સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ગઝલમાં દ્રષ્ટાંત

      એક દ્રષ્ટાંત આપીએ એટલે વેદ , પુરાણ, ઉપનિષદ, કે ફિલસૂફીના થોથેથોથાં ચપટિકમાં સમજાવી  દેવાય. એટલે જ તો કથાકારોનો ધંધો ચાલતો હોય છે! કોઈ પણ અઘરી વાત સમજાવવી હોય તો જીવનમાંથી એનું ઉદાહરણ આપો તો તરત સમજાઈ જાય. કવિઓ પણ આ વાત બરાબર જાણતા હોય છે. એટલે જ ઘણી બધી ગઝલ અને કવિતામાં દ્રષ્ટાંત આપતા હોય છે. અહીં આવાં થોડાક શેર/ પદ ભેગાં કર્યાં છે.

   બીજું એક સરસ અવલોકન એ પણ છે કે, આવા શેર/  ગઝલ વાંચીએ ત્યારે ગુજરાતી કવિઓની સર્જકતાને સો નહીં – હજાર સલામ  ભરવી જ પડે.

૧) નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો?
‘તેજ હું’, ‘તે જ હું’ શબ્દ બોલે;
શ્યામનાં ચરણમાં ઇચ્છું છું મરણ રે,
અહીંયા કો નથી કૃષ્ણ તોલે!

બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ, જો વળી,
અચળ ઝળકે સદા વિમળ દીવો;
નેત્ર વિણ નિરખવો, રૂપ વિણ પરખવો,
વણ જિહ્વાએ રસ સરસ પીવો!

– નરસિંહ મહેતા

૨) ડંખ દિલ પર કાળ કંટકના સહન કીધાં વગર
પ્રેમ કેરા પુષ્પને ચૂમી શકે ના કો અધર
કાંસકીને જો કે એના તનનાં સો ચીરા થયા,
તો જ પામી સ્થાન જઈને એ પ્રિયાની ઝુલ્ફ પર.

– ‘શૂન્ય’ પાલનપુરી

૩) કેટકેટલું મથે ? દેહ પાછળ ને પાછળ,
મન હંમેશાં આગળ થઈને ચાલ્યું આઘે.

પથ્થરનો અવતાર મળ્યો આ જન્મે મિસ્કીન,
શું ય હશે જે ખળખળ થઈને ચાલ્યું આઘે…

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

૪) ઘણીએ ચીજ આલમમાં નથી તજતી અસિલયતને,
વસીને કોલસા વચ્ચે નથી પડતાં રતન કાળા.

– કિસ્મત કુરેશી

૫) બધાની ચાદરોનાં રંગ નોખાં,
બધું રંગરેજને આધીન, મનવા!

હવે બસ, જાત બાજુ દોટ મૂકો!
ગણી લો એક, દો ને તીન, મનવા!

– હર્ષા દવે

૬) નહીં ઝીંક ઝીલી શકે કોઈ કાળે,
મળ્યાં કાચી માટી ‘ને કાચો નીંભાડો.

કદી તૂટવાનો અનુભવ કર્યો છે?
કહી શકશે, કોને કહે છે તિરાડો?

– સંજુ વાળા

૭) જનોઈવઢ કૈ ઘાવ ઝીંકતી ચુપ્પીની તલવાર,
નહીં હવે ઊંચકાય તમારા નહીં બોલ્યાનો ભાર


ફૂંક વિના તો સ્વયં વાંસળી પણ છે વાંસ એક પોલો,
બોલો, કંઈક તો બોલો…

– અનિલ ચાવડા

૮) સ્મરણની શ્વેત કાગળ-નાવ જ્યાં તરવા મૂકી જળમાં,
ચીરાયું વસ્ત્રની માફક ઝરણ, એની ઉદાસી છે.

હું જાણું છું કથા પણ તોય પાછળ દોડવું પડશે,
ફરે છે એક માયાવી હરણ, એની ઉદાસી છે.

– મિલિન્દ ગઢવી

૯) એક હૉસ્પિટલ અહીં સામે જ છે,
ઝૂંપડી તો પણ હજુ ખાંસે જ છે.

આભ પાસેથી હવે શું માંગવું ?
મા મને કાયમ દુઆ આપે જ છે.

– રાકેશ હાંસલિયા

૧૦) અથડાતી-પછડાતી પ્હોંચી પચાસમે ત્યારે ચક્ષુદેવ ત્રુઠ્યાં,
પારુલદેનાં ચશ્મા તડાક્ દઈ તૂટયા. *

ઘરડીખખ ફ્રેમને વળગીને બેઠેલા કાચ હતા પેલ્લેથી ઝાંખા
આઘા-ઓરામાં કરે ભેળસેળ, ઉપ્પરથી ચોખ્ખું દેખાડિયાના ફાંકા
દૃશ્યોએ-સત્યોએ ટોળે વળીને એનાં નામનાં છાજિયાં કૂટયાં
પારુલદેનાં ચશ્મા તડાક્ દઈ તૂટયા.

– પારુલ ખખ્ખર

* ( મોતિયો !)

One response to “ગઝલમાં દ્રષ્ટાંત

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: