સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ગધેડાની વાર્તા – એક અવલોકન

કેમ ? શિર્ષક વાંચીને એકદમ આકર્ષાઈ ગયા ને? !

આ લખાણનો એ જ તો આશય છે. પણ મારી વાત કહું , એ પહેલાં સોશિયલ મિડોયા પરથી મળેલ મૂળ અંગ્રેજી વાર્તા અને એનો સાર અહીં વાંચો 👇

Tale of a donkey

એનો સારાંશ >>>

So, it’s our responsibility not to react on every donkey released by the media and preserve our relationship with our friends, relatives and community.

વાતનો ગુજરાતી અનુવાદ નથી કરતો પણ એના સારાંશ પર આ એક અવલોકન છે!

સોશિયલ મિડિયા વિશે અહીં અગાઉ લખ્યું હતું – આ રહ્યું

એ સાર સોશિયલ મિડિયાનું એક અત્યંત કુરૂપ પાસું છે – કદાચ બહુ જ મોટી હાનિ કરી શકે તેવું. કદાચ એ કાળીમસ કુટિલ મકસદથી સતત રીતે કરવામાં આવી રહ્યું છે.

– નાઝી જર્મનીના ગોબેલ્સની જાણીતી રીતિ નીતિ અનુસાર.

પોતાના પંથકમાં ટોળાં ભેગાં કરવાં – એ ધર્મનીતિ ( Theocracy ) અને રાજનીતિની સદીઓથી મહત્વાકાંક્ષા રહી છે. ઈતિહાસ એની સાક્ષી પૂરે છે . એ વૈશ્વિક ચાલબાજી છે.

પણ… આપણે શાણા ગુજરાતીઓ શું એ ન સમજી શકીએ એટલા બધા બુદ્ધુ છીએ?

શું આપણે આપણી બુદ્ધિ ગીરે મૂકી દીધી છે?

અસ્તુ !

2 responses to “ગધેડાની વાર્તા – એક અવલોકન

  1. Qasim Abbas મે 1, 2021 પર 3:51 પી એમ(pm)

    આ વિષય પર મેં ઉર્દુ ભાષા માં ” સોશિયલ મીડિયા ની નકારાત્મક અસર ” વિષે લખેલ છે, અને તેનો સાર એ છે કે કોઈ પણ જુઠાણું સોશિયલ મીડિયા પર મૂકી દો તો તે એક કલાક માં પુરા જગત માં ફેલાઈ જાય છે.. જુઠાણાં ને પુરા જગત માં પ્રસારિત કરવાનો નુસખો છે ” સોશિયલ મીડિયા “.

  2. pragnaju મે 2, 2021 પર 8:46 એ એમ (am)

    સોશિયલ મીડિયા તમારા પર કેવી અસર કરે છે તેનો આધાર તમે કેટલો સમય ગાળો છો અને કોને ફોલો કરો છો તેના પર પણ રહેલો છે. સોશિયલ મીડિયા આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ જ નહીં, કરોડો લોકો માટે એક એડિકશન બની ગયું છે. લોકો સમય હોય કે ન હોય વોટસએપ, ફેસબુક ઇન્સ્ટાગ્રામ ,ટ્વિટર પર રચ્યાપચ્યા રહે છે. જોકે કયારેય આપણે વિચાર્યું છે કે સોશિયલ મીડિયાના ફોટોગ્રાફસ અને વિવિધ પોસ્ટ તમારા માનસ પર કેવી અસર કરે છે? પછી ભલે તે તમારા મિત્રના હોલિડેના ફોટા હોય અથવા કોઈ સેલિબ્રિટીનો જિમમાં વર્કઆઉટ કરતો ફોટો હોય.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: