સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

કદલીફલ

આ હાઈકૂનું રસદર્શન –

અહીં ખાસ પ્રયોજનથી ‘કેળાં’ શબ્દ હાઈકૂમાંથી બાકાત રાખ્યો છે . કારણ ?

એ મૂળ વિચારનો કર્તા છે . અને અહીં એ ‘અહં’ ના રૂપક તરીકે વાપર્યું છે. જેમ કેળાની છાલ ભોંય પર પછાડી દે, તેમ વકરેલો ‘અહં’ પણ ભલભલા ચમરબંધીને – મને , તમને, સૌને વિનિપાતના ગર્તામાં ધરાશાયી કરવા સક્ષમ હોય છે.

પણ એ જ ‘અહં’ બરાબર માવજત પામેલો હોય તો સરસ રીતે ધોયેલું કેળું જેમ દેવની સેવામાં ઉચ્ચ સ્થાન ગ્રહણ કરે છે , તેમ જ કોઈ પણ જાગૃત જણને ચેતનાના શિખરે પહોંચાડી શકે છે.

માટે જ ‘ કર્તાભાવ’ની બાદબાકી કરવા બન્નેની બાદબાકી કરી દીધી !

બીજી એક આડવાત એ પણ છે કે,

ઘણા બધા ‘એ’ કારાંત

‘એ’ ની તરફ

અંગુલિનિર્દેશ કરે છે.

2 responses to “કદલીફલ

 1. Valibhai Musa ઓગસ્ટ 9, 2021 પર 10:16 એ એમ (am)

  વાહ, ભાઈ, મનનીય રસદર્શન! હાઈકુ લિખતે રહો, સમજાતે રહો. અંગ્રેજીભાષીઓ I ને કેપિટલ કેમ લખે છે, તે વિચારણા માગી લે છે.

 2. pragnaju ઓગસ્ટ 9, 2021 પર 3:31 પી એમ(pm)

  ‘એ મૂળ વિચારનો કર્તા છે . અને અહીં એ ‘અહં’ ના રૂપક તરીકે વાપર્યું છે. જેમ કેળાની છાલ ભોંય પર પછાડી દે, તેમ વકરેલો ‘અહં’ પણ ભલભલા ચમરબંધીને – મને , તમને, સૌને વિનિપાતના ગર્તામાં ધરાશાયી કરવા સક્ષમ હોય છે.’
  વાહ
  —–ટપ ટપ કરતા ખમ ખમ કરો
  કદલીફલ
  છાલ સાથે ખવાય
  અતિ પૌષ્ટિક

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: