જીવન સ્વપ્ન છે એ જ જૂનાં પરંતુ, નવેસરથી એવી મરામત કરી છે; શિકલ બદલી ગઈ છે આ ખંડેર કેરી- તમે પણ કહેશો કરામત કરી છે.
– અમૃત ‘ઘાયલ’
તાજેતરના સ્વાનુભવના સંદર્ભમાં ઘાયલ સાહેબની બહુ લોકપ્રિય ગઝલનો આ પહેલો શેર પ્રસ્તુત છે. તેમણે આખી ગઝલમાં તો ઘણા બધા વિચારો સમાવ્યા છે. [ અહીં એ ગઝલ આખી વાંચી / સાંભળી શકશો. ]પણ એનો આ પહેલો શેર આજની વાત માટે સમુચિત છે.
આ લખનાર જ્યારે જીવનના એંશીમાં વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યો છે, ત્યારે છેલ્લા એક વર્ષના સ્વાસ્થ્ય – સુરક્ષા પ્રયોગોનું સરવૈયું રજુ કરવાનો આ પ્રયાસ છે. ત્રણેક લેખોમાં એનો સમાવેશ કરવાની ઉમેદ છે. વાચક આ પ્રયાસને આત્મશ્લાઘા ગણશે. ભલે એમ લાગે. પણ આ અનુભવશ્રેણી કદાચકોઈકને પ્રેરણા આપે, તે જ એકમાત્ર આશય છે.
શા માટે આ લેખ શ્રેણી?
પહેલી વાત
નીચેનું નકશા ચિત્ર જુઓ –
ચાલવા માટે ઘેરથી નીકળીને પાછા આવવાના આ બે નકશા છે. વચ્ચે કોઈ રોકાણ ન હતું . અને એ પણ ૨, નવેમ્બર – ૨૦૨૧ ના દિવસે જમણા ઘુંટણના સાંધો બદલવાની શસ્ત્ર ક્રિયા પછી. એ અગાઉ આટલું અંતર કાપવા વચ્ચે પાંચ – સાત મિનિટના ત્રણ- ચાર રોકાણ કરવાં પડતાં હતાં.
અને આ આજની વાત – ચાર પાંચ વખત દસેક સેકન્ડ ઊભા રહ્યાનું બાદ કરતાં અમારી નજીકના વોલ માર્ટમાં સતત ચાલ….
બીજી વાત –
લોહીના ઊંચા દબાણ માટે દરરોજ બે ગોળીઓ લેવી પડતી હતી. હવે માત્ર એક જ ગોળી લેવી પડે છે.
ત્રીજી વાત –
પ્રોસ્ટ્રેટની તકલીફના ઈલાજ તરીકે દરરોજ એક ગોળી રાતે સૂતાં પહેલાં લેવી પડતી હતી. છેલ્લા એક મહિનાથી એ બંધ કરી શકાઈ છે.
ચોથી વાત –
હાડકાનાં સ્વાસ્થ્ય માટે કેલ્શિયમની એક મોટી ગોળી લેવી પડતી હતી. એ હવે માત્ર અડધી જ લેવાય છે.
આમ થઈ શકવાનાં કારણો પૈકી પહેલું આજે પેશ છે . ૧, ફેબ્રુઆરી – ૨૦૨૧ ના રોજ ખોરાકમાંથી ઘઉંને વિદાય આપી હતી . [ એ વાત વાંચવા અહીં ક્લિક કરો. ] ૭૮ વર્ષની આદતોને અલવિદા
ઘઉંની રોટલી કે બ્રેડ વિના ના જ ચાલે.
એ માન્યતા ખોટી છે!
બાજરી, જુવાર, રાજગરો, ચોખાનો લોટ અને મસળેલી બે ત્રણ ભાજી ની કણેકમાંથી બનાવેલ રોટલી. એને રોટલી તો ન કહેવાય – રોટલો જ કહેવો પડે !
વાહ સુજાજી
આ તો મારા મનની વાત કરી ! સામાન્યતયા ૫૦ વર્ષ ઉપરનાની કોઇ પણ તકલીફ માટે વધારાનુ સૂચન ઘંઉ બંધ કરવાનુ કહીએ અમે કડક રીતે પાલન કરતા નથી પણ બને ત્યાં સુધી ઘંઉ ઓછા
ખાઇએ—અમારા અંગત સમાચારમા આજે એમની પોસ્ટ ઓપરેશનની છેલ્લી તપાસ હતી તેમા પેથોલોજી રીપોર્ટમા કેંસર નથી અને બધુ સારું છે જાણી હાશ! થઇ.તમને Lysis—અંગે+આખી સારવાર અંગે વિગતવાર લખશું
સરસ. આગામી લેખો બાદ conclude કરીશ.
Raghu
સરસ જરૂર વિચારવા જેવું
જયશ્રી પટેલ
This is truly inspiring. keep writing. Shared with many more respected elderly relatives in a group. everyone finds it useful.
વાહ સુજાજી
આ તો મારા મનની વાત કરી ! સામાન્યતયા ૫૦ વર્ષ ઉપરનાની કોઇ પણ તકલીફ માટે વધારાનુ સૂચન ઘંઉ બંધ કરવાનુ કહીએ અમે કડક રીતે પાલન કરતા નથી પણ બને ત્યાં સુધી ઘંઉ ઓછા
ખાઇએ—અમારા અંગત સમાચારમા આજે એમની પોસ્ટ ઓપરેશનની છેલ્લી તપાસ હતી તેમા પેથોલોજી રીપોર્ટમા કેંસર નથી અને બધુ સારું છે જાણી હાશ! થઇ.તમને Lysis—અંગે+આખી સારવાર અંગે વિગતવાર લખશું
Pingback: કરામત કરી છે – ૩ | સૂરસાધના
Pingback: કરામત કરી છે – ૨ | સૂરસાધના