‘તમારું ઘર, તમારી દુનિયા’
આજે ઘરમાં લાંબા સમય પછી જરા આનંદનો, આરામનો માહોલ હતો. પ્રસન્નનું સત્ર બે દિવસ પહેલા સમાપ્ત થયું અને પિંકીની પરીક્ષાઓ પણ કાલે પૂરી થઈ એટલે જાણે ઘર પરથી અને છોકરાઓના મન પરથી કેટલોય બોજ ઉતરી ગયો હોય એવું હળવું ફૂલ જેવું વાતાવરણ હતુ. હવે પરિણામની ચિંતા થોડા દિવસ સુધી આગળ ઠેલીને આઝાદી માણવાના દિવસો શરૂ થયા હતા.
વેકેશનમાં ક્યાંક બહાર જવાના અયોજનને લઈને જમવાના ટેબલ પર કલબલાટ મચ્યો હતો. હર એક જણ પાસે જાત જાતની ફરમાઈશ અને જાત જાતના સુઝાવ હતા.
પિંકી અને પ્રસન્નના પિતા મિ.પ્રસાદે થોડીવાર આ શોરબકોર ચાલવા દીધો અને પછી વાતનો દોર પોતાના હાથમાં લેતા બોલ્યા, “ બધી વાત બરાબર પણ તમને એ તો ખબર છે ને કે પપ્પાની ઓફિસમાં વેકેશન નથી હોતું.”
“અરે, તો પછી તમે આરામથી ઘરે બેસી રહેજો પણ હું તો છેવટે દસ પંદર દિવસ માટેય ક્યાંક તો જઈશ. તમને તો ઓફિસ સિવાય બીજુ ક્યાં કઈ યાદ રહે છે, આ…
વાચકોના પ્રતિભાવ