સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ધડાકો

આ બીગ બેન્ગની વાત નથી અને લડાઈના બોમ્બ ધડાકાની વાત પણ નથી. કોઈ જ્વાળામુખી ફાટવાના સમાચાર પણ નથી. પણ આ એવા ધડાકાની વાત છે કે, જે બહુ શાંત રીતે અને સતત આપણા જીવનને અસ્ત, વ્યસ્ત, ધ્વસ્ત કરી રહ્યો છે. દુઃખની વાત તો એ છે કે, આપણે એને બહુ સારી રીતે જાણીએ છીએ, પણ એનાથી એક ઇન્ચ પણ દૂર ભાગી શકતા નથી. ઉલટાંનું આપણે રોકેટની ગતિથી એની નજીક સરકવામાં આનંદ માણીએ છીએ !

કેવી અજીબોગરીબ વાત લાગી નહીં? પણ એ બાબત બે શબ્દ લખું – એ પહેલાં આ ચિત્ર જુઓ –

ગઈકાલે એક મિત્રે ખબર આપી અને એક વોટ્સ એપ ગ્રુપમાં જોડાયો. એક દિવસ પણ પૂરો નહોતો થયો અને ઉપરના સામાયિકોની પીડીએફ ફાઈલો મને સાવ મફતમાં મળી ગઈ !

કુલ ૨૦૯ પાનાંનું વાંચન

– માત્ર ૨૦૯ પાનાં!

આજે બીજો દિવસ છે, અને આવાં બીજાં સામાયિકોનો જથ્થો હાજર કરી દેવામાં આવ્યો છે. આટલું બધું વાંચવાનો કોને સમય હશે? મારા માત્ર ૪૦૦ – ૫૦૦ શબ્દોના લખાણ પણ કોઈ અંગત સંબંધી કે મિત્ર વાંચતા હશે કે કેમ ? – એ સવાલનો જવાબ મને હજી મળ્યો નથી! અને …

આ તો પાશેરામાં એક નાની પૂણી પણ નથી. સોશિયલ મિડિયામાં જાતે બનાવેલી કે કોઈકની બનાવેલી એંઠી સામગ્રીનો અવિરત ઢગલો ખડકાતો જ રહે છે – સતત…. સહેજ પણ અટક્યા વિના. ઢગલાબંધ વિડિયો પણ !

આને ધડાકો ન કહેવાય તો બીજો કયો શબ્દ છે?

તમારી પાસે આનાથી બચવાનો કોઈ રસ્તો છે ખરો?

સોશિયલ મિડિયા પર એક ચિંતન અહીં ….

6 responses to “ધડાકો

 1. Qasim Abbas એપ્રિલ 19, 2021 પર 9:44 એ એમ (am)

  ઉર્દુ ભાષા માં એક કહેવત છે ” નેકી કર ઔર દરિયા મેં ડાલ ”

  આ અનુસાર અત્યારના વાહટસ એપ ના યુગ માં આ કહેવત વાપરી શકાય

  ” નેકી કર ઔર દરિયા મેં ડાલ
  જો કુછ ભી આયે, વાહટસ એપ પર ડાલ ”

  આ બીમારી થી બચવાનો એક જ ઉપાય છે અને તે કે ” દરેક ગ્રુપ ને સાયોનારા એટલે કે રામ રામ.

 2. mahendra thaker એપ્રિલ 19, 2021 પર 12:34 પી એમ(pm)

  To unsubscribe from group – I sent for your info & you have written nice article which is true

 3. pragnaju એપ્રિલ 19, 2021 પર 4:47 પી એમ(pm)

  અર્થ :
  ‘ધડાક’ એવો ભારે મોટો અવાજ, (ખાસ કરીને) તોપનો ફૂટવાનો અવાજ.
  (૨) (લા.) કાળનો ઝપાટો.
  (૩) માણસ ચોંકી ઊઠે તેવા સમાચાર, સનસનાટી થાય તેવા સમાચાર કે જાહેરાત, ‘શૉડાઉન’ ખૂબ સુંદર ધડાકો
  આપની આ વાત ‘એક નાનકડી કેડી અથવા થોડી કેડીઓ જો આકાર લે તો, કાળક્રમે એ ઉન્નત ભવિષ્ય તરફ સમાજને લઈ જતો રાજમાર્ગ બની શકે. છૂટાં છવાયાં આવાં મંડળો અસ્તિત્વ ધરાવે પણ છે. જો સમાજમાં એ પ્રવાહ બળવત્તર બને અને વધારે ને વધારે કેન્દ્રિત (focused) બાબતોમાં રસ અને જાગરૂકતા કેળવાય તો સામાન્ય માણસમાં પણ કુતૂહલ, શોધ, કલ્પના શક્તિ અને સર્જકતા મ્હોરી શકે.’ સંપૂર્ણ સંમત

 4. સુરેશ એપ્રિલ 19, 2021 પર 8:27 પી એમ(pm)

  Message to a friend who liked these thoughts –
  This info bombs will have five effects –
  1. None will read.
  2. Genuine creators will be deprived of audience , Even their close contacts will not bother to read their works.
  3. Only cheap, short lived and vulgar info will become virus.
  4. IT systems will be stuffed and overloaded with useless or unused info.
  5 over a period creativity will get suffocated.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: