સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ગઝલમાં કોણ માનશે?

      ગઝલમાં સમજ પડે કે ન પડે અથવા એમાં લેખક જે કહે , તે આપણે માનવા તૈયાર ન પણ હોઈએ. એ તો કવિકર્મ કહેવાય. એમાં સામાન્ય માણસને ગમ ન પણ પડે!

  પણ અહીં વાત એની નથી કરવાની. ‘કોણ માનશે?’ એ રદીફ (*) વાપરીને આપણા શાયરોએ ઘણી ગઝલો લખી છે. અહીં એમાંથી થોડાક શેર સંઘર્યા છે.

(*)    રદીફ અને કાફિયા વિશે સમજ અહીં મળશે.

૧) મોહતાજ ના કશાનો હતો . કોણ માનશે?
મારો ય એક જમાનો હતો. કોણ માનશે?

– ‘રૂસ્વા’ મઝલૂમી

૨) દુઃખમાં જીવનની ભાળ હતી, કોણ માનશે?

ધીરજ રતનની ખાણ હતી. કોણ માનશે?

– ‘શૂન્ય’ પાલનપુરી

૩) જે વાત પર બધાએ શિખામણ દીધી ‘મરીઝ’,
સંમત હતો હું એમાં ભલા, કોણ માનશે…

– ‘મરીઝ’

૪) તારા નગરની જાણ હતી કોણ માંનશે?
લજ્જાની વચ્ચે આણ હતી કોણ માંનશે?

મુહમ્મદઅલી ”વફા”.

૫) કંટકની સાથે પ્યાર હતો કોણ માનશે?
એમાંયે કાંઈ સાર હતો કોણ માનશે?

– રતિલાલ “અનિલ”

૬) ફક્ત ડોઝ તો દવાનો હતો કોણ માનશે?
ચમત્કાર બસ દુવાનો હતો કોણ માનશે?

 -જિદ્દી લુવારવી

૭) દુઃખ એય સુખ સમાન હતું કોણ માનશે ?
મૃગજળમાં જળનું સ્થાન હતું કોણ માનશે ?

– વજ્ર માતરી

૮) રહેવા ન કોઈ સ્થાન હતું, કોણ માનશે?

તો પણ અમારું સ્થાન હતું, કોણ માનશે?

– જલન માતરી

૯) એને ગઝલથી પ્યાર હતો કોણ માનશે?

સસરોય સમજદાર હતો કોણ માનશે?

– રવીન્દ્ર પારેખ

૧૦) મારું  ય  માનપાન   હતું,  કોણ  માનશે ?
એથી ય વધુ  ગુમાન  હતું, કોણ  માનશે ?

– અશોક વાવડીયા,( રોચક )

૧૧) પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ?
એટલે કે ઝાડ માંથી શું ગયું કોને ખબર ?

– રમેશ પારેખ

2 responses to “ગઝલમાં કોણ માનશે?

 1. pragnaju એપ્રિલ 10, 2022 પર 9:57 એ એમ (am)

  પાનખર નહીં તમને તો વરસાદની છાંટ નડી કોણ માનશે
  આશાનો એ મિનાર હતો કોણ માનશે ?
  ને એ જ ડૂબાડનાર હતો કોણ માનશે ?
  દુ:ખમાં જીવનની ખાણ હતી કોણ માનશે ?
  ધીરજ રતનની ખાણ હતી કોણ માનશે ?’
  માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ,
  ઝગડો એ હા ને ના નો હતો. કોણ માનશે?
  સરસ વાત !
  ‘હા-ના’ ના ચકરાવામાંથી નીકળી જવું એક મોટી સિદ્ધિ છે.

  • pragnaju એપ્રિલ 10, 2022 પર 10:14 એ એમ (am)

   વિજય શાહ્
   એક સમયે તુ પણ હતી મારા તરફ બેદરકાર કોણ માનશે?
   આજે તને છે મુજથી પ્રેમ અપાર હું કહું પણ કોણ માનશે?
   આજે વટથી નીકળીયે છે લઇ હાથમાં તારો હાથ સહુ માનશે
   ગઇ કાલે ઝઘડતા હતા પ્રેમ માટે એ વાત હવે કોણ માનશે?
   છોકરા સૌ પોત પોતાનુ લઇ ચાલ્યા જશે તે વાત સહુ માનશે
   પણ ઘડપણમાં આવી બેક્ષણ સાથે રહેશે તે વાત કોણ માનશે?
   જીંદગીનાં ઉતરાર્ધે નવુ શીખવાનો કર ના ચાળો સનમ કેમકે
   નવુ શીખ્યા પછી નવી નોકરી મળશે તને તે વાત કોણ માનશે?
   રાજેશ્વરી શુક્લા
   હું માણસ છું, ને મન છે મારે,
   એવું કહું તો કોણ માનશે?

   બે હાથ પસારી યાચું જો હું,
   આંસુ ટપક્યા કોણ માનશે?

   અગમ અડીખમ ઉભેલાના,
   કર્યા કટકા કોણ માનશે?

   સાથે મો’ર્યા,સાથે પમર્યા,
   સાથે જ મર્યા તે,કોણ માનશે?

   મિત્રો બહુ મજાના છીએ કોણ માનશે ?
   અમે એક્બીજાના છીએ કોણ માનશે ?

   પીને ઝેર નીલકઠ તો થૈ શક્યા નહીં
   છતાં શંકર તો ગીરજાના છીએ કોણ માનશે ?

   લુંટ્યા છે મિત્રો મન મુકીને અમને
   ખુટ્યા ના એ ખજાના છીએ કોણ માનશે ?

   ખાનગીમાં આવી ખુદા મને રોજ મળે છે.
   માનવી એ ગજાના છીએ કોણ માનશે ?

   થાય ના કદર એ વાત ઓર છે “નારાજ”
   બાકી વારસ તો મીરજાના છીએ કોણ માનશે ?
   ઊર્મિ
   સ્થાપિત હતી જે રુદિયાનાં મંદિરમાં,
   મૂર્તિ એ પાષાણ હતી, કોણ માનશે?

   જેને છુપાવવા અમે ખુદ ચર્ચાતા રહ્યા,
   એ રાઝની સૌને જાણ હતી, કોણ માનશે?

   રસ્તામાં એ મળી ગયા તો જરા હસી લીધું,
   બસ એટલી જ ઓળખાણ હતી, કોણ માનશે?

   સંબંધોનાં કુબા દુરથી લાગ્યા તો મધુર હતાં,
   માંહે કોયલાંની ખાણ હતી, કોણ માનશે?

   હૈયામાં હડતાલ પડી, ‘વેદનાઓ મુર્દાબાદ!’
   પ્રીતનીયે આણ હતી, કોણ માનશે?


   આપણી વચ્ચે મૌન બોલતું હતું ત્યારે,
   વચ્ચે શબ્દોની દિવાલ હતી, કોણ માનશે?

   મારા રુદિયાનું રાજ આમ તો વિરાજ હતું,
   કોઇ સત્તા જાજરમાન હતી, કોણ માનશે?

   કયાં હવાનીયે જગા હતી આપણી વચ્ચે?
   વચમાં વૈતરણીની ધાર હતી, કોણ માનશે?

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: