સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સ્વગૌરવ, અહંકાર અને કર્તાભાવ

કુંતલે સાહેબની તેની ભૂલ પરની તીવ્ર પ્રતિક્રિયા પછી જો એવું વિચાર્યું હોત કે કામમાં ભૂલ તો બધાની થાય. ભૂલ કરવી એ કોઈ ગુનો નથી. આ ધરતી પર એવો કોઈ માણસ જન્મ્યો જ નથી જેણે ભૂલ કરી ન હોય. માણસ એકવાર ભૂલ કરે એટલે એનો અર્થ એવો નથી થતો કે તે ‘બુદ્ધિનો લઠ્ઠ’ છે અને આખી જિંદગી ભૂલ કર્યાં જ કરશે.

ભૂલ થાય તો તેનો સ્વીકાર કરી લેવો. તેના પરિણામો ભોગવવાની તૈયારી રાખવી અને આવી ભૂલ ફરીથી ન થાય તેની તકેદારી રાખવી. ભૂલ ક્યારેય કોઈ જાણી જોઈને કરતું નથી.

જો કુંતલે આવું બધું વિચાર્યું હોત તો સાહેબે આપેલાં બુદ્ધિના લઠ્ઠ લેબલને સહેલાઈથી સ્વીકારી લીધું ન હોત.

– શ્રી. મૃગેશ વૈષ્ણવ

‘વેબ ગુર્જરી’ પર વાંચેલ લેખ માંથી તારણ

[ એ લેખ વાંચવા અહીં ક્લિક કરો . ]

મનગમતો વિષય. આ બ્લોગ પર આ વિશે ઘણું બધું લખ્યું છે. પણ ફરી ફરીને એ વાત દોહરાવવા મન થાય છે કે, ‘અહં’ના કેટલાં બધાં સ્વરૂપો?’ કોઈના પણ જીવનમાં સૌથી અગત્યની એક જ વાત હોય તો તે છે –

अहं

આપણને ઠોકી ઠોકીને , વારંવાર અહં ઓગાળવાનું કહેવામાં આવે છે. પણ આ અને આવા વિચાર લેખોમાં એ બહુ સ્પષ્ટ રીતે સૂચવવામાં આવે છે કે, અહં માટે, પોતાની પુખ્ત ઓળખ માટે, સાચી સમજની તાતી જરૂર છે. એ સમજ ન હોવાના કારણે અથવા આપવામાં આવતી સમજનું મનગમતું કે પોતાની ચિત્ત વૃત્તિ અનુસાર અર્થઘટન કરવાથી બહુ જ મોટો અનર્થ થઈ રહ્યો છે.

વધારે ખાસ ઉમેરો કરવો નથી. પણ આપણી ચિત્તવૃત્તિને સાચી દિશા આપતો, મૃગેશ ભાઈની યુ ટ્યુબ ચેનલ પરનો આ સ્તૂતિ વિડિયો આપણા અહં/ સ્વગૌરવ/ કર્તાભાવને કદાચ સાચો વળાંક આપી શકે.

3 responses to “સ્વગૌરવ, અહંકાર અને કર્તાભાવ

 1. સુરેશ મે 24, 2021 પર 6:04 પી એમ(pm)

  ભૂલ થાય તો તેનો સ્વીકાર કરી લેવો. તેના પરિણામો ભોગવવાની તૈયારી રાખવી અને આવી ભૂલ ફરીથી ન થાય તેની તકેદારી રાખવી. ભૂલ ક્યારેય કોઈ જાણી જોઈને કરતું નથી.

  જૈન દર્શનની પ્રક્રિયા –
  આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન

 2. Jayshree Patel મે 24, 2021 પર 8:47 પી એમ(pm)

  અહં થી દૂર રહેવાય તો સંબંધોને સાચવી લેવાય. ભૂલ થાય તો
  અહંથી દૂર રહેલો માનવી જરૂર તે સુધારી પણ શકે.
  જયશ્રી પટેલ

 3. pragnaju મે 25, 2021 પર 7:49 એ એમ (am)

  નાનપણથી આ પ્રાર્થના કરીએ છીએ
  ઓ ઈશ્વર ભજીએ તને…..

  ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ,
  ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ.

  હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ,
  ભૂલ કદિ કરીએ અમે, તો પ્રભુ કરજે માફ.

  પ્રભુ એટલું આપજે, કુટુંબ પોષણ થાય,
  ભૂખ્યા કોઈ સુવે નહીં, સાધુસંત સમાય.

  અતિથિ ઝાંખો ન પડે, આશ્રિત ન દુભાય,
  જે આવે અમ આંગણે, આશીષ દેતો જાય.

  સ્વભાવ એવો આપજે, સૌ ઈચ્છે અમ હિત,
  શત્રુ ઈચ્છે મિત્રતા, પડોશી ઈચ્છે અમ પ્રીત,

  વિચાર, વાણી અને વર્તને, સૌનો પામું પ્રેમ,
  સગા સ્નેહી કે શત્રુનું, ઈચ્છું સદા કુશલક્ષેમ,

  જોવા તે આપી આંખડી, સાંભળવાને કાન,
  જીભ બનાવી બોલવા, ભલું કર્યું ભગવાન.

  ઓ ઈશ્વર તું એક છે, સર્જ્યો તે આ સંસાર,
  પૃથ્વી પાણી ને પર્વતો, તેં કીધા સર્વ તૈયાર.

  તારલા તારા શોભીતા, સુરજ ને વળી સોમ,
  તેં તો સઘળા રચ્યાં, ભલું તારું જબરું જોમ.

  આપ્યા જ્ઞાન ગુણ અમને, તેનો તું છે દાતાર,
  બોલે પાપી પ્રાણીઓ, એ છે તારો જ ઉપકાર.

  કાપ ક્લેશ ને કંકાસ, કાપ પાપ ને પરિતાપ,
  કાપ કુમતિ કરુણા દેજે, કાપ કષ્ટ સુખ આપ.

  ઓ ઈશ્વર નમું તમને, માંગુ જોડી મારા હાથ,
  આપજે સદ્ ગુણ અને, સુખમાં રાખજે સાથ.

  મન વાણી ને હાથથી, કરીએ સદા તારા કામ,
  એવી બુદ્ધિ આપજે, અને પાર કરજે તે તમામ.

  ઓ, ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ,
  ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ.

  #######

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: