આ શબ્દ વાંચીએ કે સાંભળીએ અને નિશાળનો ક્લાસરૂમ યાદ આવી જાય ને? એક પિરિયડ પત્યો હોય અને એની પછીના પિરિયડના ગુરૂજીની રાહ જોવાતી હોય, એ સમયમાં મધમાખીના ગુંજારવ જેવો અવાજ. અથવા કોઈ નાટક જોવા કે વ્યાખ્યાન સાંભળવા ગયા હોઈએ અને એ શરૂ થાય તે પહેલાં સંભળાતો અવાજ.
એ માત્ર ધીમો ગુંજારવ જ હોય – કશા અર્થ વિનાનો.
પણ અહીં એની વાત નથી કરવાની. આ ગણગણાટ કે ગુંજારવ આપણે સાંભળી શકતા નથી. તજજ્ઞોના મત મુજબ ઊડતાં પક્ષીઓ આવો ગુંજારવ કરતાં હોય છે. અને એ એમને માટે બહુ કામનો હોય છે. સાથે ઊડતાં હજારો સાથીઓ સાથે તાલ મીલાવીને ઊડવા માટેની એમની કોઠાસૂઝ અને એ માટેનું એક સાધન. એનો અંગ્રેજી શબ્દ
Murmurations
આવું અદભૂત ઉડ્ડયન આપણે સૌએ નિહાળેલું છે – જોયા જ કરીએ એવું. પણ એને માટે પક્ષીઓ કોઈ નિશાળમાં નથા જતાં! એ તો એમની કોઠા સૂઝ અને બીજાં સિનિયરોનું અનુકરણ કરીને પ્રાપ્ત કરેલી ક્ષમતા. એ ઉડ્ડયન માટે કોઈ મકસદ નથી હોતી.
ખાલી …. ઊડવાનો આનંદ
આ અંગ્રેજી શબ્દ વિશે જાણ થઈ અને આ વિડિયો જોયો પછી એક જ પ્રશ્ન ઊભરી આવ્યો. એમ કેમ કે, એ પક્ષીઓ કરતાં અનેક ગણું વિષદ અને જટિલ મગજ અને મન મળ્યાં હોવા છતાં, આપણે માનવો આવી, કેવળ આનંદ માટેની સહિયારી પ્રવૃત્તિ નથી કરી શકતાં?
આપણી અગાધ વિચાર શક્તિ શા માટે, મોટા ભાગે સ્વલક્ષી પ્રવૃત્તિને જ જન્મ આપે છે?
“એ ઉડ્ડયન માટે કોઈ મકસદ નથી હોતી.
ખાલી …. ઊડવાનો આનંદ”
દિમાગ અને મન ક્યાંથી ક્યાં અને શું શું જોઈ લે છે?!
Nothing માંથી કંઇક સૃજન ! આ એક વિશેષ ગુણ લક્ષણ
તમે માહિર..
અભિનંદન તો બનતાં હૈ જી d
સુ જા મહા.
વાહ ખૂબ સરસ ગૂંજારવ …બાળપણની એ વર્ગની બે પિરિયડ વચ્ચેની એ પળોનો આનંદ યાદ આવી ગયો…🙏
wah wah