સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ફુલણજી પડીકું!

દેડકો ફુલણજી હોય કે, કોઈ અભિમાની જણ ફુલણજી હોય. પણ … કાલે ફુલણજી પડીકું જોવા મળ્યું !

વાત જાણે એમ છે કે, અમે ગઈકાલે ડેનવર – કોલોરાડોની નજીક ૮,૦૦૦ ફૂટની ઊંચાઈએ આવેલી એક જગ્યાએ ગયા હતા. ત્યાં નાસ્તો કરવા થેલીમાંથી આ પડીકુ કાઢ્યું , તો એ ફૂલીને ફાળકા જેવું થઈ ગયું હતું!

કારણ ?

આટલી ઊંચાઈને એમાં સાચવણી માટે ભરેલો નાઈટ્રોજન વાયુ, બહારની હવાના નીચા દબાણને કારણે ફૂલ્યો હતો!

આપણા મગજની અંદર પણ ‘હવા ભરાય’ અને આપણે ફુલણજી બની જઈએ – એમ જ તો !

2 responses to “ફુલણજી પડીકું!

 1. pragnaju જૂન 6, 2021 પર 2:33 પી એમ(pm)

  મગજની અંદર પણ ‘હવા ભરાય’ અને ફુલણજી યાદ
  આ ગરથ પરાયા ખર્ચીને જશ લીધા , મારા ફુલણજી .
  ઘર વેચીને ઘીાકર તે લીધાં રે ફુલણજી , ,
  આ જમણું સરસ સામોવડીઆથી કધાં , મારા ફુલણજી .
  પીતાંબર પહેરી પંગતમાં ફરી આરે ફુલણજી ,.
  ફુલણજી દેડકો

  એક દેડકો હતો. તે પોતાનાં ચાર બચ્ચાં અને દેડકી સાથે કૂવામાં રહે. દેડકો ખૂબ ખાઉધરો. તે ખાઈ ખાઈ ખૂબ જાડો પાડો થઈ ગયો હતો. તે માનતો કે પોતાનાથી મોટું બીજું કોઈ છે જ નહિ.

  દેડકાનાં ચારે બચ્ચાં કૂવાની પાળે રમતાં હતાં. તેમણે દૂરથી ચાલ્યો જતો એક હાથી જોયો. પહેલાં કોઈ દિવસ તેમણે આવું વિશાળકાય પ્રાણી જોયું ન હતું. તેઓ ખૂબ ડરી ગયાં ને કૂવાના પાણીમાં કૂદી પડ્યાં. પોતાની મા દેડકી પાસે જઈ બોલ્યાં, ‘મા, મા આજે અમે એક મોટા કાળા પહાડ જેવું પ્રાણી જોયું. તેને લાંબું નાક હતું. મોટા ઝાડના થડ જેવા ચાર પગ હતા. ગાગર જેવું મોટું પેટ હતું’.

  બચ્ચાંની વાત સાંભળી દેડકો મોટી ફલાંગો ભરતો ત્યાં આવી પહોંચ્યો ને બોલ્યો, ‘હોય જ નહિ મારાથી મોટું બીજું કોઈ હોઈ જ ન શકે!’

  ચારે બચ્ચાં કહે, ‘ખરેખર અમે બહુ જ મોટું પ્રાણી જોયું છે.’

  દેડકાએ પોતાનું પેટ ફુલાવ્યું ને પૂછ્યું, ‘આટલું મોટું પ્રાણી?’

  બચ્ચાં કહે, ‘ના બાપા હજુ મોટું.’

  દેડકાએ ફરી પોતાનું પેટ વધુ ફુલાવ્યું ને કહ્યું, ‘આટલું મોટું?’

  બચ્ચાં કહે, ‘ના ખૂબ જ મોટું તેનું પેટ હતું.’ દેડકાએ ખૂબ જોર કરી પોતાનું પેટ ફુલાવ્યું.

  ચારે બચ્ચાં બોલી ઊઠયાં, ‘ના તેનું પેટતો આનાથી ખૂબ જ મોટું હતું.’

  દેડકો કહે, ‘હવે જુઓ હું વધુ પેટ ફુલાવી તમને બતાવું છું કે હું કેટલો મોટો છું.’

  દેડકી કહે, ‘દેડકા રાજા તમે ખોટું જોર કરવાને બદલે આપણાં બચ્ચાંની વાત સમજો તો ખરા?’

  દેડકો કહે, ‘મારા કરતા બીજું કોઈ મોટું હોઈ જ ન શકે.’ એમ કહીને તે ફરી ખૂબ જોર કરી પોતાનું પેટ ફુલાવવા લાગ્યો. થોડી વારે મોટા અવાજ સાથે દેડકાનું પેટ ફાટી પડ્યું.

  બિચારો દેડકો! ખોટું અભિમાન કરીને પોતાની તાકાત કરતાં વધુ જોર અજમાવવા જતાં પોતાનો જીવ ગુમાવી બેઠો!

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: