સાભાર – આનંદ આપ્ટે ( શાળા કાળના મિત્ર )
રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ કેરાલામાં કુન્નુરની મુલાકાતે ગયા હતા. ત્યારે તેમને ખબર પડી કે, ફિલ્ડ માર્શલ માણેકશા ત્યાંની મિલિટરી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. કલામને તેમને મળવાની ઇચ્છા થઈ અને ૧૫ મિનિટ તેમની સાથે ગાળી. વિદાય લેતા પહેલાં તેમણે એક ઔપચારિકતા તરીકે પૂછ્યું , “ હું તમારા માટે કાંઈ કરી શકું? તમને કશી ફરિયાદ છે? તમને વધારે સવલત રહે, તે માટે હું કાંઈ કરી શકું ? “
સેમ બોલ્યા, “ હા! નામદાર. મારી એક તકલીફ છે . “
કલામને આશ્ચર્ય થયું અને એ તકલીફની વિગત પૂછી.
સેમે કહ્યું, “ મારા પ્યારા દેશના રાષ્ટ્રપતિ મારી સામે ઊભા છે અને એક લશ્કરી માણસ તરીકે હું તેમને ઊભો થઈને સલામ નથી કરી શકતો !”
કલામની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં .
મુલાકાત દરમિયાન કલામને એ ખ્યાલ આવી ગયો હતો કે, ફિલ્ડ માર્શલનું બિરૂદ સેમને આપવામાં આવ્યું હતું . પણ એને આનુશંગિક પેન્શન વીસ વરસ સુધી આપવામાં આવ્યું ન હતું . કોઈએ એ બાબત દરકાર કરી ન હતી, અને સ્વમાની માણેશાએ પણ એ માટે કોઈ કાકલૂદી કરી ન હતી.
કલામ દિલ્હી પાછા ફર્યા અને આ બાબત ઘટતું કરવા લાગતા વળગતા ખાતાઓને જણાવ્યું . રૂપિયા સવા કરોડ બાકી નીકળતા હતા. તેમણે સંરક્ષણ ખાતના સેક્રેટરીને એ રકમનો ચેક લઈને ઊટી ખાસ લશ્કરી પ્લેનમાં મોકલ્યા. માણીક્શા તે વખતે ત્યાં હવાફેર માટે ગયા હતા.
અને માણેશાએ એ આખી રકમ લશ્કરના જવાનોને રાહત માટેના ફંડમાં પાછી વાળી દીધી.
બોલો … કોને આપણે સલામ કરીશું?
Like this:
Like Loading...
Related
કોટી કોટી સલામ બન્ને ભારતમાના સુપુતોને
અને
સલામ પ્રસંગ જણાવનાર આનંદ આપ્ટે અને સુજાને
Both the great men are indeed worthy for salutation.
એ બંન્નેને તો ખરાં જ ખરાં, સાથે તમને ય. આવી સરસ વાત શેર કરવા માટે. કેટલું
ગૌરવ અને ગર્વ થાય ! દેશના આવા રત્નો માટે !!