સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

બે ચહેરા

આ બે ફોટા જુઓ

એક જ દિવસે પાડેલા આ વ્યક્તિના બે પોઝ – એક પોઝિટિવ અને બીજો નેગેટિવ. પણ એ તો ફોટોગ્રાફી કળાની વાત. અહીં વાત બીજી કરવાની છે.

કોઈને પણ ડાબી બાજુ વાળો ચહેરો જ વધારે ગમે. આ લખનાર પણ એમાંથી બાકાત નથી. પણ જણ તો એનો એ જ છે. માત્ર બાહ્ય દેખાવ જ ભિન્ન છે. ભિન્ન જ નહીં – એકમેકથી સાવ વિરોધાભાસી.

પણ અંદર?

એ જણની કે કોઈ પણ જણની અંદર પણ બે જણ બિરાજમાન હોય છે. ભલે ને એ મહાન સંત કેમ ન હોય?

આપણને ગમે કે ન ગમે – પણ એ જ તો વાસ્તવિકતા છે ને?

બન્નેનો સ્વીકાર

ન ગમ્યું ને?

ન જ ગમે !

આપણને કુરૂપને દૂર રાખવા કેળવણી આપવામાં આવી છે.

પણ કેળવણીની બીજી રીત એ પણ છે કે,

* જે છે – તેનો સ્વીકાર

* એ બે ભિન્ન સ્વરૂપો પ્રગટ થાય – ત્યારે એને તટસ્થ રીતે જોવાનો મહાવરો

* સાક્ષી ભાવ

અનુભવે એમ સમજાયું છે કે, જેમ જેમ આ મહાવરો પુષ્ટ બનતો જાય, તેમ તેમ અસદનું પ્રમાણ ઘટવા લાગે . ધીમે ધીમે એ જ કાદવમાંથી કમળના છોડનો અંકૂર ફૂટે .

ફૂટે…. ફૂટે …. ને ફૂટે જ


કારણ એ કે, માનવ પિંડના પાયાના જિન્સમાં એ અંકૂર સુષુપ્ત હોય જ છે. એને પોષણ મળે તો એમાંથી નવું સર્જન થાય અને એની ચરસીમામાં કમળ પ્રગટે.

સતત જાગૃતિ.

સતત જાતના સ્વભાવ અને વર્તનનું નિરીક્ષણ.

ક્ષતિ તો થવાની જ. પણ એ માટે પ્રતિક્રમણ .

ફરી એ ન થાયએ માટે શક્તિ આપવાની પરમ તત્વને પ્રાર્થના.

ચાલતા રહીએ

આ લેખના વિચારને સમરૂપ અગાઉના લેખ પણ કદાચ વાચકને ગમે –

રૂપ કુરૂપ

સદ – અસદ

સર્જનની પીડા

ડો. જેકિલ અને મિ. હાઈડ

3 responses to “બે ચહેરા

 1. pragnaju એપ્રિલ 24, 2021 પર 1:53 પી એમ(pm)

  આપણા ધાર્યા પ્રમાણે બધું જ થયા કરે, આપણે જે જે ધારીએ ને તે બધું જ થયા કરે, ઊંધું નાખીએ તોય છતું થાય, એવું એ પોઝિટિવનો સ્વભાવ છે અને બીજો ટાઈમ, એવો નેગેટિવનો ટાઈમ આવ્યો કે બધું નાખીએ તોય, છતું નાખીએ તોયે ઊંધું પડે બધું.
  બન્ને સ્વિકાર….
  મૂળ રૂપે આત્મસ્વરૂપ થાય, તો પછી પોઝિટિવ-નેગેટિવ શક્તિઓ તમને અડે નહીં. પછી અસર ના કરે

 2. janirita2014 એપ્રિલ 24, 2021 પર 7:33 પી એમ(pm)

  ખૂબ સરસ.
  શું સ્વીકાર કરવાનું અશક્ય કે મુશ્કેલ છે?
  પ્રથમ દૃષ્ટિએ હા…પણ લેખક કહે છે એમ જો માનસિકતા બદલીએ તો થઈ શકે.
  બે ફોટા થકી જે સમજ આપી તે ખૂબ ગમ્યું.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: