સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

દિવડાને ફૂંક!

રવિ પરમાર,સુરત

એક દિવડાને મારી મેં ફૂંક.!
ખોબો’ક અજવાળું એનું ખોવાઈ ગ્યું એટલે તો અંધકારને આવી ગઈ ચૂંક!

કોડીયાએ માંડ-માંડ પડછાયો ગોત્યો, ત્યાં ભરખી ગ્યું અંધારૂં ઘોર..
હમણાં તો ઓળખાતો દિવડાથી માળો એ, ને થઈ ગ્યો એ કાંટાળો થોર..
લે..મૂકું છું મારી હું અંધારે ધારણા, તું અંધારે અટકળને મૂક!
એક દિવડાને મારી મેં ફૂંક.!

દિવડાની જ્યોત સાવ એકલી અટૂલી, કોઈ થરથરતાં ભણકારા બાળે..
સનનન્..દઈ છૂટેલી ફૂંકે વિંધાયો, એ પડછાયો અજવાળું ભાળે?
અંધારિયો ઓરડો ચાંદાને કહેતો કે ફળિયામાં આવીને ઝૂક!
એક દિવડાને મારી મેં ફૂંક!

One response to “દિવડાને ફૂંક!

  1. Qasim Abbas મે 3, 2021 પર 12:36 પી એમ(pm)

    એક દિવડાને મારી તેં ફૂંક
    હવે તે દીવડા ને નીચ મૂક

    કારણ કે

    દિવા નીચે અંધારું
    એ લાગે નહિ સારું

    ________________________________

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: