સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

જાગૃતિની શરૂઆત

૨૦૧૧, જાન્યુઆરી – અમદાવાદ

‘સુજા’ – તમે દેશની મૂલાકાત વખતે મોટાભાઈને ઘેર મળવા આવ્યા છો. થોડીક વાર પછી, એમની પુત્રી કૌમુદી બહારથી થાકીપાકી આવે છે. ખભા પરનો થેલો ઊતારી સામે બેસે છે. તમને ખબર છે કે, તે આર્ટ ઓફ લિવિન્ગની શિક્ષિકા છે, અને કલોલમાં એનું શિક્ષણ આપીને આવી છે.  થોડીક વાતચીત પછી તમે મનમાં સળવળતો કુતૂહલનો કીડો સંતોષવા એને પૂછો છો –

“આ આર્ટ ઓફ લિવિન્ગ શું છે?”

     કૌમુદી – “એ સમજવા કે જાણવાથી તમને કશો ફાયદો નહીં થાય. તમારે એની બરાબર તાલીમ લેવી પડે, અને એનો નિયમિત અભ્યાસ કરવો પડે.”

     પછી તો તમે ઘેર ગયા. પણ મનમાં જવાબ ન મળવાની ચટપટી વળગી ગઈ. એકાદ અઠવાડિયા પછી, તેને વિનંતી કરી કે, એના હવે પછીના કોર્સમાં તમને સામેલ કરે. એણે તમને દાખલ પણ કરાવી દીધા. કાળક્રમે એમાં પહેલા દિવસે ગયા પછી, બીજું કામ આવવાના કારણે એ પૂરો ન થઈ શક્યો. કૌમુદીને એ ન ગમ્યું – એટલે બીજા બે ત્રણ સંબંધી અને અન્ય વીસેક ભાઈ બહેનોની એક ખાસ બેચ બનાવી તેણે અમદાવાદમાં જ એક કોર્સ યોજ્યો.

   આર્ટ ઓફ લિવિન્ગની સુજાને મળેલી આ બીજી તક પણ એના સ્વભાવ મુજબ ‘ગનાન’ મેળવવા પૂરતી જ મર્યાદિત રહી!  

   પણ છ મહિના પછી, જુલાઈ – ૨૦૧૧ માં અરવિન, ટેક્સાસ ખાતે યોજાયેલ રિફ્રેશર કોર્સમાં તમે ફરીથી ભરતી થઈ ગયા. એના અંતે એના શિક્ષક શ્રી. વેન્કટે પ્રતિજ્ઞા લેવડાવી કે,

    ‘ચાલીસ દિવસ એની સાધના ચાલુ રાખીશ. જો એકાદ દિવસ પડે તો વાંધો નહીં, ફરીથી એકડે એકથી શરૂઆત કરીને નવા ચાલીસ દિવસ સાધના કરીશ.“

    અને……એ બીજી નાનકડી સૂચના કામ કરી ગઈ! સુજા – તમે બરાબર ચાલીસ દિવસ યોગ, પ્રાણાયમ અને સુદર્શન  ક્રિયાની સાધના પૂરી કરી શક્યા.

    બસ – એ ઘડી અને એ સતત મહાવરો – આજના દિન સુધી એ અભ્યાસ જારી રહી શક્યો છે. અલબત્ત એમાં પણ ઘણીવાર ઘણી ચૂક થઈ છે. પણ દસ વર્ષના મહાવરાના કારણે, શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરી મનના પ્રવાહો અને આવેગો પર નજર રાખી શકવાની આદત તમને હવે ‘સહજ’ બની ગઈ છે.

એના ફાયદા સ્વયંસંચાલિત રીતે ( automatically) મળતા થવાના કારણે, એ પધ્ધતિ કામ કરે છે.’

– એ વિશ્વાસ તમારા ચિત્તમાં વજ્રલેપ બની ગયો છે.

One response to “જાગૃતિની શરૂઆત

 1. Niravrave Blog સપ્ટેમ્બર 1, 2021 પર 7:38 પી એમ(pm)

  સુદર્શન ક્રિયા ઓડિયો અને એમપી૩

  જીવન જીવવાની કળાની શિબિરોમાં વિવિધ પ્રકારની ક્રિયા પ્રતિક્રિયા કરનારા સત્રો
  હોય છે. આ શિબિરો અનુભવ કરવાની છે. પ્રતિભગીઓ શિબિરની પ્રક્રીયાઓમા% ભાગ
  લઈને વધારે મેળવે છે. સુદર્શન ક્રિયા કેસેટ પર શીખ્યા પછી, રોજ કરવા માટે
  સુદર્શન ક્રિયાનું નાનું રૂપ પણ શીખવવામાં આવે છે. ( જે નાની ક્રિયા તરીકે
  ઓળખાય છે).

  જીવન જીવવાની કળાના શિક્ષકો સમુહમાં સુદર્શન ક્રિયા શીખવવાની યોગ્યતા પ્રાપ્ત
  કરવા માટે આકરી અને વિશાળ તાલિમમાંથી પસાર થાય છે. તમને કોર્સ દરમિયાન શ્રેષ્ઠ
  અનુભવ થાય એ માટે , ચોક્કસપણે જીવન જીવવાની કળાના શિક્ષકો તમારી સાથે
  વ્યક્તિગત વાતચીત કરે છે અને બરાબર રીતે દેખરેખ પુરી પાડે છે.

  દરેક વ્યક્તિનો સુદર્શન ક્રિયા નો અનુભવ અલગ હોય છે કારણકે તે ખુબજ અંગત અનુભવ
  છે.

  ભાગ-૧ શિબિર પુરી કર્યા પછી આખી સુદર્શન ક્રિયા અઠવાડિયામાં એક વખત કરવા
  માટે તમારી નજીકનું ફોલોઅપ કેન્દ્ર શોધી કાઢો . જીવન જીવવાની કળાની સુદર્શન
  ક્રિયા એમપી૩ માળખામાં ઉપલબ્ધ નથી.

  તમે સુદર્શન ક્રિયા શ્રી શ્રી રવિશંકરજી ના અવાજમાં કોઈ પણ જીવન જીવવાની કળા
  ના ફોલોઅપ કેન્દ્ર પર સાંભળી શકો છો. જીવન જીવવાની કળાના શિક્ષક પાસે સમાજના
  ફાયદા માટે ( નહિ કે પોતાના વ્યક્તિગત ઉપયોગ માટે) સુદર્શન ક્રિયા ની ઑડિયો
  ટૅપ ઉપલબ્ધ હોય છે,.એનો અર્થ એ કે જ્યારે આ શિક્ષકોને સુદર્શન ક્રિયા કરવી
  હોય ત્યારે તેમણે પણ ફોલોઅપ કેન્દ્રમાં જવું પડે છે.

  આર્ટ ઓફ લિવિંગ બુક સ્ટોરમાંથી વિવિધ પ્રાણાયામ, સૂચિત ધ્યાન અને યોગાસન કરવા
  માટે તમે વિવિધ વીડિયો સી.ડી. ખરીદી શકો છો . જેમાં જરૂરી સૂચનાઓ આપેલી હોય
  છે .

  સુદર્શન ક્રિયા ની ઑડિયો જાહેર વેચાણ માટે ઉપલબ્ધ નથી. આ જ્ઞાન ફક્ત સમાજના
  ફાયદા માટે બનાવવામાં આવ્યું છે જે જીવન જીવવાની કળાનાં શિક્ષકો દ્વારા
  ફેલાવાય છે.
  શું સુદર્શન ક્રિયા સલામત છે?

  સુદર્શન ક્રિયા અધિકૃત છે અને તેની ઑડિયો કેસેટ વેચાતી નથી. જો કે તમે સી.ડી.
  ખરીદી શકો છો જેમાં વિવિધ પ્રાણાયામ, સૂચિત ધ્યાન અને યોગાસનનો સમાવેશ
  થયેલો છે. એનું કારણ છે કે આ જ્ઞાન સમાજને ફાયદો પહોંચાડવા માટે બનાવવામાં
  આવ્યું છે. જે જીવન જીવવાની કળાના શિક્ષકો દ્વારા ફેલાવવામા આવે છે. સુદર્શન
  ક્રિયા શીખવવા માટે તેઓ ખૂબ આકરી અને વિશાળ તાલીમમાંથી પસાર થાય છે. જીવન
  જીવવાની કળાના શિક્ષક વ્યક્તિગત રીતે કોઈ ચોક્કસ માર્ગદર્શન માટે શિબિરાર્થી
  સાથે સંવાદ કરશે અને બરાબર દેખરેખ પુરી પાડશે. જીવન જીવવાની કળા ની સુદર્શન
  ક્રિયા એમપી૩ માળખામાં ઉપલબ્ધ નથી.

  જ્યારે તમે શિબિર માટે નામ નોંધાવો છો, ત્યારે જીવન જીવવાની કળાના શિક્ષકને
  તમારા સ્વાસ્થ્યની પરિસ્થિતિ વિશે જણાવો. (અગર કોઈ ગર્ભવતી, ઉચ્ચ રક્ત ચાપ,
  માનસિક અવ્યવસ્થા હોય તો) જીવન જીવવાની કળાના શિક્ષકો તમને સ્વાસ્થ્ય ની
  પરિસ્થિતિ અનુસાર ચોક્કસ માર્ગદર્શન પૂરું પાડશે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: