આમ તો આ શબ્દ ગુજરાતી શબ્દકોશમાં સમાવેશ કરાયેલો શબ્દ છે, પણ ખાસ વપરાતો નથી. ગાંધીજીએ પ્રચલિત કરેલો શબ્દ ‘સત્યાગ્રહ’ બહુ જાણીતો છે. ગાંધીજીએ એનો ઉપયોગ બહુ ચિંતન અને ક્વચિત જ જોવા મળતી, પોતાના પર સ્વેચ્છાથી લાદેલી આચાર સંહિતા સાથે શરૂ કરેલો. પણ એમના ગયા પછી, એ ઘણી વખત ખોટી રીતે વપરાયેલી રીત રહી છે. આપણને સૌને એના દુરૂપયોગ વિશે ઘણી ખબર છે .
ખેર, મૂળ શબ્દ પર આવીએ તો – ‘અનાગ્રહ’ એ બહુ જૂની ભારતીય જીવન અને તત્વ દર્શનની પ્રણાલિ રહી છે. એ કદાચ સમસ્ત વિશ્વમાં માત્ર ભારત અને પૂર્વ એશિયાની સંસ્કૃતિઓનું પાયાનું લક્ષણ છે.
કોઈ પણ વિચારધારા કે મત માટે આગ્રહ નહીં.
સામી વ્યક્તિની અલગ રીતે વિચાર કરવાની સ્વતંત્રતાનો સ્વીકાર.
‘આપણે જ સાચા.’ બે જ મત – મારો અને ખોટો ! એ આપણી સૌની મનોદશા હોય છે.
‘વરસું તો હું ભાદરવો’ આ ગઝલાવકોનમાં એ વિશે ઠીક ઠીક વિસ્તારથી લખ્યું હતું , એટલે અહીં એનું પુનરાવર્તન નથી કરવું.
એ ગઝલાવલોકન વાંચવા અહીં ક્લિક કરો.
સામ્પ્રત સમાજમાં વૈશ્વિક ધોરણે અનાગ્રહની રીતે વ્યાપક બને – એ આજની તાતી જરૂર નથી વારુ?
‘સંદેશ’ પર આ બાબત એક મનનીય લેખ આ રહ્યો ..
Like this:
Like Loading...
Related
આગ્રહ એ બંધ બારણાં વાળી દીવાલ છે. આપણે તો બધી દીશાઓમાંથી જ્ઞાનપ્રકાશને માગનારાઓ…..
સરસ શબ્દની રજુઆત કરી.
‘અનાગ્રહ’ એ બહુ જૂની ભારતીય જીવન અને તત્વ દર્શનની પ્રણાલિ રહી છે. એ કદાચ સમસ્ત વિશ્વમાં માત્ર ભારત અને પૂર્વ એશિયાની સંસ્કૃતિઓનું પાયાનું લક્ષણ છે.સરસ રજુઆત
સરસ શબ્દની રજુઆત કરી. જૈન સાહિત્યમાં એક મુખ્ય સિદ્ધાંત ‘અનેકાંતવાદ’ છે. જેનો અર્થ છે કે એક જ વાતે અનેક દ્રષ્ટિકોણ શક્ય છે. આ સમજણના કારણે રોજબરોજ થતા ઘણા મતભેદ, મનભેદ થતા અટકી જાય છે.