‘અફલાતૂન તબીબ’ શ્રેણીના બધા લેખ વાંચવા અહીં ‘ક્લિક’ કરો.
બાળકોને ગમે તેવો ફોટો! પણ અહીં એ માટે કે, એ ‘સુજા’એ ફૂલાવ્યો છે! આ એક નહીં – આવા ૧૦ ફુગ્ગા છેલ્લા ૧૦ દિવસની કસરત – દવાના ભાગ રૂપે ફૂલાવ્યા છે! શરૂઆત કરી ત્યારે પાંચ વખત છાતીમાં પૂરાય એટલી હવા ભરી, ગલોફાં ફૂલાવી આટલો મોટો ફુગ્ગો ફૂલાવ્યો હતો. આ દસ દિવસ પછી ચપટીક તાકાત વધી છે.
આજે ચાર પ્રયત્નોમાં એ ફૂલાવી શકાયો.
ફૂલણજી થવાની તાલીમ!
શા માટે આ બધી તરખડ અને આ ઉમરે?
દમ
૫૬ વરસ જૂનો દમ ! એના બીજા ઉથલાની વાત આ રહી.
તે વખતે નૈસર્ગિક ઉપચારોથી ઘણો જ સુધારો થયો હતો. એટલે તો ૪૦ વરસ ખેંચાઈ શકાયા. પણ એ વખતે તો આ ચરખો જુવાન હતો. હવે ૮૦ ના આંક તરફ ગતિ કરી રહેલ ટાયડા ઘોડા જેવી એની મશીનરીમાં એ તાકાત હવે ક્યાંથી હોય? પણ દસ દસ વરસ વિવિધ જાતના પ્રાણાયમો કરવા છતાં, આ દસ દિવસ જેવું પરિણામ આવ્યું ન હતું.
ફેફસાંના દર્દોના નિષ્ણાત ડોક્ટરની ચકાસણી હેઠળ પાંચ વરસથી એ ચરખો છે. પણ એમની સારવારથી ફરી દમનો જીવલેણ ઉથલો ઊપડ્યો નથી – એટલું જ.
પણ આ પ્રયોગ પરથી એમ લાગ્યું છે કે,
છ એક મહિના આ કોશિશ ચાલુ રહે તો….
મામુલી શ્રમથી પણ ઊભરાઈ આવતો એ હાંફ કદાચ થાકશે!
કોણ છે – એ અફલાતૂન તબીબ?
આખી જિંદગી અમદાવાદમાં જનરલ પ્રેક્ટિસ કરી કેલિફોર્નિયાના ફ્રિમોન્ટમાં દીકરા સાથે નિવૃત્ત જીવન ગાળતા …..
ડો. રઘુ શાહ
Like this:
Like Loading...
Related
વાહ ! રોજ કરવા જેવી કસરત છે.
Pingback: કરામત કરી છે – ૨ | સૂરસાધના