સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અમે જિંદગીને સંવારીને બેઠા – ગઝલાવલોકન

અમે જિંદગીને સંવારીને બેઠા,
તમે આવશો એવું ધારીને બેઠા.

તમારું ફકત હા! દિલ જીતવાને,
અમે આખો સંસાર હારીને બેઠા.

તમે ના જુઓ તો અમારી ખતા શી,
અમે તો પોકારી પોકારીને બેઠા.

અમે પણ હતા કેવા સાચા જુગારી,
ના જીતીને બેઠા, ના હારીને બેઠા.

અમે ક્યા કશું વિચારીને બેઠા,
તમે જે દીધું તે સ્વીકારીને બેઠા.
– અદી મિર્ઝા

આમ તો આ પ્રેમની કવિતા છે. પ્રેમ અંગે અઢળક કવિતાઓ પરાપૂર્વથી લખાતી આવી છે, અને લખાતી રહેશે. પણ આ સાંભળતાં બે વિચાર ઉદભવ્યા.

પ્રેમની કવિતા વાંચીએ કે સાંભળીએ ત્યારે બે વિજાતીય વ્યક્તિ વચ્ચેની લાગણીની આપ-લે કલ્પી લેવાનો રિવાજ છે! પણ અનેક વાર ઘણા બધાએ કહ્યું છે તેમ, પ્રેમ એ જીવનનો બહુ વિસ્તાર વાળો ગુણ છે. પ્રેમમાં ગણતરીઓ કે સોદાબાજી નથી હોતાં – એ જુગાર હોય છે. એમાં ગુમાવવાનું અભિપ્રેત હોય છે. હાર અને જીત તો એમાં પણ હોય છે પણ એનું પ્રાધાન્ય નથી હોતું. પ્રેમની એ વિલક્ષણતા અહીં ઉજાગર થઈ છે.

બીજો વિચાર તરત એ આવી જાય છે કે, આટઆટલાં ઉદાત્ત પ્રેમકાવ્યો લખાયાં, ગવાયાં, સંભળાવાયાં, દોહરાવાયાં હોવા છતાં પણ કેમ સોદાબાજીઓ, ગણતરીઓ, વ્યાપારિકતાઓ પણ જમાનાજૂની વાસ્તવિકતાઓ રહી છે? આપણો ઈશ્વર સાથેનો સંબંધ તો સાવ વ્યાપારી. માગણીઓ જ માંગણીઓ. એ જો હોય તો એ બિચારાની હાલત માટે દયા આવી જાય ! અબજો લોકોની માગણીઓ રજિસ્ટર કરવા ય એને કેટલી મોટી ઓફિસ રાખવી પડતી હશે ? !

આ સમસ્યાનો એક જ ઉકેલ છે –

જીવન ખાલીખમ અને અર્થહીન છે,
એ સત્યને આત્મસાત કરતાં રહેવું.
આ ક્ષણમાં, આ જગ્યાએ,
જીવન જેવું છે
– એવું સ્વીકારતા જવું.

2 responses to “અમે જિંદગીને સંવારીને બેઠા – ગઝલાવલોકન

 1. pragnaju જાન્યુઆરી 17, 2022 પર 11:14 એ એમ (am)

  અદી મિર્ઝાનુ મજાનુ પ્રેમ કાવ્ય
  આપનો સ રસ આસ્વાદ
  કેટલા સંત સ્વભાવના દીવ્ય પ્રેમના કાવ્ય ગણે છે
  આ રીતે શ્રી શ્રી રવિશંકરજીની વાતે ધન્ય થવાય છે

 2. Kalpana Raghu જાન્યુઆરી 18, 2022 પર 11:17 એ એમ (am)

  વાસ્તવિક વાતની સરસ રજૂઆત!

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: