સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

કોઈ પ્રીત કરી તો જાણે – ગઝલાવલોકન

અંતરમાં આ શીતળ અગનને કોઇ ભરી તો જાણે!
કોઇ પ્રિત કરી તો જાણે!

દિવસ ઊગ્યે બેચેન રહેવું, રાત પડ્યે મટકું ના લેવું,
ખોવાયા ખોવાયા જેવી, પળ પળને વિસરાવી દેવી…

જીવતેજીવત આમ જીવનમાં કોઇ મરી તો જાણે!
કોઇ પ્રિત કરી તો જાણે!

દુનિયાની તીરછી દ્રષ્ટિમાં, વેધક વાણીની વૃષ્ટિમાં,
મસ્ત બનીને ફરતા રહેવું, મનનું કૈં મન પર ના લેવું…

ખુલ્લે પગ કંટકભર પથ પર કોઇ ફરી તો જાણે!
કોઇ પ્રિત કરી તો જાણે!

મોજાઓના પછડાટોથી, ઝંઝાનિલના આઘાતોથી,
નૌકા જ્યાં તૂટી પણ જાયે, સાગર જ્યાં રૂઠી પણ જાયે…

એવા ભવસાગરમાં ડૂબી, કોઇ તરી તો જાણે!
કોઇ પ્રિત કરી તો જાણે!

– મહેન્દ્ર વ્યાસ ‘અચલ’

જીવનની હકિકત છે કે, ગમતી અને અણગમતી ઘટનાઓ અને પળો, એ બન્ને અવસ્થાઓ જીવનની વાસ્તવિકતાઓ છે. આપણે બેયનો અનુભવ કરવો જ પડે છે. કોઈ જીવન સર્વાંગ સમ્પૂર્ણ નથી હોતું.  ઉપરના ગીતમાં આ વાસ્તવિકતાનો સ્વીકાર છે – અને એમને સહજ ભાવથી સ્વીકારી લેવાની વાત છે. ડૂબીને તરવાની ખુમારીની વાત છે. સતત પ્રીતના ભાવમાં રહેવાની વાત છે – જીવન સાથેની પ્રીત.

જીવવાની કળા એટલે મરવાની કળા!

કદાચ આ વિધાન વિરોધાભાસી લાગે; પણ એને સમજવું જરૂરી છે. અહીં ‘મરતાં મરતાં’ – મડદાની જેમ જીવવાની વાત નથી. પણ ગયેલી પળને વીસારી દેવાની અને એમાં ઘટેલી ઘટનાને પણ વીસારી દેવાની વાત છે. હરેક પળમાં નવો જન્મ અને એ પળ વિત્યે મૃત્યુ. એ વીતેલી પળોને યાદ ન કરવાનું, એમને દફનાવી દેવાનું ગૌરવભર્યું ગીત છે.

વર્તમાનમાં જીવવાનો સંદેશ સૌ કોઈ આપે છે. પણ આપણે સૌ સારી રીત જાણીએ છીએ કે, આ કેટલું મુશ્કેલ કામ છે. આનું કારણ એ છે કે, આપણે આપણી આદતોના, આપણા ભૂતકાળના ગુલામ હોઈએ છીએ. આપણે પાંજરામાં પૂરાયેલા પંખી બની, આખી જિંદગી ઊંઘતાં જ રહેવા ટેવાયેલા હોઈએ છીએ. અધુરામાં પૂરું – ઊજળા ભવિષ્યની આશામાં આપણે પેલા શેખચલ્લીની જેમ હવાતિયાં મારતાં હોઈએ છીએ.

પણ જેમ જેમ જાગૃતિ આવતી જાય, તેમ તેમ, ધીમે ધીમે, ગુલામીની એ જંજિરો તોડી શકાય છે. આઝાદ બનવાની એ પ્રક્રિયા એ મરતાં મરતાં જીવવાની નહીં પણ જીવતાં જીવતાં મરવાની આવડત છે! જ્યારે ‘વર્તમાનમાં જીવન’નો પવન ફૂંકાવા લાગે છે, ત્યારે અંતરમાં આ શીતળ અગનને ભરી શકાય છે !

નીચેની મારી બહુ માનીતી ગઝલ આ જ વાતનું પુનરાવર્તન છે.

અહીં જે લોક જોઉં છું બધા પા’માલ લાગે છે
સિકંદરના સિકંદર છે છતાં બેહાલ લાગે છે
કદી પણ કોઈની આગળ ન ધરજે હાથ ઓ રજની

જગત આખું મને નિર્ધન અને કંગાલ લાગે છે
બની આઝાદ જ્યારે માનવી નિજ ખ્યાલ બદલે છે

સમય જેવો સમય આધીન થઈને ચાલ બદલે છે
પુનિત પગલાં કોઈનાં થઈ રહ્યાં છે આંગણે મારા

મને લાગે છે આજે જિંદગીની કાલ બદલે છે
સમય જેવો સમય આધીન થઈને ચાલ બદલે છે

અરે ઓ આવનારા આવ નાજુક છે બહુ અવસર
જીવનના હાલ જોઈને મરણ પણ ખ્યાલ બદલે છે

સમય જેવો સમય આધીન થઈને ચાલ બદલે છે
ઉષાના પ્રેમથી રંગાય છે રજની તણી આંખો

સવાર આવે છે ત્યારે રંગ એનાં લાલ બદલે છે
સમય જેવો સમય આધીન થઈને ચાલ બદલે છે
બની આઝાદ જ્યારે માનવી નિજ ખ્યાલ બદલે છે

One response to “કોઈ પ્રીત કરી તો જાણે – ગઝલાવલોકન

 1. pragnaju ડિસેમ્બર 27, 2021 પર 1:40 પી એમ(pm)

  કોઇ પ્રિત કરી તો જાણે! સુંદર ગઝલ
  તેનો આસ્વાદ વધુ સુંદર
  ધન્યવાદ
  પુનરાવર્તન લાગતી આ ગઝલ
  અહીં જે લોક જોઉં છું બધા પા’માલ લાગે છે
  પણ સ રસ

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: