સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

જીવન – ૧૪ , કેળ

‘જીવન’ શ્રેણી પર લખવાનું ૨૦૧૩, જુલાઈથી બંધ હતું. કાળબળે, એ અંગે નવા વિચાર આવતા ન હતા. બે ત્રણ દિવસથી એક વિચાર આવ્યો અને આ શ્રેણી શરૂ કરવા મન થયું . પરમ તત્વ લખાવશે, તો એ જૂનો ક્રમ ચાલુ થશે.

[ જીવન શ્રેણીના બધા લેખ અહીં ………..]

આજ તો આ એક નવો વિચાર ફણગો !

કેળું ખાતાં આ વિચાર –

આપણે ખાતાં હોઈએ, તે બધાં ફળોમાં કેળાં સૌથી વધારે વપરાય છે. સાવ સામાન્ય માણસને પણ તે પરવડી શકે છે. કદાચ બીજું કશું ન મળે તો , બે ત્રણ કેળાંથી પણ ભૂખ શમી શકે છે. પણ એ તો આપણા સ્વાર્થની વાત.

જે જીવન એ બનાવે છે – એને માટે એ શું કામ આપે તે પ્રશ્નનો જવાબ મને કદી મળ્યો નથી. વનસ્પતિશાસ્ત્ર મુજબ કેળ એ Bulbous plant છે. [ વધારે માહિતી અહીં ... ] એ જાતની વનસ્પતિની વંશવૃદ્ધિ એના મૂળ પાસે ઊગતા બલ્બમાંથી થાય છે. એને ફૂલ તો આવે પણ એ બી બનાવવા નહીં . માત્ર શોભા માટે !

પણ કેળ માત્ર ફૂલ બનાવીને અટકી જતી નથી. એ સરસ મજાનાં કેળાં બીજાને માટે બનાવે છે. કેળાં બરાબર તૈયાર થઈ જાય પછી કેળ સૂકાવા માંડે છે, અને એના બલ્બમાંથી પ્રગટેલ નાની કેળો એની આ ખાનદાની વિરાસતને આગળ ધપાવવા વધવા માંડે છે.

બીજાંને માટે જ. પોતાને કશા જ ખપનાં નહીં

ઉદાત્ત જીવન
અદભૂત જીવન

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: