સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી પરમે

અરવિંદ આશ્રમ, પુડિચેરી ખાતે સ્વ. ‘સુંદરમ’ રચિત, પરમપૂજ્ય માતાજી અને પરમતત્વની આ સ્તૂતિ ગુજરાતના અરવિંદ – માતાજીના ચાહકોની માનિતી સ્તૂતિ છે. પણ, એથી વિશેષ – અમારા કુટુમ્બના પૂજ્ય વડીલો સ્વ. ભીખાભાઈ અને શારદાગૌરી જાનીની પણ આ માનિતી સ્તૂતિ હતી. અમારા કુટુમ્બમાં એ નિયમિત ગવાતી. આજે જ્યારે કુટુમ્બના સભ્યો વિશ્વભરમાં ફેલાઈ સ્થાયી થયા છે, ત્યારે એમને તેમ જ અરવિંદ, માતાજીના સૌ ગુજરાતી ચાહકોને આ સ્તૂતિ – વિડિયો અમૃતના ઓડકાર સીંચશે – એવી અભ્યર્થના છે.

આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી, પરમે….આનંદમયી, આનંદમયી, આનંદમયી….

તવ મહામુદાના ધામ ત્યહીં.
અમ અલ્પમુદાના ધામ,ઠામ,મુકામ અહીં.
તવ પરમ હર્ષના સાગર કેરી છોળ.
અમ ક્લેશ દુઃખના ઘોર અહીં વંટોળ.
તું આવ લઈ (3), તવ ધસમસ, નંદ-પ્રચંડ તણા રસપૂર
તું આવ અહો.(3) આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી, પરમે….

ચૈતન્યમયી, ચૈતન્યમયી, ચૈતન્યમયી
તવ ઊર્ધ્વચિતિના ગગન ત્યહીં,
અમ ચિતિધરાના તમસ ઘોરમાં મગન અહીં.
તવ પ્રખર ચૈત્યના ઝળહળતા રવિરાજ
અમ ટમટમ દીપક દીન તણાં અહીં કાજ
તું આવ લઈ (3), તવ છલછલ ચેતન તણા સભર અંબાર
તું આવ અહો.(3)\ આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી, પરમે….

સત્યમયી, સત્યમયી, સત્યમયી
તવ સ્વર્ણજ્યોતિની સૃષ્ટિ ત્યહીં
અમ તમસ છાયી લઘુ દ્રષ્ટિ અહીં.
તવ પ્રખર તેજના દીશ દીશ ભરતાં નીર
અમ મનમનના આ પંક સહુ મલીન સહુ તીર
તું આવ લઈ (3), તવ ઉજ્જવળ ઝળહળ, ભર્ગ તણા ભંડાર
તું આવ અહો.(3) આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી, પરમે….

પરમે, પરમે, પરમે, પરમે,
તવ વિશ્વપારના પવન ત્યહીં
અમ ભૂમીજડિત સહુ ક્રમણ અહીં,
તવ સૃષ્ટિ સર્વને ક્રમી જતા નિત, નૂતનતમ સંચાર
અમ ડગમગ પડતા કદમોનો આ શોક,મોહ, સંસાર
તું આવ લઈ (3), તવ દિવ્ય જગતના ભવ્ય મધૂર ઝંકાર
તું આવ અહો.(3) આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી, પરમે
….

– સુંદરમ

અને… એ સ્તૂતિ પર મારા વિચારો અહીં –

સુંદરમ સાથે એક સાંજ

One response to “આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી પરમે

  1. pragnaju ઓગસ્ટ 15, 2021 પર 4:57 પી એમ(pm)

    ‘અરવિંદ આશ્રમ, પુડિચેરી ખાતે સ્વ. ‘સુંદરમ’ રચિત, પરમપૂજ્ય માતાજી અને પરમતત્વની આ સ્તૂતિ ગુજરાતના અરવિંદ – માતાજીના ચાહકોની માનિતી સ્તૂતિ છે. પણ, એથી વિશેષ – અમારા કુટુમ્બના પૂજ્ય વડીલો સ્વ. ભીખાભાઈ અને શારદાગૌરી જાનીની પણ આ માનિતી સ્તૂતિ હતી. અમારા કુટુમ્બમાં એ નિયમિત ગવાતી. આજે જ્યારે કુટુમ્બના સભ્યો વિશ્વભરમાં ફેલાઈ સ્થાયી થયા છે, ત્યારે એમને તેમ જ અરવિંદ, માતાજીના સૌ ગુજરાતી ચાહકોને આ સ્તૂતિ – વિડિયો અમૃતના ઓડકાર સીંચશે’
    .
    વારંવાર માણવા જેવી પ્રેરણાદાયી વાત

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: