ભાગ – ૧ ; ભાગ – ૨
‘ કરામત કરી છે. ‘ – કોણે?
સુજાની આરોગ્ય સંભાળ યાત્રા આમ તો અંગત બાબત કહેવાય. એ અહીં રજુ કરીને એણે પોતાનો કર્તાભાવ પુષ્ટ કર્યો! જે કોઈ મિત્રને આ અનુચિત ચેષ્ઠા લાગી હોય તે સૌની ક્ષમાયાચના.
જે કોઈ મિત્રને આ કામની બાબત લાગી હોય અને તેમના સમ્પર્કોમાં તેની જાણ કરી હોય , તેમનો અંતર પૂર્વક આભાર.
પણ વાસ્તવિકતા એ છે કે, કોઈ પણ વ્યક્તિ માત્ર પોતાની જ હેસિયત કે બળ વડે એક ડગલું ભરવા પણ સક્ષમ નથી હોતી. અગણિત વ્યક્તિઓ, પ્રાણીઓ, કુદરતી તત્વો, પરિબળોની સહાય વિના એ સાવ પંગુ હોય છે. એ સર્વે અજ્ઞાત / અનામી વ્યક્તિઓ, પ્રાણીઓ અને પરિબળોનો પણ આભાર.
આરોગ્યની વાત પતી ગઈ. હવે બે’ક વાત ફિલસુફીની !
કોઈ પણ ક્રિયા કરવા કર્તાની જરૂર પડે છે. એના વગર થતી ક્રિયાઓ સ્વયંભૂ જણાતી હોય છે, જેમકે, શ્વાસોછ્વાસ કે હૃદયના ધડકારા. પણ એની પાછળ પણ આપણા જિન્સમાં રહેલો પ્રોગ્રામ ચાલક બળ હોય છે. આથી કર્તાભાવની સૂગ કુદરતી નથી. કુદરતી રચનામાં એ ચાલક બળ હોય છે. એના વિના બધું શબવત બની જાય.
જીવનની ફિલસૂફીમાં કર્તાભાવનો વિનિપાત અહંકારમાં થાય, એની સામે લાલબત્તી બતાવવામાં આવે છે. જેમ જેમ વ્યક્તિ અંતરયાત્રામાં આગળ ધપે , તેમ તેમ આમ ન થાય તે માટે સતત જાગૃતિ રાખવાનું કહેવામાં આવે છે.
જો સુજા અજાણ રીતે પણ એમ જાગૃત રહેવામાં ચૂક્યો હોય તો પરમ તત્વ પાસે ક્ષમાયાચના અને પ્રાર્થના કે, એવી બેભાનતા ફરી ન થાય; એ માટે શક્તિ આપે.
કોઈ પણ ક્રિયામાં જેમ કર્તા ચાલક હોય છે, તેમ જ વિચાર, પ્રેરણા, સંકલ્પ, વિ. સોફ્ટવેર પણ અસ્તિત્વ ધરાવતા હોય છે. સુજાના અંતરમાં એ પ્રગટાવવા સૌ ગુરૂજનોનો અંતર પૂર્વક આભાર. ખાસ કરીને …
- ગોએન્કાજી
- એખાર્ટ ટોલ
- શ્રી. શ્રીરવિશંકર
- દાદા ભગવાન
- બ્રહ્મવેદાન્ત સ્વામી
એમના તરફની દિશા દેખાડનાર અનેક કલ્યાણ મિત્રોનો પણ અંતઃકરણપૂર્વક આભાર.
અસ્તુ !
Like this:
Like Loading...
Related
Best information & gratitude to gurues & friends
મોળી ચા દુધવાળી પીજો. થોડીક મીઠાશનો સંતોષ થશે. આદુ, લવિંગ તથા તજનો પાવડર ઓવલ્ટાઈનનો ટેસ્ટ આપશે. આનો એવો ટેસડો પડશે કે મારે તો મોટો મગ ભરીને જ ચા જોઈએ.
Pingback: કરામત કરી છે – ૧ | સૂરસાધના
Pingback: કરામત કરી છે – ૨ | સૂરસાધના