સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

જાગૃતિનું ગીત – પથારી સંકેલો

વીતી ગઈ છે રાત: પથારી સંકેલો !
પોકારે  પરભાત: પથારી સંકેલો …….

આખું ગીત અહીં ….

2 responses to “જાગૃતિનું ગીત – પથારી સંકેલો

 1. pragnaju એપ્રિલ 2, 2021 પર 9:13 એ એમ (am)

  પથારી સંકેલો – સ્વરાંકન & સ્વર અરવિંદ બારોટ મા માણ્યુ
  સાથે પડઘાય સુ શ્રી ગાર્ગી વોરાનો સ્વર
  (જાગી જવાનું ગીત)

  વીતી ગઈ છે રાત: પથારી સંકેલો !
  પોકારે પરભાત: પથારી સંકેલો !

  અનહદના ઓંછાયા ઓરા ઓરા આવે,
  રુંવે રુંવે રણઝણતું કો’ બીન બજાવે;
  આ જ ઘડી રળિયાત: પથારી સંકેલો !

  મોંસૂઝણાની વેળા થઈ છે:નેણાં ખોલો !
  અજવાળાનાં પગલાં થાશે:ખડકી ખોલો !
  પરદા ખૂલશે સાત: પથારી સંકેલો !

  બચકાં બાંધો: જાવું છે છેટાની વાટે ,
  વાટ જુએ છે શામળિયો જમનાને ઘાટે;
  ભેળી લેજો જાત: પથારી સંકેલો !

  -અરવિંદ બારોટ કવિએ નિર્દેશ્યુ છે, – જાગી જવાનું ગીત, આને મોહનિન્દ્રામાંથી જાગવાનું ગીત કહી શકાય ? અંતિમ ઘડી આવે ત્યાં સુધી અંદર રહેલા આત્માની કોઈ ખેવના રાખ્યા વગર જંજાળોમાં જીવ્યે જતા માણસ માટે ! જાગૃતિની ક્ષણ કોઈનેય ક્યારેય પણ આવે, એ આવે એટલું જ મહત્વનું…
  ધન્યવાદ

 2. Qasim Abbas એપ્રિલ 2, 2021 પર 9:50 એ એમ (am)

  આજ ના ધમાલિયા વાતાવરણ માં જીવન ની હકીકત:

  વીતી ગઈ છે રાત: પથારી સંકેલો

  પોકારે પરભાત: પથારી સંકેલો

  જોબ પર જવું છે: પથારી સંકેલો

  તૈયાર પણ થવું છે: પથારી સંકેલો

  આજે ટ્રાફિક પણ જામ છે: પથારી સંકેલો

  ઓફિસ માં ઘણું કામ છે: પથારી સંકેલો

  ટાંકી પણ ભરવી છે: પથારી સંકેલો

  લોન્ડરી પણ કરવી છે: પથારી સંકેલો

  કાસીમ અબ્બાસ

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: