સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

લગાવ એવા કહો કેવા? – ગઝલાવલોકન

લગાવ એવા, કહો કેવા, કે વારંવાર ધક્કા દે?
અરે, લાગ્યું ન લાગ્યું દિલ ને પારાવાર ઝટકા દે!

પડો,વાગે, ને નીકળે લોહી, ઊંડો ઘા ઘણો ચચરે,
પછી થોડા, સમજ કેરા મલમના એ લસરકા દે.

પરોવાયા સમયની સોય ને શ્વાસોના દોરે જીવ,
ગજબનું પોત રેશમનું, વળી મખમલના ભપકા દે.

ભલે કશ્મીરી ટાંકો લો, ભરો સોનેરી સાંકળી પણ,
ન જાણે વસ્ત્ર  રુદિયાના, કે ક્યારે ક્યાંથી કટકા દે..

અજબ આસ્તે ભણાવી દે, પલકમાં તો ગણાવી દે.
શીખી લીધું, જરા માનો, નવા ત્યાં કોઈ  કકકા દે.

અને મંદિર, મસ્જીદો, ગુરુદ્વારે ફરી આવો,
પછી ઘર પહોંચતા જુઓ ઘડીભર ત્યાં એ મક્કા દે!

કદી ગૂંચળા વળે, ગાંઠો પડે, મુશ્કેલ, હાથોથી.
અગર ઝટકો, જરા મલકો, પછી રસ્તા તો પક્કા દે!

– દેવિકા રાહુલ ધ્રુવ

      લગાવની વાત – passion ની વાત.  અહીં પ્રયત્ન એનું રસદર્શન કરાવવાનો નથી. પણ ‘બ્લોગર’ હોવાના સબબે આ વાત બરાબર સમજાઈ ગઈ છે. બ્લોગિંગ એ લગાવની વાત છે. જીવનની ઘણી બધી બાબતો પણ લગાવની વાત હોય છે. ખરું પુછો તો, લગાવ વગર કશું થતું જ નથી. 

     નખશીશ, ગળાડૂબ ભૌતિકતામાં ડૂબેલો, અબજોપતિ  માણસ હોય કે, પોતે જણેલા બાળક્ના પ્યારમાં ગાંડી ઘેલી બનેલી માતા હોય કે, કવિતા લખવામાં ખૂંપેલો અને ખુવાર થઈ ગયેલો માણસ હોય , અથવા ભીતરની ખોજમાં સંસાર ત્યજીને દૂર – સુદૂર એક ખૂણામાં ધ્યાન લગાવીને બેસેલ તપસ્વી હોય…એકે એક જણ કાંઈક ને કાંઈક લગાવમાં ફસાયેલો હોય છે!

       જે ક્ષણે આપણે આ જગતમાં આવીએ અને પહેલા શ્વાસ સાથે ચીસ પાડીએ , ત્યારથી આપણે જીવન સાથે બહુ જ ઊંડા પ્રેમમાં પડી જઈએ છીએ. એ બાંધે છે, ગૂંચવે છે, ઝાટકે છે, ખુવાર કરી દે છે –  અને તારે પણ છે.

 લગાવનો મહિમા,

પ્રેમનો મહિમા,

જીવનનો મહિમા.

       પણ … એ લગાવ આપણી અંદર એટલો બધો ઊંડો ઊતરી જાય છે કે, એમાં વિકાર આવી જાય છે! જીવનની કઈ ચીજ વિકાર વિહીન હોય છે વારૂ? મારો લગાવ તમારા લગાવ કરતાં વધારે ઉત્તમ. શ્રેષ્ટતાની હરીફાઈ.  ગાંઠ પડી જવાની, ગાંઠ વાળી દેવાની એ વાત બની જાય છે. એને સહેજ ઝટકો મારવાની જરૂર નથી? ગર્વથી ફુંગરાયેલું મોં જરાક ઢીલું કરીને જરીક મલકી  જવાની જરૂર નથી વારૂ?

2 responses to “લગાવ એવા કહો કેવા? – ગઝલાવલોકન

 1. pragnaju ફેબ્રુવારી 17, 2022 પર 11:56 એ એમ (am)

  આપની આજની પોસ્ટ અને તેમા આ ‘જે ક્ષણે આપણે આ જગતમાં આવીએ અને પહેલા શ્વાસ સાથે ચીસ પાડીએ , ત્યારથી આપણે જીવન સાથે બહુ જ ઊંડા પ્રેમમાં પડી જઈએ છીએ. એ બાંધે છે, ગૂંચવે છે, ઝાટકે છે, ખુવાર કરી દે છે – અને તારે પણ છે.
  લગાવનો મહિમા,
  પ્રેમનો મહિમા,
  જીવનનો મહિમા.
  પણ … એ લગાવ આપણી અંદર એટલો બધો ઊંડો ઊતરી જાય છે કે, એમાં વિકાર આવી જાય છે! જીવનની કઈ ચીજ વિકાર વિહીન હોય છે વારૂ? મારો લગાવ તમારા લગાવ કરતાં વધારે ઉત્તમ. શ્રેષ્ટતાની હરીફાઈ. ગાંઠ પડી જવાની, ગાંઠ વાળી દેવાની એ વાત બની જાય છે. એને સહેજ ઝટકો મારવાની જરૂર નથી? ગર્વથી ફુંગરાયેલું મોં જરાક ઢીલું કરીને જરીક મલકી જવાની જરૂર નથી વારૂ?’ વાતે વિહારવમળમા આપણા લગાવમા:વર્ડ પ્રેસનુ બ્લોગીંગ મુખ્ય રહ્યું છે. તે માટે પહેલા વર્ડ પ્રેસ સંસ્થાનો પણ ખુબ આભાર
  ઈન્ટરનેટ વિશ્વની આ કેવી કમાલ છે કે મૅરીલૅન્ડ ઘરના એક રૂમના એકાંતમાં જે શબ્દો બ્લોગમાં મુકાય છે એ કોમ્પ્યુટર પર એક ક્લિક કરીએ એની થોડી સેકન્ડોમાં જ વિશ્વના ખૂણે ખૂણે પથરાયેલા ભાષા પ્રેમી દેશ બાંધવો સુધી પહોંચી જાય છે,એ કેટલુ આશ્ચર્ય કહેવાય.!
  જીવન સંધ્યાએ નિવૃતિમાં બ્લોગ એ એક કરવા જેવી રચનાત્મક અને સકારાત્મક પ્રવૃત્તિ છે.સારી રીતે સમય પસાર કરવાનું એ ઉત્તમ સાધન છે.યોગ: કર્મશુ કૌશલમની જેમ બ્લોગીંગ એક મેડીટેશનની ગરજ સારે છે એમ અમારું માનવું છે .
  નીરવરવેની ૧૪ વર્ષની યાદગાર સફરમાં આ બ્લૉગના સર્વ લેખક મીત્રો, વાચકમીત્રો, પ્રતીભાવક મીત્રો તથા એમના બ્લોગમાં આ ‘બ્લૉગેની પોસ્ટ શેર કરનારા તમામ મીત્રો/સ્નેહીજનોનો હું હૃદયથી આભાર માનું છું.મને આશા છે કે આવતા દિવસોમાં પણ આપનો આથી પણ વધુ સુંદર સહકાર મળતો રહેશે જ.યાદ આવે મારી પહેલી પોસ્ટ
  BY PRAGNAJU | જુલાઇ 28, 2008 · 12:40 પી એમ(PM) | સંપાદન કરો↓
  સુસ્વાગતમ નીરવ રવ…૧
  સૌ પ્રથમ તો આભાર એસ વી નો (ફોર એસ વી – પ્રભાતનાં પુષ્પો)
  blog @ forsv – potpourri of thoughts
  ફોર એસ વી – પ્રભાતનાં પુષ્પો
  ફોર એસ વી – સંમેલન
  ફોર એસ વી – યાદી
  bb @ ફોર એસ વી – વાત ચીત
  **************************
  પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્
  ભક્તાવાસં સ્મરે નિત્યં આયુકામાર્થસિદ્ધયે
  ગુરુતત્વ વંદના
  અભિરામ હજો મુજ જીવનસાર ;
  અભિરામ રહો જીવન આધાર ;
  મુજ રોમ-રોમ રટજો અભિરામ ;
  મુજ અંગે અંગ તપો , અભિરામ !
  અભિરામ જીવનનું ગુંજન હો ,
  અભિરામ જીવન અવલંબન હો ,
  નિ:સાર સર્વ બિન શ્રી અભિરામ ;
  સંસાર-સાર એક જ અભિરામ .
  હો અમૃતત ત્વ અજર અભિરામ ,
  મૃત્યુંજય મંત્ર અમર અભિરામ ,
  મમ હો દુઃખભંજન , શ્રી અભિરામ !
  બસ હો મનરંજન શ્રી અભિરામ !
  મુજ મોહથકી રંજિત લોચનનું
  હો નેત્રાંજન શ્રી અભિરામ ;
  આ માયાઘેર્યાં અંતરતમનું
  હો ઉર-મર્દન શ્રી અભિરામ .
  મુજ મનમંદિરમાં નિત્ય નિવસજો ,
  મધુર મંત્ર જય શ્રી અભિરામ !
  મુજ જીવનતત્વ બની ઉર તપજો ,
  અમર સંત જય શ્રી અભિરામ !
  નિરવ રવે રટજો રજની-દિન
  એક મંત્ર ઉર , શ્રી અભિરામ !
  બસ એક કામ , મમ એક ધામ ,
  ઉર એક નામ : જય શ્રી અભિરામ !
  ————————
  ૐ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિ વર્ધનમ્
  ઊર્વારૂકમિવબંધનાન મૃત્યોર્મુક્ષીય મામૃતાત .અને અનેક બ્લોગર મીત્રો ,ચાહક-ભાવકો મળ્યા.શરુઆતમા પ્રેરણાદાયી પ્રતિભાવો ખૂબ મળતા તેમા શીખવાનુ પણ ખૂબ મળ્યું. બાદમા બધા જ બ્લોગની જેમ ઓછા થતા ગયા.
  હાલ અમારી ૯૦ અને ૮૩ વર્ષની ઉમરે આમાથી સંન્યાસ લેવાની સલાહ છે તેમા સૌથી સીનીયર સીટીઝન સ્વ.આતાજીની પ્રેરણા જનક વાતો યાદ આવે છે .હાલ ચિ પરેશ અને ચિ.યામિનીના જ લેખોથી ચાલુ છે. હાલ તો બધા જોબ કરવા જાય ત્યારે બાકીના સમયમા વાંચવાનુ અને કેટલાકમા પ્રતિભાવ આપવાનો લગાવ છે તે અંગે ચીંતન કરતા લાગે છે કે અનુકૂલન ! તમે અમુક માનસિક સરહદોમાં જીવ્યા હહો કે જીવતાહો તો ધીરે ધીરે તમારૂં મન એ જ સરહદોમાં રમવા લાગે, કેદી બની જાય, કાકા કાલેલકર ઉદાહરણ આપતા ઃ તેઓ કહેતા ઃ માણસને જેલમાં રહીને જો જેલના સાથીઓ સાથે લગાવ થઇ જાય તો કેટલીકવાર એને જેલ છોડવાનું પણ ન ગમે ! એને તાજી હવાનું આકર્ષણ ન રહે. એની આખી દુનિયા જેલમાં સમેટાઈ જાય ! સમકાલીન સફળતાના લલચામણા લગાવામાંથી આપણને એક જ જાગૃતિ બચાવે !
  ક્ષણિકતા અને અનિશ્ચિતતાની સભાનતા ! ‘આ પણ જશે’ એ સભાનતા ધરાવતા, પણ દુન્યવી રીતે સફળ જણમાં તમને એક સૌમ્યતા, ઉદારતા દેખાશે ! કવિશ્રી -હેમંત પુણેકરના કાવ્યથી અસ્તુ
  એમ થોડો લગાવ રાખે છે
  સ્વપ્નમાં આવજાવ રાખે છે
  ક્યાં એ આપે છે છૂટ્ટો દોર કદી
  હલકો હલકો તણાવ રાખે છે
  ફૂલ શી જાત રક્ષવા માટે
  કાંટા જેવો સ્વભાવ રાખે છે
  એ તો દબડાવવા સમંદરને
  ફક્ત કાગળની નાવ રાખે છે
  ભૂલી ગઈ છે સુગંધી ઘટનાઓ
  યાદ એક અણબનાવ રાખે છે

 2. Niravrave Blog ફેબ્રુવારી 17, 2022 પર 12:04 પી એમ(pm)

  આપની આજની પોસ્ટ અને તેમા આ ‘જે ક્ષણે આપણે આ જગતમાં આવીએ અને પહેલા શ્વાસ
  સાથે ચીસ પાડીએ , ત્યારથી આપણે જીવન સાથે બહુ જ ઊંડા પ્રેમમાં પડી જઈએ છીએ. એ
  બાંધે છે, ગૂંચવે છે, ઝાટકે છે, ખુવાર કરી દે છે – અને તારે પણ છે.
  લગાવનો મહિમા,
  પ્રેમનો મહિમા,
  જીવનનો મહિમા.
  પણ … એ લગાવ આપણી અંદર એટલો બધો ઊંડો ઊતરી જાય છે કે, એમાં વિકાર આવી
  જાય છે! જીવનની કઈ ચીજ વિકાર વિહીન હોય છે વારૂ? મારો લગાવ તમારા લગાવ કરતાં
  વધારે ઉત્તમ. શ્રેષ્ટતાની હરીફાઈ. ગાંઠ પડી જવાની, ગાંઠ વાળી દેવાની એ વાત
  બની જાય છે. એને સહેજ ઝટકો મારવાની જરૂર નથી? ગર્વથી ફુંગરાયેલું મોં જરાક
  ઢીલું કરીને જરીક મલકી જવાની જરૂર નથી વારૂ?’ વાતે વિહારવમળમા આપણા
  લગાવમા:વર્ડ પ્રેસનુ બ્લોગીંગ મુખ્ય રહ્યું છે. તે માટે પહેલા વર્ડ પ્રેસ
  સંસ્થાનો પણ ખુબ આભાર
  ઈન્ટરનેટ વિશ્વની આ કેવી કમાલ છે કે મૅરીલૅન્ડ ઘરના એક રૂમના એકાંતમાં જે
  શબ્દો બ્લોગમાં મુકાય છે એ કોમ્પ્યુટર પર એક ક્લિક કરીએ એની થોડી સેકન્ડોમાં જ
  વિશ્વના ખૂણે ખૂણે પથરાયેલા ભાષા પ્રેમી દેશ બાંધવો સુધી પહોંચી જાય છે,એ
  કેટલુ આશ્ચર્ય કહેવાય.!
  જીવન સંધ્યાએ નિવૃતિમાં બ્લોગ એ એક કરવા જેવી રચનાત્મક અને સકારાત્મક
  પ્રવૃત્તિ છે.સારી રીતે સમય પસાર કરવાનું એ ઉત્તમ સાધન છે.યોગ: કર્મશુ કૌશલમની
  જેમ બ્લોગીંગ એક મેડીટેશનની ગરજ સારે છે એમ અમારું માનવું છે .
  નીરવરવેની ૧૪ વર્ષની યાદગાર સફરમાં આ બ્લૉગના સર્વ લેખક મીત્રો, વાચકમીત્રો,
  પ્રતીભાવક મીત્રો તથા એમના બ્લોગમાં આ ‘બ્લૉગેની પોસ્ટ શેર કરનારા તમામ
  મીત્રો/સ્નેહીજનોનો હું હૃદયથી આભાર માનું છું.મને આશા છે કે આવતા દિવસોમાં પણ
  આપનો આથી પણ વધુ સુંદર સહકાર મળતો રહેશે જ.યાદ આવે મારી પહેલી પોસ્ટ
  BY PRAGNAJU | જુલાઇ 28, 2008 · 12:40 પી એમ(PM) | સંપાદન કરો↓
  સુસ્વાગતમ નીરવ રવ…૧
  સૌ પ્રથમ તો આભાર એસ વી નો (ફોર એસ વી – પ્રભાતનાં પુષ્પો)
  blog @ forsv – potpourri of thoughts
  ફોર એસ વી – પ્રભાતનાં પુષ્પો
  ફોર એસ વી – સંમેલન
  ફોર એસ વી – યાદી
  bb @ ફોર એસ વી – વાત ચીત
  **************************
  પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્
  ભક્તાવાસં સ્મરે નિત્યં આયુકામાર્થસિદ્ધયે
  ગુરુતત્વ વંદના
  અભિરામ હજો મુજ જીવનસાર ;
  અભિરામ રહો જીવન આધાર ;
  મુજ રોમ-રોમ રટજો અભિરામ ;
  મુજ અંગે અંગ તપો , અભિરામ !
  અભિરામ જીવનનું ગુંજન હો ,
  અભિરામ જીવન અવલંબન હો ,
  નિ:સાર સર્વ બિન શ્રી અભિરામ ;
  સંસાર-સાર એક જ અભિરામ .
  હો અમૃતત ત્વ અજર અભિરામ ,
  મૃત્યુંજય મંત્ર અમર અભિરામ ,
  મમ હો દુઃખભંજન , શ્રી અભિરામ !
  બસ હો મનરંજન શ્રી અભિરામ !
  મુજ મોહથકી રંજિત લોચનનું
  હો નેત્રાંજન શ્રી અભિરામ ;
  આ માયાઘેર્યાં અંતરતમનું
  હો ઉર-મર્દન શ્રી અભિરામ .
  મુજ મનમંદિરમાં નિત્ય નિવસજો ,
  મધુર મંત્ર જય શ્રી અભિરામ !
  મુજ જીવનતત્વ બની ઉર તપજો ,
  અમર સંત જય શ્રી અભિરામ !
  નિરવ રવે રટજો રજની-દિન
  એક મંત્ર ઉર , શ્રી અભિરામ !
  બસ એક કામ , મમ એક ધામ ,
  ઉર એક નામ : જય શ્રી અભિરામ !
  ————————
  ૐ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિ વર્ધનમ્
  ઊર્વારૂકમિવબંધનાન મૃત્યોર્મુક્ષીય મામૃતાત .અને અનેક બ્લોગર મીત્રો
  ,ચાહક-ભાવકો મળ્યા.શરુઆતમા પ્રેરણાદાયી પ્રતિભાવો ખૂબ મળતા તેમા શીખવાનુ પણ
  ખૂબ મળ્યું. બાદમા બધા જ બ્લોગની જેમ ઓછા થતા ગયા.
  હાલ અમારી ૯૦ અને ૮૩ વર્ષની ઉમરે આમાથી સંન્યાસ લેવાની સલાહ છે તેમા સૌથી
  સીનીયર સીટીઝન સ્વ.આતાજીની પ્રેરણા જનક વાતો યાદ આવે છે .હાલ ચિ પરેશ અને
  ચિ.યામિનીના જ લેખોથી ચાલુ છે. હાલ તો બધા જોબ કરવા જાય ત્યારે બાકીના સમયમા
  વાંચવાનુ અને કેટલાકમા પ્રતિભાવ આપવાનો લગાવ છે તે અંગે ચીંતન કરતા લાગે છે
  કે અનુકૂલન ! તમે અમુક માનસિક સરહદોમાં જીવ્યા હહો કે જીવતાહો તો ધીરે ધીરે
  તમારૂં મન એ જ સરહદોમાં રમવા લાગે, કેદી બની જાય, કાકા કાલેલકર ઉદાહરણ આપતા ઃ
  તેઓ કહેતા ઃ માણસને જેલમાં રહીને જો જેલના સાથીઓ સાથે લગાવ થઇ જાય તો
  કેટલીકવાર એને જેલ છોડવાનું પણ ન ગમે ! એને તાજી હવાનું આકર્ષણ ન રહે. એની આખી
  દુનિયા જેલમાં સમેટાઈ જાય ! સમકાલીન સફળતાના લલચામણા લગાવામાંથી આપણને એક જ
  જાગૃતિ બચાવે !
  ક્ષણિકતા અને અનિશ્ચિતતાની સભાનતા ! ‘આ પણ જશે’ એ સભાનતા ધરાવતા, પણ દુન્યવી
  રીતે સફળ જણમાં તમને એક સૌમ્યતા, ઉદારતા દેખાશે ! કવિશ્રી -હેમંત પુણેકરના
  કાવ્યથી અસ્તુ
  એમ થોડો લગાવ રાખે છે
  સ્વપ્નમાં આવજાવ રાખે છે
  ક્યાં એ આપે છે છૂટ્ટો દોર કદી
  હલકો હલકો તણાવ રાખે છે
  ફૂલ શી જાત રક્ષવા માટે
  કાંટા જેવો સ્વભાવ રાખે છે
  એ તો દબડાવવા સમંદરને
  ફક્ત કાગળની નાવ રાખે છે
  ભૂલી ગઈ છે સુગંધી ઘટનાઓ
  યાદ એક અણબનાવ રાખે છે

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: