આમ તો આ ફોટો અને આ વાત ટેક્સાસ-ટેક, લબક ખાતે મારી દીકરીના દીકરા જયના દીક્ષાન્ત સમારોહની છે – convocation, graduation.
પણ જ્યારે અમે તેને પોરસાવવા ત્યાં પહોંચ્યા ત્યારે ઉપરના ફોટામાં દેખાતો મોટા ટીવી સ્ક્રીન પરનો સ્વાગત સંદેશ વાંચી મન વિચારે ચઢી ગયું . એ વિચારની અભિવ્યક્તિ તો પછી. પણ એ શુભ પ્રસંગના આ થોડાક બીજા ફોટા –
ટેક્સાસ ટેક – લબક બહુ સમૃદ્ધ યુનિ. છે. એ જ આખા શહેરની મુખ્ય પ્રવૃત્તિ. ત્રણ ચાર આવાં કે આનાથી પણ વધારે વિશાળ સ્ટેડિયમો, શિક્ષણ અને સંચાલન માટેની મસ મોટી, સાધન સમૃદ્ધ ઈમારતો અને રહેવાની ઠીક ઠીક ઉચ્ચ કક્ષાની સવલત વાળાં હોસ્ટેલો/ રહેઠાણો અમેરિકાની સમૃદ્ધિની સાક્ષી પૂરે છે. લગભગ ૬૦૦ – ૮૦૦ વિધાર્થી/ વિદ્યાર્થીનીઓ તે દિવસે પોતાની જિંદગીની યાત્રા શરૂ કરવા મેદાને પડ્યા.
‘દીક્ષાન્ત’ શબ્દના સ્થાને ‘પ્રવેશ’
જીવનનો વિકાસ, શિક્ષણ, કેળવણી વિ. ના મત્લાનો સાર આપતો કેટલો બધો યથાર્થ શબ્દ ?
એક વ્યક્તિની ૨૦ – ૨૫ વર્ષની સાધના
એના પાલક કુટુમ્બની મહામૂલી મુડીના મોટા મસ ખર્ચ પાછળની ભાવના
તમામ શિક્ષણ સંસ્થાઓનો પાયાનો ઉદ્દેશ.
શિક્ષણ યજ્ઞની સમાપ્તિ
પણ જીવન સંગ્રામના મધ્યના અને બહુ જ અગત્યના ભાગની શરૂઆત
આખા વિશ્વમાં આનાથી ઘણી વધારે વિશાળ અથવા આવી જ કે આનાથી નિમ્ન કક્ષાની કે સાવ સામાન્ય સંસ્થામાંથી હજારો / લાખોની સંખ્યામાં યુવાનો અને યુવતીઓ તૈયાર થઈને પોતાના જીવનના મુખ્ય ભાગની શરૂઆત કરતાં હશે.
કેટકેટલી આશાઓની
મહત્વાકાંક્ષાઓની
ઉલ્લાસોની
ઉમંગોની
ચિંતાઓની
મૂષક દોડોની
વ્યથાઓની
હતાશાઓની
શરૂઆત
અસંખ્ય જીવન કિતાબોનાં પાનાં મનઃચક્ષુ સમક્ષ ખૂલવાં લાગ્યાં. અહીં કરેલ અનેક અવલોકનો તાજાં થઈ ગયાં.
Very nicely expressed
આનંદદાયક વાતોનુ સ રસ દર્શન
ધન્યવાદ
Beside Nani, Nana and mama 2 Dadi, Dada and Foi + all wish Jay Success in his path.
શબ્દોની પસંદગી કેટલી મહત્વપૂર્ણ છે ! એ આખો ભાવ બદલી નાખે છે !