સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

જોકર

વલીભાઈ અને આ જણના નવા બ્લોગનું મુખ્ય પાત્ર

પણ એની વાત છેલ્લે. પહેલાં ‘સુજા – સ્વઉક્તિ’ માણો!

સુરેશલાલ! તમે જાતને બહુ મોટી થઈ ગયેલી માણો છો. પણ તમને યાદ નથી કે તમારા જીવનની શરૂઆત આમ થયેલી!

સાવ પરવશ. આંખ પણ બંધ. આંખ ખૂલ્યા પછી પણ, માત્ર ટાંટિયા હલાવવા જેટલી જ તાકાત. તમે પથારીમાં પેશાબ પણ બિન્ધાસ્ત જ કરતા હતા – એ યાદ છે? અને બાળોતિયું ભીનું થાય અને ટાઢ વાય એટલે મસ મોટો ભેંકડો મારતા’તા એ તો ક્યાંથી યાદ હોય? માને ધાવવા માટે પણ તમે જાતે સક્ષમ હતા ખરા?

અને પછી મોજમાં આવીને
પોતાની પરવશતાને ઐસી તૈસી કરી
આમ મસ્તી પણ તમે જ કરતા’તાને?

સુરેશલાલ!

પછી તો તમે મોટા થયા – ઉમરમાં અને કહેવાતા ગનાનમાં આગળ વધ્યા. મોટા પદે પહોંચી ગુમાનમાં મૂછો મરડતા થઈ ગયા.

પણ તમે જ કહો, સુરેશલાલ! તમે હવે દુઃખ આવી પડે તો – ભેંકડો મારીને રડી શકો એમ છો? તમે તમારા અજ્ઞાન / તમારી બેકાબેલિયત પર આમ હસી શકો છો ખરા?

આગળ વધ્યા કે પાછા પડ્યા?!

માટે જ ‘જોકર’ આ સુજાનું પ્રિય પાત્ર છે.

જીવનની કરૂણતાઓ અને વિવશતાઓ પર
હસી શકવાની એની કાબેલિયત કાબિલેદાદ છે.

આમ …

જો આ વાતમાં કાંઈ માલ લાગે તો –

સાવ છેલ્લે તબક્કે પહોંચી ગયેલ તમારા ખડખડ પાંચમ ખંડેર જેવા ખોળિયામાંથી છેલ્લા શ્વાસ રૂપે તમે ઊડી જાઓ અને તમારા લાકડું બની ગયેલ એ ખોળિયાને મુસ્કેટાટ બાંધી તમારા જ દીકરા બળબળતી આગમાં હોમી દે કે, કબરની અંદર પોઢાડી દે

એ પહેલાં ….

અહીં જરીક જ લટાર મારજો ને ?

4 responses to “જોકર

  • અક્ષયપાત્ર/Axaypatra ઓગસ્ટ 21, 2021 પર 11:49 એ એમ (am)

   સરસ ! આપણી જાતને ખૂશ રાખવાની જવાબદારી આપણી જ છે. કોઈની નહી. માટે આપણી નાખૂશીનો દોષ કયારેય અન્ય પર ઢોળી શકાય નહી. કોઈ આપણને દુ:ખી કે ખૂશી કરી શકે તો તે આપણી નબળાઈ બની શકે. જોકર પોતે રડીમે ય બીજાને હસાવી શકે છે. તે તેના કાર્ય સાથે જીવનમાં સ સફળ !

 1. Kalpana Raghu ઓગસ્ટ 21, 2021 પર 11:56 એ એમ (am)

  ખૂબ ખૂબ સરસ! વિચારતાં કરી મૂક્યા 🤔

 2. pragnaju ઓગસ્ટ 21, 2021 પર 5:20 પી એમ(pm)

  વાહ
  વાસ્તવિક સત્ય રમુજ રમુજમા સ રસ રીતે રજુ કર્યું.
  યાદ આવે
  મારી પ્રસુતિ- જે મારા પતિ જ કરાવતા હતા.તેઓ દીકરીને પેટ પર મુકી પ્લેસેન્ટા મેનેજમેંટમા હતા. બાદમા તેમણે દીકરી તરફ જોઇ હસતા કહ્યું-આ છોકરીને અત્યારથી તેનો ખોરાક ક્યાં છે તે ખબર છે !તેથી ખસતી ખસતી આવી ગઇ! જીવનમા તે સરળતાથી સંઘર્ષ કરી શકશે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: