતાચી, પોપટ, પૌરાણિક દ્રષ્ટાંત કથા, ભગવાન શંકર, મહાભારત, માતા સતી, વિચારોનું વૃંદાવન, વ્યાસજી, શાંતિ પર્વ, શ્રી શુકદેવ મહારાજની જન્મ કથા, શ્રીમદ ભાગવતના પ્રવક્તા,
પ્રાચીન કથા પ્રમાણે ભગવાનનાં કલા અવતાર વ્યાસજીએ અનેક મહાન ગ્રંથ રચ્યા હતાં તેમને એક પુત્ર અભિલાષા હતી જે તેમનો સર્વોતમ ગ્રંથ “શ્રીમદ ભાગવત” ને સમજી , વિચારી , ધારણ કરી સંસારમાં પ્રસિદ્ધ કરે.
अग्नेर्भूमेरपां वायोरन्तरिक्षस्य वा विभो। થી છેવટે સાક્ષાત નારાયણ ભગવાન પ્રગટ થઈને વરદાન આપ્યું કે “મારી માયા તમને કયારે પણ સ્પર્શ નહિ કરે અને જન્મની સાથે તમને બ્રહ્મજ્ઞાન ની પ્રાપ્તિ થશે . તમારો જન્મ એક પોપટના ઈંડામાં થયો હતો આથી તમારું નામ “શુક” પડશે અને જગતમાં તમે સર્વ ઋષિઓમાં વંદનીય રહેશો .”
આથી શાસ્ત્રોમાં શુકદેવજીની ઉંમર હંમેશા ૧૬ વર્ષની જણાવે છે .
આ અંગે મા ગુણવંત શાહ ના વિચારો જાણીએ
નાનપણથી મેં ઘણાં ઉતાર-ચઢાવ જોયા છે. પણ મમ્મીએ ભગવાનમાં શ્રદ્ધા અને મન પરોવવાનું શીખવ્યું હતું , આથી જીવનમાં કંઈક બની શક્યો છું.
ઘણાં લોકોનો પ્રોત્સાહન , સાથ અને આલોચન વડે આગળ વધ્યો છું.
જીવનદૃષ્ટિ, પ્રેમ , ભગવાનની લીલા , પુરાણ કથોમાં ઘણો રસ હોવાથી આ બ્લોગની શરૂઆત કરી છે.આ બ્લોગમાં મેં અત્યાર લગી વાચેલું , વિચારેલું ,ગમતું , સમજેલું ,આલેખેલું તથા રચેલું , પદ્ય , ગદ્ય અને સાહિત્ય ભેગું કરી અહીં મુકવાનો પ્રયત્ન છે.મને આ માહિતીનો કોઈ શ્રેય નથી જોઈતો. “મારું” હોવાના દાવાનો હું ત્યાગ કરું છું.
જે સમજુ છું તે પ્રસ્તુત કરું છું , યોગ્ય લાગે તો જરૂર પાછા વાંચવા આવજો
અને ના ગમે તો મને ખાતરી છે કે બીજે કશે યોગ્ય વાંચન મળી રહેશે .
આ બ્લોગ પર આપેલી માહિતી બહુ મહેનત અને કાળજીપૂર્વક વાંચેલા અનેક પુસ્તક તથા ગ્રંથ પરથી પ્રસ્તુત કરી છે. માત્ર એટલી અરજી છે કે જો નકલ કરો તો યોગ્ય વ્યક્તિ કે સાહિત્યનો સંદર્ભ આપી એને માન આપજો .
કોઈ કારણસર અથવા અજાણતાં યોગ્ય વ્યક્તિને આ બ્લોગમાં સંપાદિત કરેલા લખાણ માટે શ્રેય આપવાનો રહી ગયો હોય તો અચૂકથી જણાવજો , હું બનતી ત્વરાથી એ ભૂલ સુધારીશ
સૌને ધન્યવાદ
Pingback: અનાગ્રહ | સૂરસાધના
સ્વર, શબ્દ, લય , તાલ અને નયનાબેનના મધુર અવાજના સંગમથી ગઝલ કરતાંગીત વધારે લાગ્યું. વારંવાર સાંભળવાનું મન થાય એવી રચના. બહુજ મજા આવી.