સત્યકથા આધારિત
સવિતા બધાં જ વાળ સફેદ થઈ ગયાં હતાં. છતાં સુંદર દેખાતી હતી. ગાલ પરની કરચલીઓ વર્ષોનાં અનુભવની ચાડી જરૂર ખાતી હતી.આટલી ઉંમ્મરે તે ઘરે ઘરે જઈ ઈસ્ત્રીનાં કપડાં લેવા આવતી.આશ્ચર્યની વાત એ હતી કે તે આટલાં બધાં પોટલાં તે નાનાં સરખા એક્ટિવા પર લઈ જતી.રોજ રોજ તેને હું મારા ઝરૂખામાંથી જોતી. મને અહીં આવ્યાને ત્રણ વર્ષ વીત્યાં પણ એની નિયમિતતા ને સલામ કરવાનું મન થતું ને તેની એક્ટિવાનીસવારી તો મને ઈર્ષા કરાવતી ને અફસોસ પણ કે મને નથી આવડતું..!
એકવાર તેને દાદર પર આરામ કરતી જોઈ હું પણ ઊભી રહી ગઈ. મેં પૂછ્યું ,”થાક્યાં?”
તેનો જવાબ સાંભળી હું વિચારમાં પડી કહે,”ના ના બેન, થાક શાનો?આ એમની રાહ જોઈ રહી હતી.”
એમની એટલે પતિદેવની છ ફૂટ ઊંચા ને પહોળા બધાં જ દાદાના હુલામણાં નામે બોલાવતા હતા. આખી સોસાયટીમાં “કપડાં “ એટલું જ બોલતા ને તો બધાં જ તેમની કલ્પના કરતાં હશે એ જ સફેદ મૂછો ને દાઢી ને ગોરી ચામડીનાં સદાય હસતા ધોબીદાદા આવી ગયાં.સવિતા નાજુક નમણી ને શાંત. મારાથી ન રહેવાયું મેં પૂછી જ લીધું ,”સવિતામાસી કેટલાં વર્ષથી વડોદરામાં છો? મને જણાવશો તમને જોયા ત્યારથી કંઈક ઉત્સુકતા છે મને.” એક વાર્તા મળી ગઈ . અજમેરની બાજુમાં વિજયવાડાના છીએ. સોળ વર્ષે દાદાને મળી હતી. પહેલેથી જ તેઓ મને ગમતાં.લગ્નમાં સંઘર્ષ કરવો પડ્યો. થોડા વિરોધ પછી પણ મેં ફેરા ફરી જ લીધાં. લખતા વાંચતા બધું જ આવડે મને, તેથી વિચાર કર્યો કે અહીંથી કોઈ બીજા શહેરમાં જઈ સ્થિર થઈએ ને વડોદરા આવી પહોંચ્યા. શરૂઆતમાં વ્યવસાય કરવામાં તકલીફ પડી પણ એમની કામ કરવાની પધ્ધતિ એટલી સરસ કે બેનગ્રાહક વધતા ગયાં. હું કપડાં લઈ આવુંને તે ઈસ્ત્રી કરે. પહેલાં સાયકલ હતી અને હવે આ એક્ટિવા. સંસાર સુખમય હતો કોઈ જ વિધ્ન નહિ.બે બાળકો થયાં.
વિજયવાડા છૂટ્યું અને વડોદરા સ્થાયી થવા આવ્યા. એક નાની લારીમાં પેલી ઈસ્ત્રી લઈ આજુબાજુસોસાયટીનાં ગ્રાહકો જોડે સંબંધ વધ્યો કપડાં તો એવા અંકબંધ લાવતા ને ધોવાયને આવે તો સફેદ બાચકા જેવા. જાણે લાગે કે લોન્ડ્રીમાં ધોવાઈને આવ્યા હોય.
બન્ને બાળકો દોડતા સમય સાથે મોટા થતાં ગયાં.ભણ્યા થોડું પણ માતા પિતાના વ્યવસાયમાં જ લાગી ગયાં. આવડત પ્રમાણે કામ વધ્યું ને લોન્ડ્રી ખોલી બન્ને વ્યવસાયમાં જુદા થયા. હસી ખુશીમાં વ્યતીત જિંદગીને પહેલો સ્વાર્થી દુનિયાનો ધક્કો લાગ્યો. સ્વપ્ન કંઈક જુદું હતું કે પ્રૌઢાવસ્થા શાંતિથી જાઈ ,પણ કુદરત ઘણીવાર આડોડાઈ પર ઊતરી આવે તો માનવીને ડીપ્રેશન નામનો રાક્ષસ વીંટળાય વળે. ધોબીદાદા હારી ગયાં પણ સવિતાએ ફરી કપડાંની ફેરી શરૂ કરી ને એક્ટિવા શીખી. હાથ મજબૂત રીતે દાદાના હાથને પકડી તેમની આંગળીઓમાં આંગળીઓ ભેરવી દીધી. વાત સાંભળી કેટ કેટલાય વિચારો મારા મનને હચમચાવી ગયાં.
બસ ત્યારથી પાછળ ફરી ન જોતાં કારીગરો રાખી ધંધો વિકસાવ્યો . સાયકલથી શરૂ થઈ તે નમણી નાજુક સવિતા મને તો ઘોડે ચડેલી ઝાંસીની રાણી જેવી એક્ટિવા પર પોટલાઓ વચ્ચે સંસારને હરાવતી રજપૂતાણી જેવી ભાસવા લાગી. સદાય હસતી દિવાળી સામેથી માંગી લેતી એ સ્ત્રી મને શીખવી ગઈ કે પેટ જણ્યાં પણ પોતાનાં ન થાય તો પ્રભુએ અર્પેલા બે હાથ ને પગ પર વિશ્વાસ મૂકી જગ જીતી જવાય બેના! દાદાને માલિશનું તેલ આપતાં આપતાં હું ગર્વ અનુભવતી કે મારું કેવું ઋણાનુંબંધ !શ્રમજીવીને મારું તેલ આરામ અર્પી ગયું.
વાત કરતા કરતા આ શ્રમજીવી સરિતાએ મારું દિલ જીતી લીધું. તે તો સ્ત્રી હતી સંતાનો પાસે પિતા કરતાં મા કેટલી બધી આશા રાખે તો આ માએ તો જગતને નવી રાહ બતાવી. સમાજની રીત છે પંખીઓનાં બચ્ચાં મોટા થાય અને માળો છોડી ઊડી જાય તો આપણે તો માનવ! શ્રમ એ માનવનો સાચો ધર્મ તેનાથી જ જીત!
Like this:
Like Loading...
Related
શ્રમ એ માનવનો સાચો ધર્મ તેનાથી જ જીત!